મમરા ના ૪ અદ્ભુત ફાયદા

મમરા

મમરા ના ૪ અદ્ભુત ફાયદા

ગુજ્જુમિત્રો, સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કેટલાક લોકો તેને જંકફૂડ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જોઇએ મમરા ખાવાથી થતા ફાયદા અંગે જાણીએ.

બ્લડ પ્રેશરમાં મમરા ફાયદા કારક

તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો મમરા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મમરામાં સોડિયમનું યોગ્ય પ્રમાણ હોય છે અને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો તમે રોજ યોગ્ય પ્રમાણમાં મમરા ખાઓ છો તો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

મમરા હાડકા માટે લાભદાયી

મહિલાઓને હંમેશા હાડકા કમજોર હોવાની ફરિયાદ રહે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો રોજ 100 ગ્રામ મમરા ખાવાનું શરૂ કરી દો તેમા વિટામન્સનો ભંડાર હોય છે. મમરામાં વિટામીન ડી, વિટામીન બી2 અને વિટામીન બી 1 ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સિવાય તેમા કેલ્શ્યિમ પણ હોય છે જેથી રોજ મમરા ખાઓ છો તો તમને દાંત અને હાડકાને લગતી સમસ્યા થતી નથી.

પાચનક્રિયા માટે મમરા ના ફાયદા

કેટલાક લોકોને કબજિયાતની સમસ્યા રહે છે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમને કોઈ વિકલ્પ મળી રહ્યો નથી તો તમે મમરા ખાઈ શકો છો. મમરામાં ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે.

puffed rice

આંતરડા માટે મમરા ના ફાયદા

મમરામાં ફાઈબર યોગ્ય પ્રમાણમાં હોય છે. સારી વાત એ છે કે જો 100 ગ્રામ મમરા ખાઓ છો તો 17 ગ્રામ ફાઇબરને ઇનટેક કરે છે. જે તમારી પાચન ક્રિયાને સુધારે છે. સાથે જ આંતરડાને લગતી ઘણી સમસ્યાઓ માટે ફાયદાકારક છે.

મમરા વઘારવાની હેલ્ધી રેસિપી

✨ચોખાના મમરા વગારતી વખતે તેલ ગરમ થાય કે તેમાં મીઠા લીમડાના પાન વધુ નાખવા.

✨પછી હળદર, સંચળ નાખીને તેમાં મમરા નાખો.

✨પછી તેમાં ખાંડની જગ્યાએ સાકરના પાવડર ને ઉમેરો.

✨ બરાબર મિક્સ કરીને થોડી મિનિટ માટે ધીમા ગેસ પર મમરાને શેકવા દો.

✨આ પ્રમાણે તૈયાર કરેલા મમરા એક ઉત્તમ ઔષધિ સમાન ગણાય છે .

Click here to read more articles on food and health.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *