કાનામાતર વગરની કવિતા! – સૌથી સરળ ગુજરાતી કવિતા.

ગુજરાતી કવિતા

કાનામાતર વગરની કવિતા!

ગુજજુમિત્રો, જો તમારા ઘરે કોઈ નાનું બાળક હોય જે હમણાં જ બોલવાનું શીખ્યો હોય, તો તેને આ કવિતા બોલતા શીખવો. તેની જીભની કસરત પણ થશે અને તમને આનંદ પણ મળશે. અને હા, કવિતા વાંચતી વખતે આ અજાણ કવિની કળા ની પ્રશંસા કરવાનું ના ભૂલતા. કારણકે સત્ય એ છે કે જટિલ વસ્તુ બનાવવી સહેલી છે, પણ સરળ વસ્તુ બનાવવી અત્યંત અઘરી.

ન કર અટકળ,કર બસ ચળવળ
ન ધર અવઢવ, ઢળ બસ અઢળક

ન ગણ મળતર, કર બસ મસલત
ન ગણ અગવડ, કર બસ સગવડ

ન પડ ખટપટ, બન બસ સમરસ
ન બન અડચણ, બન બસ સમરથ

ન ઘડ તરકટ, રચ બસ બચપણ
ન ઘડ નફરત, રચ બસ ગળપણ

જો તમને કાનામાતર વગરની આ કવિતા વાંચવી ગમી હોય તો આવી મજેદાર કવિતા વાંચવા માટે અમારા કાવ્ય સરિતા વિભાગની મુલાકાત અવશ્ય લેજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *