પતિ-પત્ની જ એકબીજાના સુખદુ:ખના સાચા સાથી છે : જીવનની હકીકત

ભૂખ ન લાગવી

પતિ-પત્ની જ એકબીજાના સુખદુ:ખના સાચા સાથી છે : જીવનની હકીકત

ગુજજુમિત્રો, આજના આ લેખમાં હું તમને શેર કરવા માગું છું કે તમે જીવન ને તમારી માટે જીવો, તમારા પતિ કે પત્ની માટે જીવો કારણકે વર્ષો તો મુઠ્ઠી માંથી રેતી ની જેમ વીતી જશે અને હાથમાં માત્ર તેનો જ હાથ રહેશે જેણે સપ્તપદી ના વચનો લીધા છે. જીવન ના અંતિમ પડાવ માં અફસોસ કરવો કે તમે તમારું જીવન જવાબદારીઓમાં ખર્ચી નાખ્યું પણ જે પડછાયાની જેમ સાથે હતી તેને હમેંશા ઇગ્નોર જ કરી તેના કરતાં તો જાગ્યા ત્યારથી સવાર સમજો અને તમારા પતિ કે પત્નીને પૂરો સમય આપો. જવાબદારી નિભાવવી જરૂરી છે પણ તેની સાથેસાથે જીવનનો આનંદ પણ માણતા જાઓ. આ લેખને તમે જેટલી વાર વાંચશો એટલી વાર જીવન નો પાઠ શીખવા મળશે.

જીવનની રામ કહાની

જીવન ના શરૂઆતના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા. પછી શરુ થઇ નોકરી ની શોધ. આ નઈ પેલું, પેલું નઈ ઓલું… આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતાં છોડતાં એક નક્કી કરી. થોડી સ્થિરતા ની શરૂઆત થઇ. અને પછી લગ્ન થયા. જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ.

લગ્ન જીવન અને બાળકો

લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, ને રસીલા સપનાંઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા. હાથો માં હાથ નાખી હરવું, ફરવું બધું થયું. પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા. અને પછી બાળકના આવવાની આહટ થઇ. હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું. બાળક સાથે હસવું, રમવું, ખાવું, પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયું. સમય એટલો જલ્દી થી પસાર થઇ ગયો કે ખબર જ ન પડી.

પતિ-પત્ની સુખદુ:ખના સાથી

બાળકો પાછળ જીવન ખર્ચાઈ ગયું

અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયો, વાતો કરવી, હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયું ખબર જ ન પડી… બાળક મોટું થતું ગયું, તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ, અને હું મારા કામ માં…ઘર અને ગાડી ની EMI, બાળક ની જવાબદારી, શિક્ષા અને ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ વધારવાની ચિંતા. તે પણ પોતાને કામ માં વ્યસ્ત કરતી ગઈ અને…હું પણ.

૫૦ વર્ષે લાગશે ખાલીપો

જોતા જોતા હું ૪૫ નો થઇ ગયો. ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ કંઇક ખામી લાગતી હતી.
અને એ શું છે એ ખબર ન પડી. એની ચીડ-ચીડ દિવસે દિવસે વધતી ગઈ, અને હું ઉદાસ ઉદાસ થતો ગયો. છોકરું મોટું થઇ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો. ત્યાં સુધી અમે ૫૦- ૫૫ વર્ષની ઉમર માં પહુંચી ગયા. એક ક્ષણ માં મને જુના દિવસો યાદ આવવા લાગ્યા.

જવાબદારીનો બોજ

અને સારો સમય જોઈ મેં તેને કીધું…”અરે જરા અહી આવ, મારી પાસે બેસ. ચાલ હાથો માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.” મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું, “કઈ ભાનબાન છે કે નહી, ઘરમાં આટલું કામ છે અને તમને વાતો ના વડાં કરવા છે અત્યારે.” આમ કહી સાડી નો પલ્લું જોસથી અંદર કરી રસોડા માં ચાલી ગઈ.

Old couple

ઘડપણ આવતા વાર નહીં લાગે

૫૫ ની ઉમર માં પહુંચ્યા પછી વાળ માંથી કાળો રંગ જતો ગયો, આંખો માં ચશ્માં આવી ગયા. દીકરો ભણવા વિદેશ જતો રહ્યો. એક સપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઉભો થઇ સારી નોકરીએ લાગી ગયો. હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા…અમે બન્ને ઘરડા થઇ ગયા હતા. દવાઓ પર જીવન જીવવાનું શરુ થયું, અને ભગવાન ની પ્રાર્થનાઓ માં લાગી ગયા. બાળકો મોટા થશે તો ખુશી થી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો છે. છોકરો ક્યારે પરત ફરશે, હવે એની રાહ જોઇને દિવસો પસાર થતા ગયા.

બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત

એક દિવસ સોફા પર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોન ની ઘંટડી વાગી, તરત જ મેં ફોન ઉપાડ્યો. દીકરા નો ફોન હતો. તેણે કહ્યું કે એના લગ્ન વિદેશ માં થઇ ગયા છે અને હવે એ પરદેશ માં જ રહશે. અને એમ પણ કીધું કે…બેંક માં જે પૈસા છે, એ તેને નથી જોઇતા માટે તેને વૃદ્ધાશ્રમ માં દાન કરી દો, અને ત્યાં જ રહી જાઓ. આટલું કહી ફોન મૂકી દીધો.

Passport service

એકલતા ના સાથી

હું પાછો સોફા પર આવી બેસ્યો. આજે ફરીથી મેં પત્ની ને કીધું… “ચાલ આજે હાથ માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.” અને તેને તરત જવાબ આપ્યો…”હા એક મિનીટ આવી.” મને વિશ્વાસ ન થયો, મારી આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા. અને અચાનક એકદમ થી હું પાછો ઉદાસ થઇ ગયો. તે આવી અને પૂછ્યું…”હા બોલો શું કહેતા હતા તમે?”

પતિ-પત્ની જ સુખદુ:ખના સાચા સાથી

પણ પછી હું કઈ બોલ્યો નહી બસ મારા વિચારો માં ખોવાઈ ગયો, અને પત્નીને કશું સમજ પડી નહિ એટલે એ પછી તેના કામ પર લાગી. પછી થોડી વાર રહી પછી મારી પાસે આવીને બેસી. મારા ઠંડા હાથ ને તેના હાથ માં પકડી કહ્યું…”ચલો ક્યાં ફરવા જવું છે તમને? શું વાતો કરવી છે?” આટલું કહેતા તેની આંખો પણ ભીની થઇ ગઈ!! બસ હું ત્યારે વિચારતો રહ્યો કે…”શું આ છે જિંદગી ?”

જીવનની હકીકત

બધાય પોતાનું નસીબ સાથે લઈને આવે છે એટલા માટે થોડો સમય પોતાની માટે પણ કાઢો. જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખો… આજથી જ શરુઆત કરો, કારણકે કાલ ક્યારેય નહી આવે અને તમે જીવન ની અમુલ્ય ક્ષણો ખોઈ બેસશો.

Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *