જલેબી ને ફાફડા ના વિવાહ!
જલેબી ને ફાફડા ના વિવાહ!
માંગુ નાખ્યું એક દિવસ
કંદોઈએ દીકરી જલેબી નું
ફરસાણના દીકરા ફાફડા માટે
કોઈ જ ન્હોતો મેળ બંનેનો
કે એક લાંબો ને એક ગોળ
એકમાં ખારાશ ને એકમાં મીઠાશ
એકનું મિત્રગણ તીખાં મરચાં
ને એકની મધુર ચાસણી
એક પિતાના ખૂબ દાબમાં
ને એકની જાળવણી ઘરમાં
બોલાવ્યા જ્યોતિષને
બતાવી કુંડળી બેઉની
ગ્રહો, નક્ષત્રો જોઈ વિગતવાર (ચાખીને)
બોલ્યા છેવટે જ્યોતિષ
“છે આમ તો બંને
એકબીજાથી તદ્દન વિરુદ્ધ
પણ મળે છે ગુણ અનેકગણા”
કરાવી દીધાં લગ્ન મહારાજે
જોડી છે આજે ય અકબંધ
જાય છે જ્યાં પણ
જાય હંમેશા સજોડે
આવકારે પ્રેમથી ફાફડા જલેબી બંનેને, ને
કહે સૌ જોડી રહે સલામત.
Read more Gujarati poems here.