જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર

જનરલ નોલેજ ના સવાલ જવાબ

જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર

ગુજજુમિત્રો આજે હું તમને જનરલ નોલેજ ના અમુક એવા સવાલ જવાબ ની લીસ્ટ શેર કરી રહી છું જે બહુ જ વિસ્તૃત અને ઉપયોગી છે. આ લીસ્ટ શિક્ષકો અને માતાપિતા બહુ વિશિષ્ટ રીતે વાપરી શકે છે. તમે આ લીસ્ટ તમારા વિદ્યાર્થીઓ અથવા બાળકો ને આપી શકો છો અને પછી બીજે દિવસે પૂછીને તેમના જનરલ નોલેજ અને યાદશક્તિ ને મજેદાર રીતે ચકાસી શકો છો. અહીં આપેલા સવાલો બહુ જુદા જુદા ક્ષેત્રોના છે એટલે મારું માનવું છે કે બાળકોને તે બહુ મદદરૂપ થશે. તો ચાલો વાંચીએ : જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર

  • સોનેટનો ઉદ્ભવ ક્યા દેશમાં થયો હતો ? – ઈટાલી
  • જળઘોડો ક્યા વર્ગનું પ્રાણી છે ? – સસ્તન
  • ગુજરાતના ક્યા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે ? – નરેન્દ્ર મોદી
  • ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ? – નર્મદ
  • સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે ? – કલાપી
  • ‘અળસિયા’ નું લિંગ જણાવો. – ઉભયલિંગી
  • નિપાત લખો: હવે તમને મટી ગયું ને ? – ને
  • રૂઢિપ્રયોગનો અર્થલખો: શરીર લેવાવું – શરીર સુકાવું
  • WWW ( WORLD WIDE WEB )ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું – મોઝેઈક
  • ગુજરાતમાં સૌપ્રથમ રેલ્વે કયા બે સ્ટેશન વચ્ચે શરુ થઇ – ઉતરાણ-અંકલેશ્વર
  • ગુજરાતી મુળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી – સુનીતા વિલિયમ્સ
  • જંગલ બુકનાં લેખક – રુડીયાર્ડ કિપ્લિંગ
  • કયા પક્ષીનું અંગ્રેજી નામ ‘હુપો’ છે – ઘંટીટાંકણો
  • A.T.V.Tનું પૂરું નામ – આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો
  • અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ – શેઠ હઠીસિંગ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ)
Passport service

ગુજરાતના જૂના અને જાણીતા શ્રી પદ્મા ટ્રાવેલ્સની પાસપોર્ટ સર્વિસ છે, સુપર-ફાસ્ટ અને કસ્ટમર ફ્રેન્ડલી!!

૧૦% ડિસ્કાઉન્ટ માટે આજે જ ડાયલ કરો : નિર્મિલ ગોસલીયા – ૯૮૭૯૧-૪૨૭૨૦

  • પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોને કરી. – સેનાપતિ ભટ્ટાર્ક
  • પાટણના પટોળાંની કળા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી. – સિદ્ધરાજ જયસિંહના
  • બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? – ૧૯૨૮માં
  • ગુજરાતનું કયું બંદર “દુનિયાનું વસ્ત્ર” કહેવાતું – ખંભાત
  • નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન – અમરકંટક
  • ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યા જીલ્લામાં આવેલું છે ? – જામનગર
  • તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? – સાતપુડા
  • ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? – આગ્નેય
  • ભારતનો સંત્રી – હિમાલય
  • વિશ્વની સૌથી લાંબી નદી – નાઈલ
  • અંધારિયો ખંડ – આફ્રિકા
  • ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના – 1 એપ્રિલ, 1963
  • લોહીમાં શર્કરા નું નિયમન કોણ કરે છે ? – ઇન્સ્યુલીન
  • નૃત્યના દેવાધિદેવ – નટરાજ
  • ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી – ભંયકર
  • હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? – ચિત્રાત્મકતા
  • કાકાસાહેબ કાલેકરનું પૂરું નામ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર
  • ‘વડવાનલ’ ના સર્જક – ધીરુબહેન પટેલ
  • લીલા વનના સૂકા ઘણાં” નો અર્થ આપો. – લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે
  • ‘મોઝાર’ શબદનો સમાનાર્થી _ છે. – અંદર
  • ‘પાણી પોચું’ એટલે … – કોમળ
  • OCR નું પૂરું નામ… – ઓપ્ટીકલ કેરેકટર રેક્ગ્નીસન
  • વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને…..કહે છે. – વ્યાસ
  • ભારતમાં ગર્વનર તરીકેની નિમણુક પામનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી
  • ‘માણસાઇના દીવા’ પુસ્તક કોનું છે ? – ઝવેરચંદ મેઘાણી
  • રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનર – ઓસબાર્ન સ્મિથ
  • ગોળ ગધેડાનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ? – દાહોદ
  • સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? – અરોરા
  • ભારતના એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ – બેરન
  • મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? – ભીમદેવ પહેલો
  • ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે ? – સમુદ્રગુપ્ત
  • ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યા કર્યો હતો ? – પોખરણ
  • સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું ? – શહીદ દ્રીપ
  • ક્યા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે ? – ગુપ્તકાળ
  • તાવડી વેચનાર – લોઢી
  • ‘ખગ’ કયો સમાસ છે ? – ઉપપદ
  • “જ્યોતિપૂંજ” પુસ્તકના લેખક – નરેન્દ્ર મોદી
  • ‘અકળાઈ પડ્યો અવનિ વિશે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ’ કયો અલંકાર છે ? – ઉત્પ્રેક્ષા
  • ભારતીય વિધાભવન દ્ધારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? – નવનીત સમર્પણ
  • હું છકડા પાસે ગયો – ભાવે વાક્ય બનાવો. = મારાથી છકડા પાસે જવાયું.
  • ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? – રાવજી પટેલ
  • ધૂમકેતુ કોનું ઉપનામ છે ? – શ્રી ગૌરીશંકર જોશી
  • ટાઈગોન શું છે ? – વાઘ અને સિંહણ દ્ધારા પેદા થયેલ પ્રાણી
Car service

  • જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? – પ્રો. વુડ્રો વિલ્સન
  • ગુજરાતમાં કઈ યુનિવર્સીટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? – દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી
  • મધપૂડાની આડપેદાશ કઈ છે ? – મીણ
  • ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? – શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ
  • ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનકૃતિ ક્યા કવિની છે ? – કવિ પ્રેમાનંદ
  • સફારી ક્યા વિષયનું પાક્ષિક છે ? – વિજ્ઞાન
  • ‘તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં’ આ પ્રસિદ્ધ પંકિતના કવિ – અખો
  • વિધાર્થીના નામ સરનામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ થાય -Access
  • નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? = 2
  • ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? – એક વર્તુળ
  • દોડવીર ઉસેન બોલ્ટ ક્યા દેશનો ખેલાડી છે ? – જમૈકા
  • માત્ર દૂધ પર રહેલા બાળકોમાં ક્યા વિટામીનની ઉણપ હોય છે ? – વિટામીન C
  • ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ? – રાજ્ય સરકાર
  • આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા ઓળંગતા શું બદલાય છે ? – તારીખ
  • ગુજરાતના ઈતિહાસમાં “અશોક”તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે ? – કુમારપાળ
  • ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કોના હાથે થયું હતું ? – રવિશંકર મહારાજ
  • જલિયાવાલા બાગ ક્યા આવેલો છે ? – અમૃતસર(પંજાબ)
  • ભારતના પ્રથમ ગર્વનર જનરલ કોણ હતા ? – વિલિયમ બૈંન્ટિક
  • રેનેસા શું છે ? – નવજાગૃતિ આંદોલન
  • ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર ક્યા જીલ્લામાં છે ? – કચ્છ
  • ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે ? – ગુજરાત
  • પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? – જૈસોર
  • વાળને બ્લીંચ કરવા માટે કયું કેમિકલ ઉપયોગમાં લેવાય છે ? – હાઇડ્રોજન પેરોકસાઇડ
  • રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે ? – કલમ 356
  • ‘ધમાલ’ કઈ જાતિનું લોકનૃત્ય છે ? – સીદી
  • વિશ્વનો સૌથી મોટો દ્ધીપકલ્પ કયો છે ? – ભારત
  • ભારતની હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ – લીલા શેઠ
  • “તલવાર તાણવી “ રૂઢિપ્રયોગનો અર્થ આપો. – સંઘર્ષમાં ઉતરવું
  • “પ્રેક્ષક” શબ્દની સંધિ છૂટી પાડો. = પ્ર + ઈક્ષક
  • ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ? – કરણઘેલો
  • “લોહી ઉકળવું” રૂઢિપ્રયોગનો અર્થ આપો. – ગુસ્સે થઇ જવું
  • ગુજરાતી ભાષાનો “સાર્થ જોડણીકોશ” કઈ સંસ્થાનું પ્રકાશન છે ? – ગૂજરાત વિધાપીઠ
  • ‘શાર્દુલ’ શબ્દનો સમાનાર્થી આપો. – વાઘ
  • ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? – ઉમાશંકર જોશી
  • અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? – ઘાયલ
  • ‘સૌંદર્ય શોભે છે શીલથી, યૌવન શોભે છે સંયમ વડે’ વાક્યના લેખકનું નામ – કવિ ન્હાનાલાલ
  • સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક – ગોવર્ધનરામ ત્રિપાઠી
  • ગુજરાતના સૌપ્રથમ મહિલામંત્રી કોણ હતા ? – ઈન્દુમતિબેન શેઠ
  • ‘આરઝી હકૂમત’ ની સ્થાપના…..ખાતે કરવામાં આવી હતી ? – મુંબઈ
  • સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ? – ભાદર
  • હાથમતી સિંચાઈ યોજના ક્યા જીલ્લામાં આવેલી છે ? – સાબરકાંઠા
  • ગુજરાતનું કયું પક્ષી ‘રોયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે ? – ફ્લેમિન્ગો
  • નોન-સ્ટીક વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ? – ટેફલોન
  • મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે ? – ટેકસોડરમી
  • આકડો ,બોરડી,થોર,બાવળ વગેરે ક્યા પ્રકારની વનસ્પતિ છે ? – શુષ્કોદ્દભિદ્દ વનસ્પતિ
  • રિકટર માપક્રમ શું માપે છે ? – ભૂકંપની તીવ્રતા
  • સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? – ઓઝોન
  • ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણુક કોણ કરે છે ? – રાષ્ટ્રપતિ
  • ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ? – કમળ
  • દર્શક અને ઊંડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સર્જક કોના ઉપનામ છે ? – મનુભાઈ પંચોળી
  • હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ – ચાંગદેવ
  • ગીરની ‘ચારણ કન્યા’ જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું ? – હીરબાઈ
  • ગુજરાતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ – જશવંત મહેતા
  • ચોરવાડ અને વેરાવળની ખારવાણ બહેનો દ્ધારા કયું નૃત્ય કરવામાં આવે છે ? – ટિપ્પણી નૃત્ય
  • ‘તુલસીશ્યામ’ સ્થળ ક્યા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે ? – અમરેલી-જુનાગઢ
  • ખરીદ કિંમત + ખરાજત = પડતર કિંમત
  • “ડંકો વગાડવો” નો અર્થ આપો ? – યશસ્વી કાર્ય કરી બતાવવું
  • સત્યના પ્રયોગો પુસ્તકના લેખક – મહાત્મા ગાંધી
  • ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે ? – લોર્ડ મેકોલે
  • અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ? – “હિંદ છોડો” ચળવળ
  • ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન – મહમૂદ બેગડો
  • અમદાવાદના ઝુલતા મિનારા ક્યા આવેલા છે ? – કાલુપુર
  • ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લામાં થાય છે ? – દાહોદ
  • એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ? – અમૂલ
  • ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? – 1600 કિલોમીટર
  • પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? – રાજ્ય ચૂંટણી આયોગ
  • દહીંમાં કયો એસીડ હોય છે ? – લેક્ટિકએસીડ
  • ડેન્ગ્યુ વિરોધી માસ ક્યા મહિનામાં ઉજવાય છે ? – જુલાઈ
  • આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે ? – સેશન્સ જજ
  • “કુમાર” સામાયિકના સ્થાપક-સંપાદક કોણ હતા ? – રવિશંકર રાવળ
  • ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ આપો ? – ખર્ચમાં વધુ ખર્ચ
  • “જયંતી” નું વિરોધી….. – સંવત્સરી
  • અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહયો. – ઉપમા
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? – ગાંધીનગર
  • ભારતની રાષ્ટ્રમુદ્રામાં ‘સત્યમેવ જયતે ‘ નું સૂત્ર ક્યા ઉપનિષદ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? – મુન્દ્કોપ્નીષદ (માંડૂક્ય)

  • ‘ઈર્શાદ’ કોનું તખલ્લુસ છે ? – ચીનુ મોદી
  • ‘અલપઝલપ’ના લેખક કોણ છે ? – પન્નાલાલ પટેલ
  • ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ? – ઉમાશંકર જોશી
  • સંસ્કાર દિપીકા- શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? – વિધાભારતી,ગુજરાત
  • જીગર અને અમી …….સાહિત્યકારની રચના છે ? – ચુનીલાલ શાહ
  • વિશ્વમાં કયો ખેલાડી ‘હોકીના જાદુગર’તરીકે ઓળખાય છે ? – ધ્યાનચંદ
  • ભારતના ક્યા રાજ્યમાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે ? – પંજાબ
  • ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ ક્યા ક્ષેત્રસાથે સંકળાયેલ છે ? – રમત-ગમત
  • બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે.આ વાક્ય કોનું છે – ટીપું સુલતાન
  • થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? – પારો
  • સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? – બુધ
  • ‘સાયલન્ટ વેલી’ ક્યા રાજ્યમાં આવેલી છે ? – કેરળ
  • ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? – ગિરનાર
  • ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? – સાબરમતી
  • સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યા સ્થળે ગોદી(dockyard) મળી આવેલ છે ? – લોથલ
  • ગુજરાતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મ કઈ ? – નરસિંહ મહેતા
  • “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમેં હૈ” આ કાવ્યપંક્તિ કોની છે? –રામપ્રસાદ બિસ્મિલ
  • વીર સાવરકર દ્ધારા સ્થાપિત ‘મિત્રમેલા’ સંસ્થા પછીથી ક્યા નામે ઓળખાઈ ? – અભિનવ ભારત
  • વિશ્વને ‘શૂન્ય’ ની શોધની ભેટ કઈ પ્રજાએ આપી ? – ભારતીય પ્રજાએ
  • કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ? – ઉત્તર ગુજરાતમાંથી
  • સૌથી વધુ કોલસાની ખાણો ક્યા રાજ્યમાં છે ? – ઝારખંડ
  • જાપાનનું બીજું નામ – નિપોન
  • પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? – જ્વાળામુખી
  • તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે=જિલ્લા વિકાસ અધિકારી
  • સબમરીન શબ્દમાં ‘સબ’ નો અર્થ શું છે ? – નીચે
  • આરસ ક્યા ખડકનું ઉદાહરણ છે ? – વિકૃત
  • નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ? – કોર્નિયા
  • ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ – પરબ
  • ઈમેલમાં CC નો અર્થ શું છે ? – Carbon Copy (કાર્બન કોપી)
  • ચાર આંખો થવી – રૂઢીપ્રયોગનો અર્થ જણાવો. – ઈર્ષા થવી
  • સુરપતિ’ શબ્દનો અર્થ આપો. – દેવોનો રાજા ઇન્દ્ર
  • ‘કૂચ’ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? – તુર્કી
  • ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ જણાવો ? – અનામિકા
  • શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પોતાનાં વખાણ પોતે જ કરવા – આત્મશ્ર્લાઘા
  • ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ કોના દ્ધારા લખવામાં આવ્યો છે ? – એદલજી ડોસાભાઈ
  • શ્રી જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ કયું છે ? – અવળવાણીયા
  • સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘અસૂર્યલોક’ ના લેખકનું નામ જણાવો.
    – ભગવતીકુમાર શર્મા
  • PDFનો અર્થ શું થાય છે ? – પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
  • કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે.જયારે બાકીના બંને ખૂણા હંમેશા …….હોય છે. – લઘુકોણ
  • ‘It is always possible’ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે ? – શ્રીમતિ કિરણ બેદી
  • રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી ? – સ્વામી વિવેકાનંદ
  • સમર્થ હાસ્યકાર તરીકે ક્યા ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? – રમણભાઈ નીલકંઠ
  • ભવાઈ મંડળીના મોવડીને ….. નામે ઓળખવામાં આવે છે ? – નાયક
  • ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનીસ્થાપના ક્યા રાજ્યમાં થઇ ? – રાજસ્થાન
  • દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે ? – દાંડી
  • મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ? – ભીમદેવ પ્રથમ
  • ક્યા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો ? – ગુજરાત
  • ગુજરાતમાં પ્રથમ ‘સફાઈ વિધાલય’ નો પ્રારંભ ક્યા થયો હતો ? – વ્યારા
  • લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? – શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
  • મહાકવિ માઘ ક્યા સમયમાં થઇ ગયા ? – મૈત્રકકાળ
  • ભારતના લોકોને ‘સ્વરાજ’ શબ્દની ભેટ કોણે આપી ? – દાદાભાઈ નવરોજી
  • કોંકણી ક્યા રાજ્યની રાજ્યભાષા છે ? – ગોવા
  • શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ? – ભારતમાં
  • સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનોરહે છે ? – મામલતદારશ્રીને
  • મહેસૂલી વર્ષ 1 લી ……થી શરૂ થાય છે ? – ઓગસ્ટ
  • વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ? – તેના ત્રાસા છેદમાં રહેલ ગોળ ચક્રો ગણીને
  • કયું વિટામીન લોહી જામવાની ક્રિયામાં મદદરૂપ છે ? – વિટામીન K
  • શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? – ઉપગ્રહો
  • એન્ટીબાયોટીક્સ કોને નષ્ટ કરે છે ? – બેક્ટેરિયા
  • રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ? – રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ
  • બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે ? – ત્રણ
  • સોલીસિટરજનરલ શું છે ? – સરકાર પક્ષે કાનૂની સલાહકાર
  • સેવા સંસ્થા ‘રેડક્રોસ’ નું વડુંમથક ક્યા આવેલું છે ? – જીનીવા
  • વિશ્વમાં વસ્તીની દષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો ? – ભારત
  • ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? – સરદાર વલ્લભભાઈ પટેલ
  • મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા ? – ઇલાબહેન ભટ્ટ
  • ‘ડુક મારવી’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? – ખો-ખો
  • ખાલીગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે ? – 2 (બે)
  • મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી – ક્રિયાવિશેષણ જણાવો. – સ્થળવાચક
  • અવાજ વગરનું – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. – નીરવ
  • અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે રજૂ થાય છે ? – વર્ણન સ્વરૂપે
  • શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ – ગોરસી
  • “હિંદુ ધર્મની બાળપોથી” કૃતિના લેખક કોણ છે. – આનંદશંકર ધ્રુવ
  • સુધાકર નો સમાનાર્થી આપો : – ચંદ્ર

  • અનભે શબ્દનું શિષ્ટરૂપ આપો. – નિર્ભય
  • શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હવાની લ્હેરનો મંદ અવાજ – સરસરહાટ
  • સંધિ છુટી પાડો: હેત્વાભાસ = હેતુ + આભાસ
  • શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું – સંચારવું
  • ‘દયા પાત્ર’ શબ્દનો સમાસ ઓળખાવો. – તત્પુરુષ
  • મહી નદીનો ‘મહીન્દ્રી’ તરીકે ઉલ્લેખ કરનાર કોણ ? – અલ બરૂની
  • સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાડી ક્યા રાજાના હાથમાં આવી ? – કુમારપાળ
  • ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવરસ્ટેશન ……..માં આવેલું છે ? – કાકરાપાર
  • ક્યા નકશામાં પર્વત,મેદાન અને નદીઓ દર્શાવાય છે ? – ભૂપૃષ્ઠના નકશામાં
  • કચ્છના નાના રણમાં કયું પ્રાણીજોવા મળે છે ? – ઘુડખર
  • હાથી માટેનું પેરિયાર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? – કેરળ
  • વિશ્વનો સમય જેના આધારે નક્કી થાય છે તે શૂન્ય રેખાંશ ગ્રિનિચ ક્યા આવેલું છે ?
    – લંડન
  • વયક્તિગત સંપતિની દષ્ટિએ વિશ્વનો સૌથી ધનવાન દેશ કયો છે ? – ઓસ્ટ્રેલીયા
  • ભારતીય મિસાઈલ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે ? – ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ
  • સ્વાઇન ફ્લૂ ક્યા વાઇરસથી ફેલાય છે ? – H1N1
  • સિંહ જ્યરે એકથી વધારે સંખ્યામાં હોય તે સમૂહને શું કહેવાય ? – પ્રાઇડ
  • ઝરખ શેના માટે જાણીતું છે ? – જંગલના સફાઈ કામદાર તરીકે
  • મહેદીનવાઝ જંગ ગુજરાતના પ્રથમ……..છે ? – રાજ્યપાલ
  • 182 વિધાનસભાની બેઠકો ક્યા રાજ્યની છે ? – ગુજરાતની
  • મનુભાઈ પંચોળીની કૃતિ કઈ છે ? – દીપનિર્વાણ
  • ‘સંભવામિ યુગે યુગે’ ના લેખકનું નામ આપો – રતિલાલ બોરીસાગર
  • સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ જણાવો – પાલનપુર
  • ‘કલમ ! હવે તારે ખોળે છઉં’ આ અરજ કોની છે ? – વીર નર્મદ
  • સુંદરમ્-ઉમાશંકર ક્યા યુગમાં થઇ ગયા ? – ગાંધી યુગ
  • બીરજુ મહારાજ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે ? – કથક
  • ગંગા,જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમસ્થાન કયું છે ? – અલ્લાહાબાદ
  • શારદાપીઠ ક્યા આવેલ છે ? – દ્ધારકા
  • લજ્જા ગૌસ્વામી ક્યા ક્ષેત્રે સાથે સંકળાયેલ છે ? – શુટિંગ
  • પીથોરા ચિત્રકલા ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે ? – ચોત ઉદેપુર
  • આદિ શંકરાચાર્યનું અવસાન ક્યા સ્થળે થયું હતું ? – કેદારનાથ
  • સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી(હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું ? – કર્ણદેવ
  • ઇસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યા આવી હતી ? – સુરત
  • ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? – 1 લી મે
  • હલ્દીઘતીનું રણમેદાન ક્યા શહેર પાસે આવેલ છે ? – ઉદયપુર
  • પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ? – મુંબઈ સમાચાર
  • જર્મનીમાં નાઝીવાદનો પ્રણેતા કોણ હતો ? – હિટલર
  • કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ? – કચ્છ
  • સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે ? – વડોદરા
  • ‘કાલુ’ માછલી કઈ નદીમાંથી મળે છે ? – કોલક
  • ગુજરાતના સહુથી વધુ વરસાદ ક્યા થાય છે ? – કપરાડા – વલસાડ
  • ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લા ધરાવે છે ? – જામનગર
  • અલીયાબેટ કઈ નદીમાં આવેલ છે ? – નર્મદા
  • બુકરપ્રાઈઝ ક્યા દેશનું પ્રાઈઝ છે ? – બ્રિટન
  • સંખેડા શાના માટે વખણાય છે ? – ફર્નિચર
  • તિરૂપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ? – આંધ્રપ્રદેશ
  • સમાસ ઓળખાવો : સત્યવાદી = ઉપપદ
  • “દાંતે તરણું લેવું” એટલે : હાર કબુલ કરવી
  • બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ? = 2
  • 1024 બિટ્સ = 1 KB
  • ‘આગાખાન કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે ? – હોકી
  • ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા ? – મૈથિલીશરણ ગુપ્ત
  • ક્યા વડાપ્રધાને બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું ? – ઇન્દિરા ગાંધી
  • ‘આર્ટ ઓફ લીવીંગ’ ના પ્રણેતા કોણ ? – શ્રી શ્રી રવિશંકર
  • નાટ્યલેખક,નવલકથાકાર,કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ?
    – કનૈયાલાલ મુનશી
  • ભારતરત્ન મેળવનાર પ્રથમ ખેલાડી………..? – સચિન તેંડુલકર

  • રોમન લિપિમાં ‘XD’ લખીએ તો કેટલા થાય ? = 490
  • ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર = 181
  • પીનકોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? – રાજ્ય
  • કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે ? – અંગ્રેજી
  • સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે ? – નડિયાદ
  • અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય તો અરીસાનો કાચ કેવો હોય ? – બહિર્ગોળ
  • સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આશરે કેટલા મિનીટ થાય ? – 8
  • ધાતુના ચળકાટનું કારણ શું છે ? – મુક્ત ઈલેક્ટ્રોન્સની હાજરી
  • ઇન્સ્યુલીન શરીરના ક્યા અવયવમાં બને છે ? – સ્વાદુપિંડ
  • સુપરસોનિક એટલે શું ? – અવાજથી વધુ ઝડપ
  • બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે ? – બંધારણનું આમુખ
  • રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? – 1/10
  • દસમાં વેદ તરીકે કોણ ઓળખાય છે ? – દુહો
  • સૌથી જૂનામાં જુનો પ્રાચીન વેદ કયો છે ? – ઋગ્વેદ
  • પ્રાત: કાળમાં ગવાતો રાગ કયો છે ? – રાગ ભૈંરવ
  • ભારતીય સામાજિક પરંપરામાં કુલ કેટલી કળાઓમનાય છે ? – ચોસઠ
  • તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? – મહેસાણા
  • ક્યા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલું છે ? – ઇન્દુલાલ યાજ્ઞિક
  • રામ નવમી ક્યા દિવસે આવે છે ? – ચૈત્ર સુદ નોમ
  • ગીફ્ન વસ્તુ એટલે કેવા પ્રકારની વસ્તુ ? – હલકી વસ્તુ
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે ? – દર બે વર્ષે
  • AVSM નું પૂર્ણ નામ જણાવો ? – અતિ વિશિષ્ઠ સેના મેડલ
  • હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા કોણ હતા ? – દેવિકા રાણી
  • તોલ-માપના ત્રાજવાં-કાંટા માટે કયું સ્થળ જાણીતું છે ? – સાવરકુંડલા
  • રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્યમથક ક્યા આવેલું છે ? – મુંબઈ
  • ‘વેદો’ ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? – શ્રુતિ
  • સાસુ-વહુના પ્રખ્યાત દેરા ક્યા આવેલ છે ? – કાવી ગામ (ભરૂચ)
  • એફીડેવીટમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડે ? – 20 રૂપિયાનો
  • ભારતનું ભાવી તેના વર્ગખંડોમાં ઘડાય છે – આ વાક્ય કોનું છે ? – કોઠારી કમિશન
  • અપ્સરા રીએકટર ક્યા દેશના સહયોગ દ્ધારા વિકસાવામાં આવ્યું હતું ? – યુ.કે.
  • જયભેદ શબ્દનો સમાસ ઓળખાવો . – તત્પુરુષ
  • સમાનાર્થી શબ્દ લાખો : અકૂપાર = સમુદ્ર
  • કોઈની પણ મદદ ન લેનાર = સ્વાવલંબી
  • બાળસાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ? – ગિજુભાઈ બધેકા
  • “બાંધી મૂઠી લાખની” કહેવતનો અર્થ આપો ? – રહસ્ય છુપાવેલું હોય ત્યાં સુધી મહત્વનું હોય
  • પંદર દિવસે એકવાર પ્રકાશિત થનારું……….. કહેવાય. – પાક્ષિક
  • ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી આપો : આંબો
  • ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો – પંક્તિમાં અલંકાર ઓળખાવો . – વર્ણાનુપ્રાસ
  • જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? – કનૈયાલાલ મુનશી
  • કવિ ન્હાનાલાલ શેના માટે જાણીતા છે ? – ડોલન શૈલી માટે
  • નરસિંહરાવ દિવેટિયા ના ઉપનામ આપો ? – સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ
  • ‘સાપના ભારા’ કૃતિના લેખક = ઉમાશંકર જોશી
  • કમ્પ્યુટરમાં ‘ડીજીટલ વર્સેટાઈલ ડિસ્ક’ એ કેવું સાધન છે ? – સંગ્રાહક
  • નીલમ બાગ પેલેસ ક્યા શહેરમાં છે ? – ભાવનગર
  • ‘માનવી સામાજિક પ્રાણી છે’ આ વિધાન કોનું છે ? – એરીસ્ટૉટલ
  • ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણહતા ? – હંસાબહેન મહેતા
  • ‘સુરજબારી’ શું છે ? – એક પુલનું નામ
  • અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ? – અંદાજપત્ર

મિત્રો, જો તમને જનરલ નોલેજ ના આ સવાલ જવાબ ની લીસ્ટ વાંચવી ગમી હોય તો અમારા જ્ઞાનગંગા વિભાગની મુલાકાત પણ જરૂરથી લેજો.

You may also like...

1 Response

  1. Monika malam says:

    ગુજરાત ના જિલ્લાઓ ની માહિતી ની PDF જોવે se

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *