૪ પૈસા કમાઈ લો

બજેટ એટલે શું

૪ પૈસા કમાઈ લો

ગુજ્જુમિત્રો, આપણી ગુજરાતી ભાષા નું ગૌરવ સમાયેલું છે આપણી સંસ્કૃતિ, સાહિત્ય અને સભ્યતા માં. આજે હું ગુજરાતી ભાષાની એક કહેવત – ૪ પૈસા કમાઈ લો – વિષે વાત કરવાની છું.

છોકરો કાંઈક કમાશે તો ૪ પૈસા ઘરમાં આવશે. અથવા ૪ પૈસા કમાવા માટે માણસ રાત દિવસ કામ કરે છે. તો સવાલ છે કે આ કહેવાતોમાં ૪ પૈસા જ કેમ ૩ પૈસા નહીં ૫ પૈસા નહીં ? તો ૪ પૈસાની આ કહેવતને વિગતે સમજીએ.

પહેલો પૈસો કૂવામાં નાંખવાનો.
બીજા પૈસાથી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું.
ત્રીજા પૈસાથી આગળનું દેવું ચૂકવવાનું.
ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો.

આ પરિભાષા ના સાચા અને ઊંડા અર્થ ને જાણવા માટે આગળ વાંચો.

૧. એક પૈસો કૂવામાં નાંખવાનો. એટલે કે પોતાના સંતાન પરિવારનો પેટ રૂપી ખાડો (કુવો) પુરવાની વાત છે.

૨. બીજા પૈસાથી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું. પોતાના માતા-પિતાની સેવા માટે તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા, તો તે કરજ ઉતારવા માટે.

૩. ત્રીજા પૈસાથી આગળનું દેવું ચૂકવવાનું. પોતાના સંતાનને ભણાવી ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે (એટલે કે ભવિષ્યનું દેવું).

૪. ચોથા પૈસા આગળ માટે જમા કરવાનું. એટલે કે શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે, અસહાયની સેવા અર્થે

તો આ છે ૪ પૈસાની વાત.

Read similar posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *