શરીરમાં વિટામિન સી નું પ્રમાણ જાળવવા માટે શું કરવું અને શું ના કરવું?
ગુજજુમિત્રો, કેમ છો? કોરોનાકાળમાં આપણે વિટામિન સી ના મહત્ત્વ વિષે વધુ જાગ્રત થયા છીએ અને હવે તો શિયાળો આવ્યો જેમાં આ વિટામિનની યોગ્ય માત્રા શરીરમાં હોવી અત્યંત જરૂરી છે. ચાલો આજે જાણીએ કે શરીરમાં વિટામિન સી નું પ્રમાણ જાળવી રાખવા માટે શું કરવું અને શું ના કરવું?
માનવ શરીર માટે ઉપયોગી છે વિટામિન સી
વિટામીન ‘સી’ ની જરૂરિયાત દરરોજ ૧૦૦ મિ.ગ્રા. જેટલી છે. વિટામીન ‘સી’થી કેન્સર થવાની શકયતા ઘટે છે, કેમકે તે આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે. વિટામીન ‘સી’ શરદીમાં ઘણો ફાયદો કરે છે. માનસિક તણાવની સ્થિતિમાં વધુ વિટામીન ‘સી’ની જરૂર રહે છે. પૂરતા પ્રમાણમાં વિટામીન ‘સી’ ન લેવાથી શરીરમાં કૉલેસ્ટરોલ વધી જાય છે.
વિટામિન સી ઓછું કેમ થાય છે?
ધુમ્રપાનથી વિટામીન ‘સી’ નષ્ટ થાય છે. વધારે પડતી દવા લેનારને વધુ વિટામીન ‘સી’ની જરૂર પડે છે. ગર્ભનિરોધક ગોળી લેનાર સ્ત્રીના શરીરમાંથી વિટામીન ‘સી’ ઓછું થઈ જાય છે. રોજના શાકભાજીમાંથી આપણને વિટામીન ‘સી’ મળી રહે છે, પરંતુ એ નાશ ન પામે એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
વિટામિન સી નું પ્રમાણ જળવાઈ રહે તેના માટે શું કરવું જોઈએ?
✔️ લીલી શાકભાજી ચપ્પા થી કાપવા કરતાં હાથે તોડીને સમારવી.
✔️ જમવાનું બનાવી વધુ સમય રાખી ન મૂકવું.
✔️ જમવાનું વારંવાર ગરમ ન કરવું.
✔️ શાકભાજી બની શકે તો છાલ સાથે જ રાંધો, કારણ કે છાલમાં વિશેષ પ્રમાણમાં વિટામીન ‘સી’ હોય છે. બટાટા છોલ્યા વિના અને ગાજર પણ ઘસીને સાફ કરીને વાપરવી જોઈએ.
✔️ બાફવાનાં શાકભાજી પાણીમાં બહુ વાર ઉકાળવાં નહિ.
વિટામિન સી શેમાંથી મળે છે?
✔️ત્રણ કાચાં ટામેટામાંથી ૩૦ થી પ૦ મિ.ગ્રા. વિટામીન ‘સી’ મળે છે.
✔️૨૫૦ ગ્રામ કોબીજમાં લગભગ ૫૦ મિ.ગ્રા. વિટામીન ‘સી’ હોય છે.
✔️પાંચ મધ્યમ કદના બટાટામાં પ૦ મિ.ગ્રા. વિટામીન ‘સી’ હોય છે.
✔️એક ગલાસ સંતરાના રસમાં પ૦ મિ.ગ્રા. વિટામીન ‘સી’ હોય છે.
✔️લગભગ દરેક ખાટા ફળોમાં વિટામીન C હોય જ છે ખાસ કરીને લીંબુમાં. આ વિષે વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લીક કરો : લાજવાબ લીંબુ ના ૨૦ ફાયદા