લીલાછમ માણસો રણ થતા જાય છે!
ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક બહુ માર્મિક કવિતા શેર કરવા માગું છું. આ કવિતામાં અજ્ઞાત કવિ જણાવે છે કે કેવી રીતે સમય બદલાઈ રહ્યો છે અને સમય કરતાં પણ વધારે ઝડપથી માનવી બદલાઈ રહયો છે. માનવતા ખોવાતી જાય છે અને લીલાછમ માણસો રણ થતા જાય છે!! પણ ચાલો આપણે આપણી સારપના ફૂલોથી આ રણને ફરીથી લીલુંછમ કરી દઈએ!
કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાંછમ માણસો રણ થતા જાય છે.
ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.
કહીએ દિલ ની વાતો, એવા માણસો,
ગુમસુમ થતા જાય છે.
શ્વાસ થી યે નિકટ હતા, જે અબઘડી,
આંખ થી સાવ ઓઝલ થતા જાય છે.
ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,
એ ઘરો હવે ખૂટતા જાય છે.
જે ઘરો માં જઈ,સહેજ હળવા થતા,
બારણાં એ ઘરો ના બંધ થતા જાય છે.
એ સાચું છે કે હવે,
“સ્થાન હળવાશ ના ઓછા થતાં જાય છે!
કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.
Read more Gujarati poem here.