જીંદગી ના નામે એક કવિતા
જીંદગી ના નામે એક કવિતા
જીંદગી ના નામે કવિતા લખી છે કારણકે
જીંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે!
જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે
ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે
મણાય એટલી માણી લેજો મિત્રો
કેમ કે જીંદગી તો જન્મ – મરણ વચ્ચે ની વાર્તા છે.
કેવી અજીબ વાત છે
ભગવાન ઘરે આવે એ સૌને ગમે છે
પણ ભગવાન ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે
આંખોમાં વસનારા જ રડાવી જાય છે…
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,
પોતાના મો ચડાવી બેઠા ને
પારકા હસાવી જાય છે…
કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.
જીંદગી ના નામે કવિતા લખી છે કારણકે
જીંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે!
Read more poem here.