સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત

સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી

સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી,
અધૂરા કાર્ય જો મૂકશો પડતા તો કંઈ વળવાનું નથી.

ચકલીની આંખ સિવાય પણ આડુંઅવળું દેખાશે ઘણું ,
મૂળ મુદ્દાથી ભટકી જશો તો, લક્ષ્ય કદી કળવાનું નથી.

પલાયનવાદ ના પેટે પ્રતિષ્ઠા કયારેય જન્મ લેતી નથી,
અડગ રહેજો આખર સુધી, કયાંય પણ ચળવાનું નથી.

મુસીબતો ને મુશ્કેલીઓ આવતી રહેશે એક પછી એક,
સામનો કરો, સંઘર્ષ કરો, રાંકાની જેમ રઝળવા નું નથી.

શક્તિહીન,પરાધીન નું કોણ સાંભળે છે આ સમાજમાં ?
પત્થર છે બધા પરમેશ્વરો, કોઈ અહી પિગળવાનું નથી.

અગનપિછોડી ઓઢી છે,તો આગ પણ ઓલાવવી પડશે,
સલાહ આપવા આવશે સહુ, સાથે કોઈ સળગવાનું નથી.

આત્મહત્યા એ અંતિમ પ્રયાય નથી,સમસ્યાના સુજાવનો,
“મિત્ર” જીવો ત્યાં સુધી ઝઝુમો,માથે પડેલું,એ ટળવાનું નથી.❜❜

~ વિ કે સોલંકી

દિલ મારું પૂછે છે દોસ્ત તું ક્યાં જાય છે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *