કંઈક તો ખામી રહી હશે ભણતરમાં
કંઈક તો ખામી રહી હશે ભણતરમાં
કંઈક તો ખામી રહી હશે ભણતરમાં
નહિતર
આર્યભટ્ટનાં દેશમાં બાળકો
ગણિતમાં નાપાસ થાય નહીં
અને કાલિદાસને ભૂલી જઈ
શેક્સપિયર ભજવાય નહીં
સુશ્રુતનાંં દેશમાં સારવાર
આટલી નબળી થાય નહીં
અને
પ્રતાપ-શિવાજી છોડીને
અકબર-ઔરંગઝેબ પૂજાય નહીં
નક્કી, કંઈક તો ખામી
રહી હશે ભણતરમાં
નહિતર
દેશનો દીકરો માતૃભાષા
બોલવામાં થોથવાય નહીં
કંઈક તો ખામી રહી હશે
ઘડતરમાં
નહિતર
નાનાં નાનાં સ્વાર્થ પાછળ
જીવનનાં સંબંધ જોખમાય નહીં
વસુધૈવ કુટુંબકમ્ ને બદલે
માબાપ વૃદ્ધાશ્રમ જાય નહીં
દિવસ હોય કે રાત
ક્યારેય નિર્ભયા લૂંટાય નહીં
અને
સાત જન્મોનો સંબંધ,
એ લગ્નનો સોદો કદી થાય નહીં
નક્કી, કંઈક તો ખામી
રહી હશે ઘડતરમાં
નહિતર
જીવનનું મૂલ્ય શૂન્ય બનાવી
આમ આત્મહત્યાઓ થાય નહી
Read more poems here.