સાયકલ ચલાવવી અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે!!

ગુજરાતી જોક

ગુજજુમિત્રો આજે હું તમને આ પોસ્ટ માં જણાવવા માગું છું કે સાયકલ ચલાવવી અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે!! માનવામાં નથી આવતું? તો વાંચો આ પોસ્ટ અને હસો પેટ ભરીને.

????????????????????????????????????????????

આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે.

એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે.

કારણકે તે કાર નથી ખરીદતો.

લોન નથી લેતો.

કારનો વિમો નથી કરાવતો.

પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.

એ કારની સર્વિસ નથી કરાવતો.

અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.

એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.

એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો.

એ મોટા પેટનો નથી થતો.

એ બિમાર પડતો નથી.

જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી.

એ દવાઓ નથી ખરીદતો,

એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,

એ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરતો,

તેનાથી ઉલટું!

એક ફાસ્ટ ફૂડ ની દુકાન 30 નોકરી ઉભી કરે છે.

10 હ્રદયનાં ડોક્ટર.

10 દાંતનાં ડોક્ટર.

10 વજન ઘટાડવાનાં ડોક્ટર, જિમ અને તેને લગતી દવાઓનું વેચાણ વધારે છે.

પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક! તો માનો છો ને કે સાયકલ ચલાવવી અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે!!

સાયકલ ચાલક કે પછી કાર ચાલક!

નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમ કે એતો સાયકલ પણ નથી ખરીદતો!!!

???????????? ???????? ????????????

Read more jokes here.

You may also like...

2 Responses

  1. Ila says:

    Very nice????????????????

  2. Harsh says:

    Hahaha!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *