કોરોના સ્પેશ્યલ કંકોત્રી

કોરોના સ્પેશ્યલ કંકોત્રી

કોરોના સ્પેશ્યલ કંકોત્રી

કોરોના સ્પેશ્યલ રમુજી કંકોત્રી

||જય શ્રી વાયરસ દેવતાય નમ:||
||જય શ્રી સોશિયલ અંતરાય નમ:||
સ્નેહી શ્રીદેશવાસીઓ
ચીનની અસીમ કૃપાથી અમારાં શરદીબેન તથા શ્રી તાવભાઈનાં કપાતર સુપુત્ર
ચિ. કોરોના
નાં અશુભ લગ્ન
ચિ. ખાંસી
છીંકબેન કફભાઈ કાળોત્રાંની સુપુત્રી સાથે નિર્ધારેલ છે.

તો આ અશુભ પ્રસંગે પોતપોતાના નિવાસસ્થાને ઉપસ્થિત રહી નવદંપતિને થાળી-ઢોલ વગાડી તથા દીપ પ્રાગટ્ય દ્વારા નરકમાં વિદાય આપશોજી…

રાસ ગરબા :- પોતપોતાના ઘરે
કોઈ પણ ટાઈમે
માસ્ક બાંધીને
2 ફૂટનાં અંતરે

મંડપ મુહૂર્ત :-નિવાસસ્થાને
ભોજન સમારંભ :- નથી રાખ્યું
(ધંધા બંધ હોવાથી મંદીનાં કારણે)

-: ટહુકો :-
“….આઘા રહેજો રાજ….”

-: સ્વાગતભિલાષી :-
મંત્રી શ્રી નમસ્કાર
પ્રમુખ શ્રી હેન્ડવોશ
ઉપપ્રમુખ શ્રી સાબુ

અન્ય
કુ.ટીસ્યુ
અ.સૌ. કચરાપેટી
ડૉ. સ્વચ્છતા

Also read : ભૂલો ભલે બીજું બધું ….પતિ ને ભૂલશો નહીં!!! – ગુજરાતી હાસ્ય કવિતા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *