અંબા અભય પદ દાયિની રે
ગુજજુમિત્રો, આજે હું તમને નવરાત્રી નિમિત્તે એક બહુ ભાવપૂર્ણ ગરબા ના શબ્દો જણાવી રહી છું. મને આશા છે કે આ ગરબો ગાતા ગાતા તમને માતાજી ની અસીમ કૃપા પ્રાપ્ત થશે. તો ચાલો, ગાઈએ અંબા અભય પદ દાયિની રે ..
અંબા અભય પદ દાયિની રે
અંબા અભય પદ દાયિની રે (૨)
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયની રે (૨)
અંબા અનાથની નાથ ભીડ ભંજની
હેમ હિંડોળે હિંચકે રે, (૨)
હીંચે આરાશુરી માત ભીડ ભંજની, (૨)
અંબા અભય…
સંખીઓ સંગાથે ગોઠડી રે, (૨)
આવી આઠમ ની રાત ભીડ ભંજની, (૨)
અંબા અભય…
સર્વે આરાશુરી ચોકમાં રે, (૨)
આવો તો રમીએ રાસ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
એવે સમે આકાશથી રે, (૨)
આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, (૨)
અંબા અભય…
કોણે બોલાવી મુજને રે, (૨)
કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
મધ દરિયો તોફાનમાં રે, (૨)
માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
કીધી કમાણી શુ કામની રે, (૨)
જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની (૨)
અંબા અભય …
વાયુ ભયંકર ફૂંકાતો રે, (૨)
વેરી થયો વરસાદ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
પાણી ભરાણા વહાણમાં રે, (૨)
એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, (૨)
અંબા અભય…
આશા ભર્યો હું આવીયો રે, (૨)
વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
હૈયું રહે નહિ હાથમાં રે, (૨)
દરિયે વાળ્યો આજ દાટ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
મારે તમારો આશરો રે, (૨)
આવો આવોને મારી માત ભીડ ભંજની, (૨)
અંબા અભય…
અંબા હિંડોળેથી ઉતર્યા રે, (૨)
ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, (૨)
અંબા અભય…
સખીઓ તે લાગી પુછવા રે, (૨)
ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
વાત વધુ પછી પુછજો રે, (૨)
બાળ મારો ગભરાય ભીડ ભંજની, (૨)
અંબા અભય…
ભક્ત મારો ભીડે પડ્યો રે, (૨)
મારાથી કેમ ખમાય ભીડ ભંજની, (૨)
અંબા અભય…
એમ કહી નારાયાણી રે, (૨)
સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, (૨)
અંબા અભય…
ત્રિશુલ લીધું હાથમાં રે, (૨)
તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, (૨)
અંબા અભય…
એવું અમારૂ તારજો રે (૨)
માતા છો દીનદયાળ ભીડ ભંજની (૨)
અંબા અભય …
ધન્ય જનેતા આપને રે, (૨)
ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, (૨)
અંબા અભય…
પ્રગટ પરચો આપનો રે, (૨)
દયા કલ્યાણ કાઈ ગાય ભીડ ભંજની, (૨)
અંબા અભય…
બધી સેવકની ભાંગજો રે, (૨)
સમયે કરજો સહાય ભીડ ભંજની, (૨)
અંબા અભય…
અંબા અભય પદ દાયિની રે …