ગુજરાત ના શહેરોની સુપ્રસિદ્ધ વાનગીઓ
ગુજરાત ના શહેરોની સુપ્રસિદ્ધ વાનગીઓ
ગુજજુમિત્રો, આજે હું તમને ગુજરાત ના શહેરોની સુપ્રસિદ્ધ વાનગીઓ નો પરિચય આપવાની છું. ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી ! ગુજરાતની વાનગીઓ પણ ગુજરાતની ગરિમા અને સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. ચાલો આજે ગુજરાતની જુદીજુદી જગ્યાની મુલાકાત લઈએ. અને જાણીએ કે ક્યાં શહેરો માં મળશે ગુજરાત ની આ પ્રસિદ્ધ વાનગીઓ? વાત થઈ રહી છે ગુજરાતના અમુક શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે. તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર.
જૂનાગઢ:
કપા નાં વણેલા ગાંઠિયા
પટેલની પાપડી
મોર્ડન ની ફરાળીપેટીસ
ચામુંડા ની લચ્છી
હિતૂલાલ નો શ્રીખંડ
હરિ ૐ નાં પેંડા
નરસી ભૂરા નો ચેવડો
જયંત ની સોડા & શરબત
રતનશી માવજી નું ડબલ બદામ કોલડ્રીંક આઈસક્રીમ સાથે
જગદીશ નું પાન,શીંગ સોડા
સ્વાતિ નો 4 ફૂટ નો પેપરઢોંસો
રાજુ મદ્રાસી નો ઉતપમ
ચેન્નાઇ એક્સપ્રેસ નાં વડા સાંભાર
સન્તુર નું પંજાબી
મનહર નાં ભજીયા
નારાયણ ની ભેળ,રગડો,પેટીસ
સુભાષ ની પાણીપુરી
રાજકોટ:
મયૂર ભજિયા ,
મનહરના સમોસા-ભજિયા ,
ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા ,
રાઠોડ નો શેરડી નો રસ ગાયતરી મેઇન રોડ.
જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા ,
રામ ઔર શ્યામના ગોલા ,
સોરઠિયા વાડી સર્કલની હંગામાં કૂલ્ફી ,
ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ ,
કરણપરાના બ્રેડ કટકા ,
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા ,
જોકરના ગાંઠિયા ,
સુર્યકાંતના થેપલા-ચા ,
જય સિયારામના પેંડા ,
રસિકભાઈનો ચેવડો ,
જલારામની ચિકી ,
ગોરધનભાઈનો ચેવડો ,
આઝાદના ગોલા,
બાલાજીની સેન્ડવીચ ,
અનામના ઘુઘરા ,
ઇશ્વરના ઘુઘરા ,
રાજુના ભાજીપાંવ,
મગનલાલનો આઇસ્ક્રીમ ,
સોનાલીના ભાજીપાંવ ,
સાધનાની ભેળ ,
નઝમીનું સરબત ,
રાજમંદિરની લસ્સી ,
ભગતના પેંડા ,
શ્રીરામની ચટણી ,
મીલપરાનું અમદાવાદી ખમણ,
પટેલના ભાજીપાંવ ,
સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ ,
રઘુવંશીના વડાપાંવ ,
બજરંગની સોડા ,
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા ,
કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા ,
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા ,
કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા ,
સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ ,
મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.
વડોદરા :
દુલીરામના પેંડા ,
મહાકાળીનું સેવઉસલ ,
પારસનું પાન ,
ભાઇભાઇની દાબૅલી ,
શ્રીજીના વડાપાંવ ,
એમજી રોડ પર લાલાકાકાના ભજિયા ,
મંગળ બજારમાં પ્યારેલાલની કચોરી ,
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ ,
રાજમહેલ રોડ પર રાજુના ખમણ ,
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ ,
કોઠી ચારરસ્તા પાસે મનમોહનના સમોસા,
જગદિશનો ચેવડો ,
ટેસ્ટીના વડાપાંવ ,
ફતેહરાજના પૌવા ,
વિનાયકનો પુલાવ ,
લાલાકાકાના ભજિયા ,
નાળિયેર પાણીની સિંગ ,
ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા.
સુરત :
રમેશનો સાલમપાક ,
કિશોરનો આઇસ્ક્રીમ ,
જાનીનો લોચો ,
લાલદરવાજાનો ગોપાલનો લોચો ,
ગાંડાકાકાના ફાફડા,
વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ ,
અઠવા લાઈનના કાકીના ભાજીપાંવ,
ચોપાટી પાસે મહેશનો પુલાવ,
વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી ,
અંબાજી રોડ પર સુરતીના ખમણ ,
લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ ,
ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ ,
ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા ,
લીમડા ચોકમાં ચેવલીના ભજિયા,
ઝાંપાબજાર પાસે આદર્શની ચા ,
દાળિયા શેરીની નરેશની ભેળ ,
બેગમપુરામાં મઢીની ખમણી ,
સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા ,
મોટા વરાછામાં કુંભણિયા ભજિયા ,
ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે ,
ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી ,
ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો ,
વરાછા રોડ પરના મયૂરના ભજિયા.
ગાંધીનગર :
મયુરના ભજિયા ,
ગાંઠીયા રથના ગાંઠિયા ,
મહાલક્ષ્મીના ખમણ ,
મહારાજના દાળવડા ,
ભાભીના ભજિયા ,
બટુકના ગોટા ,
મોરલીના ઢોંસા ,
પુજાના ઢોકળા ,
સેંધાના ગોટા ,
અક્ષરધામની ખીચડી ,
લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ ,
વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી.
અમરેલી :
ચક્કાભાઈની ચા ,
જયહિન્દના ગોટા ,
ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી ,
હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા ,
ભગતનું ઉંધીયુ ,
મહારાજના ભાજીપાંવ ,
શિતલનુ કોલ્ડપાન.
ભૂજ :
બાસૂદી ગોળા ,
રજવાડી ગોળા ,
આઇસ્ક્રીમ ગોળા ,
વાણિયાવાડ ખાવડાના સાટા ,
પકવાન અને ગુલાબપાક ,
ગોવિંદજીના પેંડા ,
મધુની ભેળ ,
ધીરૂભાઈની રોટી ,
શંકરના વડાપાંવ.
સુરેન્દ્રનગર:
ભાભીના ભજીયા ,
રાજેશના સમોસા ,
જગદંબાના પરોઠા,
ઉકાનું પૂરી-શાક ,
સિકંદરની સિંગ ,
જલારામના વાળા-પાંવ ,
નોવેલ્ટીના પરોઠા -શાક ,
પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ ,
ચેતનાની દાબેલી ,
દાળમિલમાં સાગરની ખસતા કચોરી ,
એસ્ટ્રોનનું પાન ,
કિસ્મતની સોડા ,
સૂર્યાના ભાજીપાંવ,
ગોકુલનું સીઝલર ,
ગોપાલના મસાલા પાંવ.
જામનગર :
એચ.જે. વ્યાસનો શીખંડ ,
વલ્લભભાઈના પેંડા,
જનતા ફાટકના વણેલા ગાંઠિયા ,
જગદિશનો ફાલુદો,
ગીતાનો આઇસ્ક્રિમ,
જવાહરના પાન ,
દિલિપના ઘુઘરા ,
ઉમિયાના ભજિયા,
લખુભાઈનો રગડો,
ગીજુભાઈની ભેળપૂરી,
ડાયફ્રુટની કચોરી.
મહેસાણા:
સહયોગના પેંડા ,
મુરલીના વડાપાંવ,
પટેલની ખમણી ,
સ્ટેશનની ચા ,
રામપુરા ચોકડીની દાબેલી ,
ક્રિષ્નાની દાબેલી.
બારડોલી :
જલારામના પાંતરા ,
જલારામના ખમણ ,
જલારામની ખીચડી ,
મહારાણાના દાણા-ચણા ,
ભરકાદેવીનું આઈસ્ક્રીમ,
જેઠાની પાંવભાજી.
જેતપુર :
વજુગીરી ના ભજીયા ,
દિપકની દાબેલી ,
નાથબાપાના લસણિયા સેવ મમરા ,
ભગતના પેંડા.
ભાવનગર :
ભગવતીનું સેવ-ઉસળ.
નરશીબાવા ના ગાંઠિયા ,
દાસ ના પેંડા,
પાંચભાઈ ના ઢોકળા,
રુપમ ચોક ના ભુંગળાબટેટા,
ગાંઠિયા બટેટા,
બચુભાઈ દુધવાળા નો શિખંડ,
લગ્ન મા દવે ની મીઠાઈઓ.
આણંદ :
રેલવે સ્ટેશનની દાબેલી,
પાંડુના દાલવડા ,
યોગેશના ખમણ ,
સાસુજીનો હાંડવો.
દાહોદ :
બાદશાહ કૂલ્ફી.
ગોધરાઃ
પેટ્રોલ પંપના ભજિયા ,
ગાયત્રીની લસ્સી ,
શંકરની ભાજી-પાવ ,
ગોપાલનો ગોટો.
બોટાદ :
જેરામભાઈનો ચેવડો.
મોરબી :
પકાના ભૂંગરા બટાટા ,
કાનાની દાબેલી ,
ભારતની પાણીપુરી ,
મયુરના ભજિયા ,
ચક્કાના બ્રેડ બટાટા ,
જૈનના ખમણ.
નવસારી:
વિકાસના સમોસા ,
મામાની પેટીસ.
ધારી:
કનૈયા ડેરીનો શીખંડ.
મહુવા:
વરિયાળીનું સરબત.
નડિયાદ :
સિંધી બજારનું ગળિયું ચવાણું,
વસો ગામના પત્તરવેલિયા
તળાજા :
મોહન ના પેંડા,
નાકા નું પુરી શાક,
ભગવાન ના ગાઠીયા,
A1 ની સેન્ડવીચ,
રામ ના રજવાડી,
મારાજ ના બટેટા,
પુનાભાઈ નો ધાબો,
ગુજજુમિત્રો, હું આ લેખમાં બધાં જ શહેરો નો સમાવેશ નહીં કરી શકું કારણકે ગુજરાત ના બધાં શહેરોની વાનગીઓ સુપ્રસિદ્ધ છે. પણ હા ટૂંકમાં નીચે જણાવું છું કે તેના કયા શહેરમાં શું વખણાય છે?
ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ?
- અમદાવાદ ના મસ્કાબન , કટિંગ ચા , મકરસંક્રાતિ
- સુરત નું જમણ , ઘારી , સુરતણફેણી , ખમણ ઢોકળા , ઉઘીયું અને લોચો.
- રાજકોટ ની ચીકી , પેંડા , બ્રેડ કટકા અને રંગીલી પ્રજા.
- વડોદરા નો લીલો ચેવડો , ભાખરવડી અને નવરાત્રિ.
- જામનગર ની બાંધણી , કચોરી , તાળા , આંજણ અને પાન.
- કચ્છ ની દાબેલી , ગુલાબપાક , કળા કાળિગીરી અને ખુમારી.
- મોરબી ના તળીયા (ટાઇલ્સ) , નળિયા અને ઘડીયાલ.
- ભરુચ ની ખારી શિંગ.
- સુરેન્દ્રનગર ના સેવમમરા , કચરીયું અને શીંગ.
- ભાવનગર ના ગાંઠિયા અને ફૂલવડી, મુનિ નો મઠો,
- પાલનપુર નું અત્તર , પેંડા , ખાખરા અને હીરાના વેપારી.
- સોરઠ નો સાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર.
- પાટણ ની રેવડી , દેવડા અને પટોળા.
- પોરબંદર ની ખાજલી, ગોટી સોડા અને માફિયા.
- નવસારી ની નાનખટાઇ.
- ખંભાત નું હલવાસન.
- ડાંગ નો ચોખ્ખાનો રોટલો , નાગલી , વાંસનું શાક અને ડાંગ દરબાર.
- વલસાડ ના ચીકુ અને હાફૂસ.
- ડાકોર ના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલ દૂધ.
- વાપી નું ઉબાડિયું.