પક્ષી પાસે થી શીખવાના ૧૩ બોધપાઠ

પક્ષી પાસે થી શીખવાના ૧૩ બોધપાઠ
ગુજજુમિત્રો, પ્રકૃતિ સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. અને પ્રકૃતિમાં સમાવેશ થાય છે વૃક્ષો, પક્ષીઓ અને આકાશ, તારાં સૂરજ, ચાંદો, નદી, વરસાદ, પવન અને બીજું ઘણું બધું. આજે હું તમને પક્ષી પાસે થી શીખવાના ૧૩ બોધપાઠ વિષે જણાવવા માગું છું. ચાલો જાણીએ, પક્ષીઓથી શું શું શીખવા જેવું છે અને એવું શું છે જે આપણને એક બહેતર ભવિષ્ય તરફ લઈ જવામાં મદદ કરશે.
૧. તેઓ રાતે કંઈ ખાતા નથી.
૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી.
૩. તે પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. ટ્રેઈન થવા બીજા પાસે મોકલતા નથી.
૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા નથી. તમે કેટલાય દાણા નાખ્યા હોય તો પણ થોડું ખાઈને ઉડી જશે. વળી જોડે 1 દાણોય લઈ જતા નથી.
૫. રાત પડતા જ સુઈ જાય સવારે વહેલા ઉઠી જાય. તે પણ ગાતા ગાતા જ ઉઠે.
૬. ગમે તેવું હોય તો પણ પોતાનો ખોરાક બદલાતા જ નથી.
૭. પોતાની જ્ઞાતિમાં જ પરણશે એટલે કે કુટુંબ જોડે જ રહી શકાય. તમે હંસ કાગડાની જોડી પતિ-પત્નિ તરીકે ક્યાંય જોઈ? તેવું હોતું કે બનતું જ નથી ને.
૮. પોતાની શરીર જોડેથી ખૂબ કામ લે છે. રાત સિવાય આરામ પણ કરતા નથી.
૯. બીમાર પડે તો ખાવાનું બંદ કરી દે છે. ને શરીર સારું થાય મનને ઠીક લાગે ત્યારેજ ખાય છે.
૧૦. પોતાના બચ્ચાઓને ખૂબ સ્નેહ કરે છે.ખૂબ પ્રેમ આપે છે.
૧૧. અંદરો-અંદર ઝગડવાનું ઓછું.હળી મળીને રહેવાનું વધુ.
૧૨. કુદરતના બધા નિયમોનું પાલન ફરજીયાત કરતા હોય છે.
૧૩. પોતાનું ઘર/માળો પણ ઇકો ફ્રેન્ડલી જ બનાવે. પોતાની જરૂરિયાત જેટલો ને જેવો જ.
Beautiful post!!!