૨૫૦ ગુજરાતી સમાનાર્થી શબ્દો

પ્રાચીન ભારત તંદુરસ્તીના સૂત્રો

ગુજજુમિત્રો, આજે હું અમુક જરૂરી ગુજરાતી શબ્દો ના સમાનાર્થી લખી રહી છું. ગુજરાતી સમાનાર્થી શબ્દો ની આ લીસ્ટ એ સૂચવે છે કે ગુજરાતી ભાષા કેટલી વિશાળ અને સમૃદ્ધ છે. મને આશા છે કે આજકાલ અંગ્રેજી મીડિયમ માં ભણનારા વિદ્યાર્થીઓ ને આ સૂચિ ગૌરવશાળી ગુજરાતી ભાષાનો વધુ પરિચય આપશે.

  1. લોચન:- ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ, નેન
  2. અવાજ:- રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ, કલરવ, કિલ્લોલ, શબ્દ, સૂર, કંઠ, નાદ
  3. આકાશ:- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ, વિતાન, નભસિલ, ફલક
  4. રજની:- રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની, વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા, રાત
  5. સાગર:- સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ, સાયર, જ્લનિધી, દધિ, સાયર, અર્ણવ, રત્નાકર, મહેરામણ, મહોદધિ
  6. નસીબ:- ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર
  7. સુવાસ:- પમરાટ, મહેંક, પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ, પીમળ, સુગંધ, પરિમણ, ફોરમ,
  8. ધરતી:- પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા, અચલા, વસુમતી, ધરા, ભોય, જમીન, ભોમકા, ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા, અવનિ,
  9. સૂરજ:- રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા, આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ, મધવા, અંશુમાલી, મરીચી , ખગેશ, ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર, ખુરશદે, કિરણમાલી, મિહિર, દિનકર, આફતાબ, આદિત્ય, અર્ક, ઉષ્ણાંશુ, દીનેશું
  10. પંકજ:- કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ, અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ, નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ, કુવલય, કુસુમ, વારિજ, પોયણું,
  11. ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ, મધુપ, દ્વિફ
  12. પાણી:- જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ
  13. વિશ્વઃ- સૃષ્ટિ, જગ, જગત, દુનિયા , સંસાર, લોક, આલમ, બ્રહ્માંડ, ભુવન, ખલક, દહર
  14. દિવસ:- દહાડો, દિન, દી ,અહ્‌ર (આજ),
  15. રાત:- રાત્રિ, રાત્રી, નિશા, નિશ, રજની, તમિસ્ત્
  16. ચાંદની:- ચંદની, ચાંદરડું, ચાદરણું, ચંદ્રકાંતા, ચંદ્રજ્યોત, ચંદ્રપ્રભા, ચંદ્રિકા, ચાંદરમંકોડું, કૌમુદી, જયોત્સના, ચંદ્રિકા, ચન્દ્રપ્રભા
  17. શાળા:- શાલા, નિશાળ, વિદ્યાલય, વિદ્યામંદિર, શારદામંદિર, વિનયમંદિર, જ્ઞાન મંદિર, ફૂલવાડી, મકતબ, અધ્યાપન મંદિર, બાલમંદિર, શિશુવિહાર, પાઠશાલા, મહાશાલા, વિદ્યાનિકેતન, ગુરુકુળ, અધ્યાપન વિદ્યાલય, વિદ્યાભારતી, ઉત્તરબુનિયાદી, આશ્રમશાળા, આંગણવાડી
  18. ઘર:- ગૃહ, આવાસ, મકાન, ધામ, સદન, નિકેત, નિકેતન, નિલય, રહેઠાણ, નિકાય, નિવાસ્થાન, બંગલી, બંગલો, હવેલી, ખોરડું, ખોલી, કુટિર, ઝૂંપડી, મઢી, છાપરી, ઠામ, પ્રાસાદ, મંજિલ, મહેલાત, મહેલ, મહોલાત, ફલેટ, વિલા,
  19. પર્વતઃ- પહાડ, ગિરિ, નગ, અદ્રિ, ભૂધર, શૈલ, અચલ, કોહ, તુંગ, અશ્મા, ક્ષમાધર, ડુંગર,
  20. જંગલ:- વન, વગડો, અરણ્ય, રાન, ઝાડી, અટવિ, વનરાઇ. કંતાર, આજાડી, કાનન, અટવી
  21. વરસાદ:- વૃષ્ટિ, મેઘ, મેહ, મેહુલો, મેવલો, મેવલિયો, પર્જન્ય, બલાહક
  22. ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ
  23. પક્ષી:- પંખી, વિહંગ, અંડજ, શકુંત, દ્વિજ, શકુનિ, ખગ, બ્રાભણ, નભસંગમ, વિહાગ, વિહંગમ. શકુન, શકુનિ, ખેચર
  24. વાદળ:- નીરદ, પયોદ, ઘન, મેઘલ, જીમૂત. જલદ, મેઘ, બલાહક, અબ્રફુલ, અંબુદ, વારિદ, ઉર્વી, અબ્દ, જલઘર, પયોધર, અંબુધર, અંબુવાહ, અંભોદ, અંભોધર, તોયદ, તોયધર
  25. મુસાફર:- પથિક, અધ્વક, પંથી, રાહદારી, યાકિ, વટેમાર્ગુ, ઉપારૂ, પ્રવાસી
  26. પ્રવીણ:- કાબેલ, હોંશિયાર, ચાલાક, પંડિત, વિશારદ, ધીમાન, વિદગ્ધ, પ્રગ્ન, બુધ, દક્ષ, કોવિંદ, તજજ્ઞ, કર્મન્ય, ચકોર, નિષણાંત, આચાર્ય, ખૈર, વિદ્યાગુરૂ, ભેજાબાજ, પારંગત , ચતુર, કુશળ, પાવરધો, કુનેહ, ખબરદાર
  27. બગીચો:- વાટિકા, વાડી, ઉધાન, પાર્ક, વનીકા, આરામ, ફૂલવાડી, ગુલિસ્તાન, ગુલશન, ખેતર, બાગ, ઉપવન
  28. અરજ:- વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી, વિજ્ઞપ્તિ, કરગરી, કગરી, અભ્યર્થના, ઈબાદત, અનુનય, અરજી, ઇલ્તિજા, અર્ચના, આર્જવ, સરળતા
  29. ભપકો:- ઠાઠ, દંભ, દમામ, પાખંડ, ઠસ્સો, ઠઠારો, શોભા, શણગાર, આડંબર, દબદબો, રોફ, ભભક, ચળકાટ, રોફ, તેજ, ડોળ
  30. સેના:- લશ્કર, સૈન્ય, ચેમૂ, અનીક, કટક, ફોજ, પૃતના, અસ્કર, દલ.
  31. ઝઘડો:- બબાલ, વિગ્રહ, લડાઈ, જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક, તોફાન, કજીયો, કંકાસ, હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન, ચકમક
  32. કાપડ:- વસ્ત્ર, અશુંક, અંબર , વસન, પટ, ચીર, કરપટ, પરિધાન, લૂંગડુ, વાઘા
  33. ઝાકળ:- શબનબ, ઓસ, ઠાર, બરફ, હેમ, તુષાર
  34. સફેદ:- ધવલ, શુક્લ, શ્વેત, શુભ્ર, શુચિ, વિશદ, ઉજળું, ગૌર
  35. વૃક્ષ:- તરૂ, ઝાડ, પાદપ, તરુવર, દ્રુમ. દરખત,
  36. અંધારું:- તમસ, વદ, તિમિર, તમિસ્ત્ર, ધ્વાંત, અંધકાર, કાલિમા,
  37. પુત્ર:- નંદ, દીકરો, સુત, આત્મજ, વત્સ, તનય, તનુજ, બેટો, છોકરો
  38. પુત્રી:- દીકરી, સુતા, તનુજા, ગગી, છોકરી, બેટી, આત્મની, આત્મજા, દુહિતા, કન્યા, તનયા
  39. ફૂલ:- પુષ્પ, કુસુમ, ગુલ, સુમન, પ઼સૂન, કુવ, કળી,
  40. ગંધ:- વાસ, બાસ, સોડ, સોરમ, બદબૂ, બૂ, કુવાસ
  41. સુગંધ:- સુગંધી, સૌગંધ, સુવાસ, ફોરમ, સૌરભ, મહેક, ખુશબુ, પમરાટ, સોડમ, પરિમલ
  42. છાત્ર:- શિષ્ય, શિક્ષાર્થી, અભ્યાસી, વિદ્યાર્થી
  43. પશુ:- ઢોર, જાનવર, જનાવર, તૃણચર, ચોપગું
  44. સિંહ:- વનરાજ, કેશરી, પંચમુખ, પંચાનન, કેશી, કરભરી, હરિ, શેર, ત્રસિંગ, સાવજ, મૃગેન્દ્ર, મયંદ
  45. શિક્ષક:- ગુરુ, અધ્યાપક, શિક્ષણકાર, શિક્ષણશાસ્ત્રી, પ઼ાધ્યાપક
  46. વાઘ:- વ્યાધ઼, શેર, શાર્દુલ, દ્વીપી
  47. અશ્વ:- ઘોડો, તોખાર, તેજી, ઘોટક, તુરંગ, હય, વાજી, રેવંત, સૈધવ
  48. ગઘેડો:- ખર, ગર્દભ, ગર્ધવ, ખોલકો, વૈશાખનંદન
  49. ઉજાણી:- જાફાત, જિયાફત, મિજબની, જમણ, મિજસલ, મેળાવડો, ઉત્સવ, ઉજવણી, સભા, સંમેલન
  50. દુઃખ:- આર્ત, પીડિત, વિષાદ, વેદના, પીડા, દર્દ, ઉતાપો, વ્યાધિ, વ્યથા, લાય, બળતરા, કષ્ટ, તકલીફ, અજીયત, આપત્તિ, વિપત્તિ શૂળ, આપદા, મોકાણ,
  51. કનક:- સોનું, હેમ, સુવર્ણ, હિરણ્ય, કંચન, કુંદન, કજાર, જાંબુનદ, હાટક,
  52. ભારતી:- સરસ્વતી, શારદા, ગિરા, શ્રી, રાગેશ્વરી, વાણી, મયુરવાહીની, વીણાધારિણી, હંસવાહની, હંસવાહિણી, વાગીશા, વાગીશ્વરી, વાગ્દેવી
  53. કોમળ:- મુલાયમ, મૃદુ, કોમલ, મંજુલ, સુકુમાર, નાજુક, ઋજુ, મૃદુતા,
  54. કોતર:- ખીણ, કરાડ, ભેખડ, બોડ, ગુફા, બખોલ, કુહર, ખોભણી, ગહવર, ગુહા, ઘેવર
  55. સાપ:- સર્પ, ભૂજંગ, નાગ, અહિ, વ્યાલ, ભોરીંગ, પન્નગ, કાકોદર, ફ્ણધર, ઉરગ, વિષઘર, ભોમરંગ, આશીવિષ, અર્કણ,
  56. ચક્ષુ:- શ્રવા, કાકોલ
  57. હાથી:- ગજ, દ્વીપ, કુંજર, વારણ, ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ, સિંધુર, મતરંજ, કરિણી, ઐરાવત, કુરંગ, હસ્તી, મેગળ,
  58. મહેશ:- મહાદેવ, આશુતોષ, ઉમાપતિ, નીલકંઠ, રુદ્ર, શંકર, શિવ, ધૂર્જટી, ઉમેશ, શંભુ, ચંદ્રમૌલી, યોગેશ, નીલકંઠ, ત્રિલોચન, ચંદ્રાગદ, શર્વ, ભોળાનાથ
  59. હાથણી:- કરિણી, કરભી, માતંગી, હસ્તિની, વારણી
  60. વાનર:- વાંદરો, કપિ, હરિ, શાખામૃગ, મર્કટ, લંગૂર, કપિરાજ, કાલંદી, હનુમાન, બાહુક, બજરંગબલી, પવનપુત્ર, પ્લવંગ, હરિ, વલીમુખ
  61. મૃગ:- હરણ, કુરંગ, સાબર, રુરુ, કૃષ્ણસાર, કાળિયાર, સારંગ, છીંકારવું
  62. મૃગલી:- મૃગી, હરણી, હરિણી, કુરંગણી, કુરંગી
  63. મોર:- મયૂર, કલાપી, શિખંડી, શિખી, ધનરવ, કલાકર, નીલકંઠ, શકુંત, કેકાવલ, કલાપી, ઢેલ
  64. શરીર:- દેહ, કાયા, ઘટ, ખોળિયું, તન, તનુ, બદન, ડિલ, પંડ, પિંડ, કલેવર, ધાત્ર, બદન, જીસ્મ
  65. ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન
  66. નરાધમ:- નીચ, અધમ, કજાત, કપાતર, હરામી, નજિસ, નઠારું, નફફટ, ક્રૂર, નૃશંસનબત્તર
  67. બુદ્ધિ:- પ્રજ્ઞા,ચેતના, મતિ, અક્કલ, મેઘા, તેજ, મનીષ, સમજ, મતિ, ડહાપણ, દક્ષતા, મનીષા, જ્ઞાન
  68. દુનિયા:- સંસાર, જગત, આલમ, જહાં, વિશ્વ, ભુવન, ખલફત, મેદિની
  69. બાળક:- શિશુ, અર્ભક, શાવક, બચ્ચું, બાલ, સંતતિ, છોકરું, સંતાન, દારક, વત્સ
  70. સરોવર :- સર, કાસાર, તળાવ, જળાશય ,સ્ત્રોવર, મહાકાંસાર, ખાબોચિયું, તડાગ, દિર્ઘીકા, નવાણ, પલ્લવ, છીલર, જલાશય, પોખર પણઘટ, તડાગ
  71. અનલ:- આગ, આતશ, ક્રોધ, જાતવેદ, દેવતા, તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી, જવલન, અગ્નિ, દેવતા, પાવક, આતશ, અંગાર,
  72. જાતવેદ:- જાતવેદા, નચિકેતા, પલેવણ, પવમાન જ્વાલામાલી, વહિન
  73. પડદો:- આવરણ, પટંતર, આડ, ઓજલ, પડળ, જવનિકા, ઓથું, આંતરો, આચ્છાદન
  74. ચહેરો:- મુખ, વદન, શકલ, મુખારવિંદ, દીદાર, મુખમુદ્રા, ચાંડુ, સ્વરૂપ, આનંદ, વકત્ર, સૂરત, સિકલ, આનન, મોઢું, તુંડ
  75. મસ્તક:- મસ્તિક, મસ્તિષ્ક. માથું, શિર, શીર્ષ, સિર
  76. મગજ:- ભેજું, દિમાગ, દિમાક
  77. કપાળ:- લલાટ, ભાલ, નિલવટ, લિલવટ
  78. વાળ:- બાલ, કેશ, રોમ, નિમાળો, તનુરુહ,
  79. નાક:- નાસિકા, ઘ઼ાણિન્દ઼િય, નાસા, નાખોરું
  80. જીભ:- જિહવા, રસના, રસવતી, જીભલડી, જીભડી, લૂલી, લોલા, બોબડી, બોલતી, વાચા, વાણી,
  81. નસીબદાર:- નસીબવંત, ભાગ્યવાન, ભાગ્યશાળી, નસીબવાન, સુભાગી, ખુશનશીબ
  82. હોશિયાર:- ચાલાક, ચતુરાઇ, પટુતા, કાબેલિયાત, કુશળતા, નિપુણતા, બાહોશ, ચપળતા
  83. બુદ્ધિમાન:- ધીસ, ધીમંત, ધીમાન, પ઼ાજ્ઞ, દક્ષ, ચતુર, મતિમાન,
  84. ગુસ્સો:- કોપ, ચીડ, ખોપ, રોષ, ખીજ, ખિજવાટ
  85. નસીબ:- ભાગ્ય, દૈવ, દૈવ્ય, પ઼ારબ્ધ, તકદીર, નિયતિ, નિર્માણ, કરમ,
  86. શક્તિ:- તાકાત, સામર્થ્ય, જોર, જોમ, મગદૂર, હિંમત, દેન, કૌવત, બળ
  87. બળવાન:- તાકાતવાન, શક્તિમાન, સબળ, સમર્થ, બળકટ, જોરાવર, ધરખમ, ભડ
  88. બહાદુર:- જવાંમર્દ, શૂરવીર, હિંમતવાન, ભડવીર, સાહસિક
  89. સુંદર:- મજેદાર, મનોરમ, મોહક, રૂપાળું, રૂપવાન, રમ્ય, સુરમ્ય, રંગીન, રમણીય, સૌદર્ય, સુંદરતા, સુહાગી, કાન્ત, ખૂબસુરત, જમાલ, પેશલ, મનોહર, મનોજ્ઞ, હસીન, લલિત, સુભગ, ચારુ
  90. આનંદ:- હર્ષ, ખુશી, વિનોદ, હરખ, મજા, મઝા, લહેર, પ઼મદ, પ઼મોદ, ખુશાલી, મોજ,
  91. ઉદ્વેગ:- ચિંતા, વિષાદ, દુઃખ, અજંપો, ઉચાટ, મૂંઝવણ, ખેદ, ક્ષોભ
  92. નિર્બલ:- દુર્બલ, કમજોર, નબળું, પાંગળું, નમાલું, લાચાર, પોપલું, કાયર
  93. પરમાત્મા:- પરમેશ, હરિ, અંતર્યામી, ખુદા, બ઼હ્મ, કર્તાહર્તા, ખુદાતાલ, પરેશ, જગદાત્મા, કિરતાર, માલેક, ઈશ્વર, પરવરદિગાર, સ્ત્રષ્ટા, સર્જનહાર, ભગવાન, ઈશ, જગદીશ, જગનિયંતા, દેવેશ, દરિદ્રનારાયણ, દીનાનાથ, કર્તાર, જગદેશ્વર, જગનિયંતા, અચ્યુતાનંદ, આનંદઘન, નિયંતા, અલ્લા, ખુદા, ખુદાતાલા, માલિક, ખાવિંદ, ઈશુ, અરિહંત, અશરણચરણ, સવિતા
  94. અખબાર:- છાપું, વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, સમાચારપત્ર,,વાવડ,સંદેશો
  95. નક્ષત્ર:- તારા, તારક, તારકા, તારિકા, તારલિયા, તારલો, સતારો, સિતારો, ઉડું, ગ્રહ, ૠક્ષ
  96. નદી:- આપગા, સરિતા, તટિની, તરંગિણી, નિર્ઝરિણી, વાહિની, શૈવલિની, લોકમાતા, દ્વીપવતી, સલિતા, નિમન્ગા, આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
  97. કોકિલ:- કોકિલા, કોયલ, પરભૃતા, પરભૃતિકા, કાદંબરી, અન્યભૃતા
  98. પવન:- હવા, વાયુ, વા, વાયરો, સમીર, સમીરણ, અનિલ, પવમાન
  99. ચંદ્ર:- શશાંક, સુધાકર, મયંક, શશી, ચાંદો, હિમાંશુ, સોમ, રજનીશ, ચંદિર, અત્રીજ, સિતાંશુ, રાકેશ, કલાધર, હિમકર, મૃગાંક, જૈવાતૃક, ઇન્દુ
  100. નોકર:- દાસ, ચાકર, અનુચર, ચેટક, સેવક, ચપરાસી, પટાવાળો, પાસવાન, હજુરિયો, અભિચર, ગુલામ, પરિજન, પરિચારિક ફીંદવી, ખાદિમ, કિંકર
  101. ગીચ:- ભરચક, અજાજુડ, અડાબીડ, ઘનઘોર, ગાઢ, જમાવ, ભરાવો, ગિર્દી, જમાવડો,
  102. અભિમાન:- ગર્વિષ્ઠ, ઘમંડ, મગરૂર, તુમાખી, અહંકાર, ગુમાન, ગર્વ, મદ
  103. ખેસ :- પામરિયું, ઉપરણું, પછેડી, ઉત્તરીય, અંગવસ્ત્ર, દુપટ્ટો, ચલોઠો
  104. સવાર :- પ્રભાત, પરોઢ, પ્હોર, મળસકું, પ્રાગટ, ઉષા, ઉસ:કાળ, અરૂણોદય, ભળભાખરું, પાત:કાળ
  105. હોડી:- નાવ, વહાણ, હોડકું, નૌકા, મછવો, વારણ, બેડલી, પનાઈ, નૈયા, તરાપો, કિશ્તી, નાવડું, તરંડ, તરણી
  106. અફવા:- ગપ, કિવદંતી, લોકવાયકા, ગતકડું, જુઠાણું, તૂત, તડાકો, ગપગોળા, કાતળ
  107. પંક્તિ:- કતાર, હાર, હરોળ, લાઈન, લીટી, પંગત, ઓળ, ધારા, લકીર, લેખા, અલગાર, શ્રેણી, લંગાર
  108. સ્ત્રી:- મહિલા, વનિતા, અબળા, નારી, વામા, લલના, અંગના, ભામા, ઓરત, ભામિની, રમણી, માનિની, કામિની, પ્રમદા
  109. કામદેવ:- મદન, મંથન, કંદર્પ, અનંગ, રતિ, પીત, મનોજ, કંજન, મનસિજ, મયણ, પુષ્પધન્વા, મકરધ્વજ
  110. દાનવ:- રાક્ષસ, દૈત્ય, અસુર, શયતાન, નિશાચર, ગીર્વાણ, સુર, દેવ, ત્રિદ્શ, દશાનન, શૈતાન, લંકેશ, નરપિશાચ, રાવણ, જાતુધાન
  111. ખિતાબ:- ઈલકાબ, શરપાવ, ઇનામ, પારિતોષિક, પુરસ્કાર, ભેટ, બક્ષિસ, ઉપહાર, સોગાદ, સન્માન, બદલો, પુરસ્કાર
  112. આભુષણ:- ઘરેણા, ઝવેરાત, દાગીના, જણસ, અલંકાર, જેવર, ભૂષણ, સોનામહોર, અશરફી
  113. શ્રીકૃષ્ણ:- ગોવિંદ, જનાર્દન, વિઠ્ઠલ, નંદુલિયો, શામળ, દાશાર્દ, નંદલાલ, વાસુદેવ, બંસીધર, દામોદર, ગોપાલ, માધવ, ગિરિધર, શ્યામ, કેશવ, મોરલીધર, મુરારિ, કાનુડો, નટવર
  114. બ્રહ્મા:- સ્ત્રષ્ટા, વિધાતા, વિધિ, પ્રજાપિતા, પિતામહ, કમલાસન, વિશ્વકર્મા, પ્રજેશ,
  115. ભય:- બીક, ડર, ખતરો, ખોફ, આતંક, ભીતિ, દહેશત, ભો, ભીરયા, ફડક, ગભરાટ
  116. જિજ્ઞાસા:- કુતૂહલ, કૌતુક, ચમત્કારીક, અજાયબી, આતુરતા, તાલાવેલી, તલવલાટ, તલસાટ
  117. ઢગલો:- પુંજ, ખડકલો, ઢગ, સમૂહ, પ્રકર, ટીંબો, અંબાર,
  118. તલવાર:- સમશેર, ખડગ, તેગ, મ્યાન, ભવાની, અસિની, કુતેગ, ખગ્ગ
  119. ભૂલ:- અપરાધ, વાંક, ગફલત, કસૂર, તકસીર, ક્ષતિ, ખામી, ચૂક, ગોટાળો, છબરડો, ભ્રાંતિ, સ્ખલન, દોષ, ત્રુટી
  120. ગરીબ:- રંક, દીન, કંગાળ, નિર્ધન, દરીન્દ્રતા, પામર, તૃચ્છ, અકિંચન, મુફલિસ, મવાલી, યાચક, માગણ, ભિખારી, અલાદ,
  121. ગરદન:- ગળું, ડોક, બોચી, ગ્રીવા, ગળચી, કંધર, શિરોધાર, કંઠ
  122. કાફલો:- સંઘ, સમુદાય, વણઝાર, કારવાં, પલટન, ટોળું, વૃંદ, સંઘાત, ગણ, સમૂહ
  123. ધન:- મિલકત, દ્વવ્ય, મિરાત, અર્થ, પૈસા, દોલત, વસુ, તેગાર, વિત્ત
  124. ગોપાલ:- ભરવાડ, અજપાલ, આભીર, આહીર, રબારી, ગોવાળિયો, વછપાલ
  125. ધૂળ:- અટાર, રેતી, રજ, વેળુ, કસ્તર, વાલુકા, સિકતા, ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ, ગીરદ, જેહું, સિલિકા, માટી, મૃતિકા
  126. તફાવત:- ભેદ, ફરક, ભિન્ન, જુંદુ, નિરાળું, અસમાનતા, જુજવા, વિવિધ, અલગ, નોખું,
  127. પ્રયોજન:- હેતુ, મકસદ, ઉદેશ, ઈરાદો, મતલબ, અભિસંધી, કોશિશ, નિમિત્ત, કારણ
  128. મજાક:- ટીખળ, ચાપલૂસી, ખુશામત, મશ્કરી, ચવાઈ, ઠેકડી, હુદડો, ચેષ્ટા,
  129. વિજય:- જય, ફતેહ, પરિણામ, અંજામ, સફળતા, કામયાબી, સિદ્ધી, નતીજો, ફેંસલો, ફળ, પોબાર, જૈત્ર, જીત
  130. પરાજય:- હાર, પરાસ્ત, અપજય, રકાસ, શિકસ્ત, પરાધીન, પરાભૂત, અભિભવ
  131. વંદન:- નમન, નમસ્કાર, પ્રણામ, જુહાર, સલામ, તસ્લીમ, પડણ
  132. તન્મય :- લીન, મગ્ન, એકાગ્રતા, ઓતપોત, ચકચૂર, તલ્લીન, મસ્ત
  133. તવંગર:- શ્રીમંત, ધનવાન, માલદાર, પૈસાદાર, અમીર, આબાદ, ધનિક, માલેતુજાર, ધનાઢ્ય, રઈઝ
  134. ધનુષ:- કામઠું, કોદંડ, ગાંડીવ, ચાપ, શાંગ, પણછ, શરધરણી, પ્રત્યંચા, શરાસન, કમાન
  135. પતિ:- ધણી, ઈશ્વર, સ્વામી, ભર્તા, રમણ, ખસમ, કંથ, જીવણ, શૌહર, વલ્લભ, નાથ, ભરથાર, વર, પરણ્યો, પ્રાણનાથ
  136. પત્ની:- વહું, ધનિયાણી, જીવનસંગિની, બૈરી, પ્રાણેશ્વરી, અર્ધાંગના, સૌભાગ્યવતી, વધૂ, જાયા, શ્રીમતી, વાગ્દત્તા, ગૃહલક્ષ્મી, વલ્લભા,
  137. કાદવ:- કંદર્પ, પંક, કાંપ, કીચડ, ક્લષ, ગંદુ, મેલું, જંબાલ, ચગું
  138. વિનાશ:- મરણ, ખુવારી, અવસાન, મોત, પરધામ, અક્ષર, નિધન, દેવલોક, મયણું
  139. વિચાર:- ધારણા, ઈરાદો, મનસૂબો, તર્ક, મકસદ, કલ્પના, ઉત્પેક્ષા, હેતુ, આશય, ખ્યાલ, મનન, ચિંતન, મત, અભિપ્રાય, અભિગમ, અભિસંધિ
  140. મિત્ર:- સહોદર, ભાઈબંધ, રફીક, સખા, દોસ્ત, સહચર, ભેરૂ, રઝાક, સાથી, ભિલ્લુ, ગોઠીયો, સુહદ
  141. દુશ્મન:- રિપુ, અમિત્ર, વૈરી, શત્રુ, અરિ
  142. ભક્તિ:- ઉપાસના, સ્તુતિ, ઈબાદત, પૂજન, આરાધના, પૂજા, અર્ચના, પ્રાર્થના
  143. ઉત્તમ:- શ્રેષ્ઠ, ચુનંદા, પરમ, અપ્રિતમ, અનુપમ, સર્વોત્તમ, અભિજાત, સુંદર, બેનમૂન, ખાનદાન, સરસ, અજોડ, અદ્વિતીય, ઉત્કૃષ્ઠ, વર્ય
  144. વીરતા:- બહાદૂરી, શૂરાતન, શૌર્ય, પરાક્રમ, બળ, તાકાત, જોમ, હિંમત, કૌવત, તૌફીક,
  145. ઉજવણી:- જિયાફત, મહેફિલ, જાફ્ત, મિજલસ, જલસો
  146. ધજા:- પતાકા, ધ્વજ, વાવટો, ઝંડો, કેતન, ચિહન
  147. વિજળી:- વિદ્યુત , તડિત, વીજ, દામિની, અશનિ, રોહિણી, ઉર્જા, ઐરાવતી
  148. મકાન:- નિકેતન, ઘર, સદન, રહેઠાણ, ગૃહ, નિવાસ, આલય, ભવન, ગેહ
  149. આજ્ઞા:- હુકમ, પરવાનગી, અનુજ્ઞા, મંજુરી, નિર્દેશ, મુક્તિ, ફરમાન, તાકીદ, રજા, આદેશ
  150. આમંત્રણ:- દાવત, ઈજન, નોતરૂં, નિમંત્રણ, સંદેશો
  151. વ્યવસ્થા:- સંચાલન, તજવીજ, પેરવ, ગોઠવણ, યુક્તિ, બંદોબસ્ત
  152. વિવાહ:- લગ્ન, પરિણય, શાદી, પાણીગ્રહણ, વેવિશાળ
  153. પાગલ:- ગાંડું, ગમાર, બેવકૂફ, મૂર્ખ, શયદા, ઘેલું, બુડથલ, અણસમજુ, બર્બર, જડભરત, અસંસ્કારી, ઠોઠ, કમઅક્કલ, નાસમજુ
  154. અધિકાર:- હક, સત્તા, હકુમત, પાત્રતા, લાયકાત, પદવી
  155. અરીસો:- દર્પણ, આયન, આદર્શ, આરસી
  156. સ્વભાવ:- પ્રકૃતિ, તાસીર, લક્ષણ, અસર, છાપ
  157. આનંદ:- હર્ષ, હરખ, પુલકિત, અશોક, ઉલ્લાસ, આહલાદ, ઉત્સાહ, રંજન, લહેર, પ્રમોદ, લુત્ફ, મોજ, સ્વાદ
  158. લક્ષ્મી:- ઇન્દિરા, સિંધુસીતા, સિંધુજા, શ્રી, અંબુજા
  159. સમય:- વખત, કાળ, લાગ, અવસર, તક, મોસમ, સંજોગ, નિયતિ
  160. સ્મશાન:- અક્ષરધામ, મશાણ, કબ્રસ્તાન
  161. મીઠું:- સબરસ, નમક, લુણ, ક્ષાર, લવણ, નમકીન
  162. કોયલ:- સારિકા, મેના, કોકિલા, કાદંબરી, બુલબુલ, પરભૃતા
  163. વેદ:- નિગમ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, જ્ઞાન, સમજ, ચૈતન્ય, ચેતના, શ્રુતિ
  164. કાવ્ય:- પદ્ય, કવિતા, નજમ, કવન
  165. ગણેશ:- ગણપતિ, વિનાયક, ગજાનંદ, લંબોધર, કાર્તિકેય, ખડાનન, ગૌરીસુત, એકદંત, હેરંબ
  166. પાર્વતી:- ગિરિજા, અર્પણા, શર્વાણી, શંકરી, ગૌરી, હેમવતી, દુર્ગા, કાત્યાયી, અંબિકા, ભવાની, શૈલસુતા, સતી, શિવાની, ઈશ્વરી, ઉમા, ભ્રામરી
  167. ગણિકા:- વૈશ્યા, રામજણી, તવાયફ, પાત્ર, બંધણી, કનેરા, ગુણકા, માલજાદી
  168. વિવેક:- નમ્રતા, સભ્યતા, દાક્ષિણય, ડહાપણ, દાનિશ, વિનયી, સાલસ, ઇક્લાક, અદબ, મર્યાદા, સમજુ, સીમા, મલાજો
  169. ભરોસો:- યકીન, અકીદા, પ્રતીતિ, વિશ્વાસ, પતીજ, ખાતરી, શ્રધ્ધા, મદાર, આસ્થા, ઇતબાર,
  170. કામના:- ઈચ્છા, મનીષા, મહેચ્છા, સ્પૃહા, તૃષ્ણા, વાસના, ઐષણા, આકાંક્ષા, મરજી
  171. કચેરી:- કાર્યાલય, મહેકમ, વિભાગ, ખાતું, દફતર
  172. લાગણી:- ભાવના, ધારણા, કલ્પના
  173. કબુતર:- કપોત, શાંતિદૂત, પારેવું, પારાયત
  174. મોરલી:- વાંસળી, મહુવર, બીન, બંસરી, પાવો, વેણું
  175. ખલાસી:- નાવિક, મલ્લાહ, ખારવો
  176. દવા:- ઔષધી, ઓસડ, અગદ, ભેષજ
  177. સીતા:- જાનકી, વૈદેહી, મૈથિલી, જનકનંદીની
  178. વેપારી:- તાજિર, વણજ, નૈગમ, વાણીયો
  179. તમાચો:- લપડાક, થપ્પડ, ચાપડ, ચર્પટ, ધોલ, તલપ્રહાર, ચપેટો
  180. જાદુગર:- મદારી, ગારૂડી, ગૌડીયો, ખેલાડી
  181. ઉપવાસ:- અનશન, બાંધણ, ક્ષપણ, લાંઘણ
  182. પ્રકરણ:- ખંડ, ભૂમિકા, વંશાવલી, પીઠિકા, વિષય, પ્રસંગ, અધ્યાય, વિભાગ, શકલ
  183. ઝેર:- વિષ, ગરલ, સોમલ, વખ, હળાહળ, વેર
  184. શરૂઆત:- પ્રારંભ, મંડાણ, પગરણ, આરંભ, આદ્ય, પહેલ
  185. કિરણ:- રશ્મિ, મરીચિ, અંશુ, મયૂખ
  186. કારકૂન:- વાણોતર, ગુમાસ્તો, મહેતાજી, ક્લાર્ક, લહિયો, કારીંદો
  187. પગાર:- દરમાયો, વેતન, મહેનતાણું, મળતર
  188. રિવાજ:- પ્રથા, રસમ, રૂઢી, ધારો, પ્રણાલી, પધ્ધતિ, પરંપરા, પ્રણાલિકા, શૈલી, તરીકો, રીત
  189. કોઠાર:- વખાર, અંબાર, ગોદાન, ભંડાર
  190. ગુસ્સો:- કોપ, ક્રોધ, રોષ, ખીજ, ચીડ, અણગમો, આવેશ, ખોફ
  191. શુભ:- મંગલ, ઉજ્જવલ, નિર્મલ, અવદાત, કલ્યાણકારી, પનોતા, સુંદર
  192. કંજૂસ:- પંતુજી, ચૂધરો, મારવાડી, કૃપણ, મખ્ખીચૂસ, ચીકણું
  193. સ્વર્ગ:- દેવલોક, સોરલોક, ત્રિવિષ્ટપ, દ્યુલોક, જીન્ન્ત, મલકૂત, ત્રિભુવન, દેવભૂમિ
  194. દીવો:- ચિરાગ, બત્તી, શગ, દીપક, ઉત્તેજક, પ્રદીપ, મશાલ, દીપ
  195. બ્રાહ્મણ:- ભૂદેવ, દ્વિજ, બ્રહ્મદેવ, પુરોહિત, ઋત્વિજ, ભૂસુર
  196. સારવાર:- ઈલાજ, ઉપચાર, ઉપાય, સેવા, ખિદમત, સુશ્રવા, સંભાળ, માવજત
  197. વીંટી:- અંગૂઠી, અનામિકા, અંગુશ્તરી
  198. જાસૂસ:- દૂત, ખેપિયો, ગુપ્તચર, કાસદ, ચરક, બાતમીદાર
  199. માર્ગદર્શક:- ભોમિયો, ગાઈડ, પથદર્શક, સલાહકાર
  200. પ્રશંસા :- ખુશામત, ચાંપલુંસી, મોટાઈ,
  201. વરસાદ:- મેઘ, મેહુલો, વૃષ્ટિ, પર્જન્ય, વર્ષા, મેહ, મેહુલો
  202. ખાનગી:- વિશ્રમ્ભ, ગુપ્ત, અંગત, છાનું, પોતીકું
  203. આશા:- ઉમેદ, સ્પૃહા, અભિલાષા, ઈચ્છા, ધારણા, મહેચ્છા, લિપ્સા, આકાંક્ષા, કામના, તમન્ના, મનોરથ, અપેક્ષા, આસ્થા,લાલસા, લાલચ, લોભ, અરમાન, મનીષા, તૃષ્ણા
  204. ભયંકર :- કરાલ, ભિષણ, ભયાનક, દારૂણ, ભૈરવ, ક્રૂર, કરપીણ, ઘોર, ભિષ્મ
  205. રાજા:- નરેશ, ભૂપ, રાય, પાર્થિવ, મહિપાલ, નરપતિ, દેવ, રાજન, નૃસિંહ, નૃપ, નરાધિપ, બાદશાહ, ભૂપાલ
  206. માનવ:- માણસ, મનુજ, મનેખ, જન, માનુષ, ઇન્સાન, મનુષ્ય,
  207. પવિત્ર:- પાવન, વિમલ, નિર્મળ, શુચિ, પુનિત, શુદ્ધ, નિર્દોષ, વિશુધ્ધ, શુધ્ધ
  208. બળદ:- આખલો, ચળવળ, ડોલન, ઝૂબેંશ
  209. ઘાસ:- તણખલું, કડબ, ચારો, તૃણ, ખડ
  210. સહેલી: સખી, બહેનપણી, સહિયર, જેડલ, ભગિની, સ્વસા
  211. પ્રતિજ્ઞા:- સોગંધ, કસમ, નિયમ, માનતા, ટેક, બાધા
  212. પિતા:- બાપ, વાલિદ, વાલી, જનક, તાત, જન્મદાતા
  213. પરીક્ષા:- પરખ, કસોટી, મૂલ્યાંકન, ઇમ્તિહાન, તપાસ, તારવણી
  214. શિક્ષણ:- કેળવણી, તાલીમ, ભણતર
  215. ગણવેશ:- લેબાસ, યુનીર્ફોમ, પહેરવેશ
  216. શિખામણ:- બોધ, સલાહ, ધડો, સબક, ઉપદેશ, શિક્ષા, જ્ઞાન
  217. તસ્વીર:- ફોટો, છબી, છાયા, પ્રતિકૃતિ
  218. નસીબ:- તકદીર, કિસ્મત, ઇકબાલ, ભાગ્ય, પ્રારબ્ધ, દૈવ, નિયતિ
  219. લાચાર:- પરવશ, પરાધીન, મજબૂર, ઓશિયાળું, કમજોર, વિવશ, વ્યાકુળ, વિહવળ, વ્યગ્ર, અશાંત, બેચેન, બેબાકળા
  220. લોહી:- રક્ત, રુધિર, શોણિત, ખૂન
  221. અવસાન:- મોત, મૃત્યું, નિધન, નિવારણ, સ્વર્ગવાસ, મરણ, કૈલાસવાસ, વૈકુંઠવાસ
  222. નદી:- સરિતા, નિમ્નગા, તટિની, નિર્ઝરિણી, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
  223. કૌશલ્ય:- કુશળતા, પ્રવીણતા, દક્ષતા, પટુતા, નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ
  224. હરણ:- મૃગયા, સારંગ, કુરંગ
  225. મઢુલી:- કુટીર, ઝૂંપડી, ખોરડું, કુટિયા, છાપરી
  226. નફો:- લાભ, ફાયદો, ઉપજ, મળતર, પેદાશ, બરકત, જયવારો, આવક
  227. વિકાસ:- ઉત્કર્ષ, ઉન્નતિ, પ્રગતિ, ચડતી
  228. પથ્થર:- પાષાણ, ઉપલ, શિલાખંડ, પ્રસ્તરચટ્ટાન
  229. કાયમ :- શાશ્વત, લગાતાર, હંમેશાં, નિરંતર, સતત, નિત્ય, સદા ધ્રુવ, સનાતન, અવિનાશી
  230. દર્દી :- બિમાર, માંદુ, રોગી, મરીઝ, રુગ્ણ
  231. પગરખાં:- જૂતાં, ચંપલ, પાદત્રાણ, જોડાં
  232. આભાર :- ઉપકાર, પાડ, અહેસાન, કુતજ્ઞતા
  233. માર્ગ:- રસ્તો, પંથ, રાહ, ડગર, વાટ, સડક, પથ
  234. સીમા:- હદ, મર્યાદા, અવધિ, સરહદ, મલાજો, લાજ, લાનત,શરમ
  235. અનુગ્રહ :- કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા
  236. પવિત્ર: પાવન, પનોતું, શુચિ, નિર્મલ, શુદ્ધ, ચોખ્ખું, સ્વચ્છ, વિમળ, પુનીત
  237. અચરજ:- વિસ્મય, આશ્ચર્ય, નવાઈ, અચંબો, હેરત
  238. મંદિર:- નિકેતન, દેવાલય, દેરું, દેવળ
  239. દૂધ:- ક્ષીર, દુગ્ધ, પય
  240. નામ:- અભિધાન, સંજ્ઞા
  241. માતા:- જનની, જનેતા, મા, મૈયા,
  242. મોતી:- મૌક્તિક, મુકતા
  243. સમીક્ષા:- અવલોકન, નિરીક્ષણ, વિવેચન
  244. વિષ્ણુ:- ચતુર્ભુજ, વૈકુંઠ, મુરારિ, ગોવિંદ
  245. ચિંતા:- બળાપો, ઉદ્વેગ, કલેશ, સંતાપ, ફિકર
  246. પ્રેમ:- સ્નેહ, હેત, રાગ, પ્રીતિ, મમતા, વહાલ, નેડો, ચાહ, વાત્સલ્ય
  247. ખેડૂત:- કિસાન, કૃષિકાર, કૃષક, કૃષિવલ
  248. બ્રહ્મા:- પ્રજાપતિ, વિધાતા, વિરંચી, સ્ત્રષ્ટા
  249. ચંદન:- સુખડ, મલયજ
  250. આશીર્વાદ :- આશિષ, આશીર્વચન, શુભકામના, વરદાન

આ પોસ્ટ માં ૨૫૦ ગુજરાતી શબ્દો નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી વિષય ભણનારા વિદ્યાર્થીઓ માટે આ એક પ્રકારનો શબ્દકોશ છે તેથી શક્ય એટલા વધારે લોકોને આ પોસ્ટની લીંક મોકલાવો.

Read similar posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *