અમારા અમદાવાદના લોકો!!!
ગુજ્જુમિત્રો, હાલમાં કોઈકે મને એક બહુ સરસ મજાની મોકલી. આ કવિતા વાંચતાં જ મનમાં અમદાવાદની યાદ તાજી થઈ ગઈ. મને વિચાર આવ્યો કે મારે આ કવિતા તમારી સાથે શેર કરવી જોઈએ. અમદાવાદના લોકો એટલે કે અમદાવાદીઓ વિષે આ હાસ્ય કવિતા માણો.
એક હાથમાં ફૂલડાં રાખે,
બીજા હાથમાં ધોકો,
સાવ અનોખા યાર અમારાં,
અમદાવાદના લોકો.
આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા લોકો,
રોજ મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો,
સાવ અનોખા યાર અમારા
અમદાવાદ ના લોકો..
જમીનના ભાવ માણસ કરતાં મોંઘા,
જ્યાં થઈ ગયા શેરદલાલો સોંઘા;
ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો,
સાવ અનોખા યાર
અમારા અમદાવાદ ના લોકો..
મોંઘેરી ગાડી નખરાળી લાડી લઈને ભમવું,
ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું;
ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનીયા’વને ટોકો,
સાવ અનોખા યાર
અમારા અમદાવાદ ના લોકો..
સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સધ્ધર,
સ્વાભિમાનથી જ્યાં લોકો હાલે વેંત એક અધ્ધર…
સાવ અનોખા યાર
અમારા અમદાવાદના લોકો…
ગુજ્જુમિત્રો, આવી જ મજેદાર કવિતાઓ વાંચવા અમારા કાવ્ય સરિતા વિભાગની મુલાકાત અવશ્ય લેજો. અને તમારા મિત્રો અને સ્નેહીજનોને આ પોસ્ટની લીંક મોકલજો.