મિલકત ની વહેંચણી માટે બાપુજી નો ઉત્તમ નિર્ણય
મિલકત ની વહેંચણી માટે બાપુજી નો ઉત્તમ નિર્ણય
ગુજ્જુમિત્રો, મહેસાણા ના એક નાનકડા ગામની આ વાત છે. મગન ભાભા નામના એક સ્વમાની વડીલ ના ત્રણ દીકરા હતા, રાકેશ, સુરેશ અને મુકેશ. આ દીકરાઓ નું ધ્યાન જવાબદારી માં ઓછું, અને હક-અધિકાર માં વધારે રહેતું. ના કામકાજ માં ધ્યાન આપે, ના તો એકબીજા પ્રત્યે સન્માનનો ભાવ રાખે. એકવાર ત્રણેય દીકરા એ નક્કી કર્યું કે બાપુજી ની આટલી બધી મિલકત આપણી જ છે એટલે બાપુજીને વહેંચણી કરવી પડશે. પછી બધાં પોતપોતાનાં રસ્તે.
રાકેશ – “બાપા ! પંચ આવ્યું છે, હવે વહેંચણી કરો.”
સરપંચ – “જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓ ને ભાગ પાડી દયો ઇ હારુ..,
હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના?”
(સરપંચે મગનભાભા ને પૂછ્યું. )
રાકેશ – “અરે એમાં હું પૂછવાનું, ચાર મહિના મારે ન્યા, ચાર મહિના વચલા ને ન્યા ને ચાર મહિના નાનકા ને ન્યા રેશે “
બાકી ના બે છોકરા – હા ઠીક છે… હાલશે અમારે..
સરપંચ : “હાલો ત્યારે, ઇ પાકુ થઈ ગ્યુ,હવે ઘર જમીન ના ભાગ કરીએ !”
મગનભાભા : અત્યાર હુધી ઉપર આકાશમાં આંખ્યું માંડીને બેઠા હતા. અચાનક જોરથી રાડ પાડી બોલ્યા….
“હેની વહેંચણી..?
“હેના ભાગ…?
“હેં…”
“ભાગ હું પાડીશ, વહેંચણી હું તમારો બાપ કરીશ. તમારે ત્રણેયે પેરેલા કપડે મારા ઘરમાંથી નીકળી જાવાનું છે..”
“ચાર ચાર મહિના ની પાળીમાં, વારાફરતી મારા ઘરે આવીને રેવા આવવાનું, અને બાકીના મહિનાની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી ….”
“સંપત્તિનો માલિક હું છું “
મિલકત ની વહેંચણી માટે બાપુજી નો ઉત્તમ નિર્ણય સાંભળીને ત્રણેય છોકરાઓ અને પંચની બોલતી બંધ થઈ ગઈ, મગનભાભા ની વહેંચણીની નવી ભાતની રીત હામ્ભળીને ઘણા ગલઢેરાઓની આંખ્યું પણ ખુલી .
આને કેવાય નિર્ણય..
વહેંચણી છોકરાઓએ નહિ, મા-બાપે કરવી જોઈએ.
Superb