જૈન ધર્મની પ્રશ્નોત્તરી – જિનશાળામાં પૂછવા માટે ૧૦૦ સવાલ જવાબ

જૈન પ્રશ્નોત્તરી

જૈન ધર્મની પ્રશ્નોત્તરી – જિનશાળામાં પૂછવા માટે ૧૦૦ સવાલ જવાબ

૧)ગિરનાર તીર્થમાં એવી ઔષધી છે, જેનાથી કેટલા દિવસો સુધી ભૂખ નથી લાગતી ?

જવાબ:- છ મહિના.

૨) ગિરનાર તીર્થ માં રહેતા તિર્યંચ જીવ કયા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે?

જવાબ:- આઠ માં ભવ માં.

૩) ગિરનાર તીર્થમાં બિરાજમાન નેમીનાથ ભગવાનની પ્રતિમાજી ની ઊંચાઈ કેટલી છે?

જવાબ:- ૬૧ ઇંચ.

૪) ગિરનાર તીર્થમાં નેમિનાથ પ્રભુનું જીનાલય કયા પથ્થરનું બનેલું છે?

જવાબ:- બ્લેક ગ્રેનાઈટ

૫) ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાનો જન્મ કયારે અને ક્યાં થયો હતો?

જવાબ:- શ્રાવણ સુદ પાંચમ ના દિને સૌરીપુરીમાં

૬) નેમિનાથ ભગવાનના માતા–પિતા નું નામ શું છે?

જવાબ:- માતા શિવાદેવી – પિતા સમુદ્રવિજય રાજા

૭) નેમિનાથ ભગવાનનો દિક્ષા કલ્યાણક દિન અને દિક્ષા કલ્યાણક ભૂમિ કઈ છે?

જવાબ:- શ્રાવણ સુદ છઠ્ઠ ,સહસાવાન

૮) ગિરનાર મહાતીર્થમાં કઈ તિથિનું મહત્વ વધારે છે?

જવાબ:- અમાસ

૯) ગિરનારના નેમિનાથ દાદાની પ્રતિમાજી કોને ભરાવી?

જવાબ:- બ્રમ્હેન્દ્ર (તેઓ પૂર્વ ભવમાં નરવાહન રાજા હતા)

૧૦) ગિરનાર તીર્થની યાત્રામાં કુલ કેટલા ચૈત્યવંદન કરવામાં આવે છે?

જવાબ:- પાંચ

૧૧) નેમિનાથ દાદાની જીવીત પ્રતિમાજી ગિરનારમાં ક્યાં સ્થિત છે?

જવાબ:- સહસાવન

૧૨) નેમિનાથ દાદાની જીવીત પ્રતિમાજી કોને ભરાવી?

જવાબ:- કૃષ્ણ મહારાજાએ

૧૩) શ્રી ગિરનાર મહાતીર્થ શત્રુંજયગીરીનું કયું શિખર છે?

જવાબ:- પાંચમું શિખર

૧૪) ગિરનાર તીર્થ પર કઈ દેવી આજે પણ સાક્ષાત બિરાજમાન છે?

જવાબ:-અંબિકા દેવી

૧૫) છઠ્ઠા આરાની શરૂઆતમાં અંબિકાદેવી નેમિનાથ ભગવાનના જિનબિંબને ક્યાં લઇ જશે અને ત્યાં પૂજશે?

જવાબ:- પાતાળ લોકમાં

જૈન ધર્મ વિશે માહિતી
જૈન પ્રશ્નોત્તરી

૧૬) ગિરનાર મહાતીર્થની તળેટી પર કયા ભગવાનના પાગલા છે?

જવાબ:- નેમિનાથ દાદાના

૧૭) શ્રીકૃષ્ણ અને નેમિનાથ ભગવાનનો શું સંબંધ છે?

જવાબ:- ભાઈનો

જૈન પ્રશ્નોત્તરી

૧૮) ગિરનાર મહાતીર્થમાં કયા સિદ્ધ ભગવાનનું જિનાલય છે?

જવાબ:- રહનેમિ

૧૯) નેમિનાથ દાદાની પ્રાચીન પ્રતિમાજી કયા કાળમાં ભરાવવામાં આવી હતી?

જવાબ:- ઉત્સર્પિણી

૨૦) આ અવસર્પિણી કાળના પ્રથમ આરામાં ગિરનાર કયા નામથી જાણીતું હતું?

જવાબ:- કૈલાશગિરી

૨૧) ગિરનાર મંડન નેમિનાથ દાદાના ચરણ પાદુકા કયા વર્ણના પાષાણથી બનેલી છે?

જવાબ:- પીતવર્ણ

૨૨) ગિરનાર પર કેટલા જિનાલય છે?

જવાબ:- ૧૪ જિનાલય

૨૩) ગજપડ કુંડમાં કેટલી નદીઓના પાણીનો સમાવેશ થાય છે?

જવાબ:-૧૪ હજાર નદીઓના

૨૪) ગજપદ કુંડના પાણીને ગિરનાર તીર્થ પર કયા કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે?

જવાબ:- દાદાના પક્ષાલ માટે

૨૫) આવતી ચોવીસીમાં ગિરનાર મહાતીર્થ પર કેટલા ભગવાન ના કેટલા કલ્યાણક થશે?

જવાબ:- ચોવીસ પરમાત્માના મોક્ષ અને બે પરમાત્મા ના મોક્ષ અને કેવળજ્ઞાન

૨૬) ગિરનાર તીર્થ આવનારા દરેક પાપી પ્રાણી શું બની જાય છે?

જવાબ:- પુણ્યશાળી

૨૭) નેમિનાથ દાદાના જિનાલયના પરિસરમાં કેટલી દેરીઓ આવેલી છે?

જવાબ:- ૮૪ દેરી આવેલી છે.

૨૮) નેમિનાથ દાદાના જિનાલયની પાછળ કયા ભગવાનનું જિનાલય આવેલું છે?

જવાબ:- આદિનાથ ભગવાનનું જિનાલય

૨૯) સંપ્રતિ મહરાજાના જિનાલયમાં મૂળનાયક ભગવાન કયા છે?

જવાબ:- નેમિનાથ ભગવાન

૩૦) પેથડાસા મંત્રીએ કેટલા ધડી સોનાની બોલી લગાવી હતી?

જવાબ:- ૫૬ ધડી

૩૧) પેથડસા મંત્રીની સામે કોણ બોલી બોલતા હતાં?

જવાબ:- પૂરણ શ્રાવક

૩૨) ધારશ્રાવકના કેટલા પુત્રોએ ગિરનાર માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા ?

જવાબ:-૫ પુત્રોએ

૩૩) કયા મહારાજાએ ગિરનાર મહાતીર્થની ભક્તિની દ્વારા તિર્થકર નામકર્મ બાંધ્યું હતું?

જવાબ:- કૃષ્ણ મહારાજાએ

૩૪) શિવાદેવી માતાએ સ્વપ્નમાં કયા રંગનું રત્ન જોયું?

જવાબ:- કાળા

૩૫) કાળા રંગનું રત્ન જોઈને શિવાદેવી માતાએ શું કર્યું?

જવાબ:- અરિષ્ટનેમિ નામ રાખ્યું

૩૬) નેમ-રાજુલના વિવાહ માટે કૌષ્ટુકી પંડિતજીએ કયા દિવસનું શુભ મૂહુર્ત કાઢ્યું?

જવાબ:- શ્રાવણ સુદ છઠ

૩૭) કેટલા રાજલોકમાં શ્રી ગિરનાર મહાતીર્થને શ્રેષ્ઠ માનવામાં આવે છે?

જવાબ:- ૧૪ રાજલોકમાં

૩૮) ગિરનાર તીર્થ પર જે ઉપવાસ, છઠ્ઠ , અઠ્ઠમ જેવા તપ કરે છે, તે સર્વ સુખોના ઉપભોગ કરીને શું પ્રાપ્ત કરે છે?

જવાબ:- મોક્ષપદ

૩૯) નેમિનાથ પ્રભુ કયા નામે ઓળખાય છે?

જવાબ:- બાલ બ્રહ્મચારી અને અરિષ્ટનેમિનાથ

૪૦) ક્યા આરાની શરૂઆતમાં અંબિકાદેવી નેમિનાથ ભગવાનના જિનબિંબને લઇ જશે?

જવાબ:- છઠ્ઠા આરાની શરૂઆતમાં

૪૧) ગિરનાર મહાતીર્થ શત્રુંજય મહાતીર્થનું પાંચમું શિખર હોવાને કારણે શું આપવાનારી ભૂમિ છે?

જવાબ:- કેવળજ્ઞાન

૪૨) ગિરનાર તીર્થ ના કયા વનમાં બધી ઋતુઓના બધા જ જાતના ફૂલ ઉગે છે?

જવાબ:- ભદ્રશાલ વન

૪૩) કયા જિનાલયનું શિખર કર્ણવિહાર પ્રાસાદથી પણ ઊચું છે?

જવાબ:- સંગ્રામ સોનીની ટુંક

૪૪) ગિરનાર મહાતીર્થ ની માટીને ગુરુગમ ના યોગથી કોની સાથે મેળવીને અગ્નિમાં ગરમ કરવાથી સુવર્ણમય બની જાય છે?

જવાબ:- તેલ અને ઘી

૪૫) નેમિનાથ દાદાની પ્રતિમાજી કુલ કેટલા વર્ષો સુધી રૈવત ગિરિ પર રહશે?

જવાબ:- ૧,૦૩,૨૫૦ વર્ષો સુધી

૪૬) ગિરનાર મહાતીર્થ પર શ્રી નેમિનાથ ભગવાનના પ્રતિષ્ઠાના અવસર પર પ્રભુજીના સ્નાત્ર અભિષેક માટે કેટલી નદીઓ વિશાળ ગજપદ કુંડમાં આવીને સમાય હતી?

જવાબ:- ૧૪૦૦૦ નદીઓ

૪૭) નેમ-રાજુલ ની પ્રીત કેટલા ભવોથી હતી?

જવાબ:- ૯ ભવથી

૪૮) શ્રી કૃષ્ણની આઠ પટરાણી નેમજીને કઈ વાત માટે માનવતા હતા?

જવાબ:- રાજુલ રાણી ની સાથે વિવાહ માટે

૪૯) ક્યાં પંડિતજીએ નેમ – રાજુલના વિવાહ માટે મુહર્ત કાઢયું હતું?

જવાબ:- કૌષ્ટુકિ

૫૦) નેમ – રાજુલ ના વિવાહ માટે કૌષ્ટુકિ પંડીતજીએ કયા દિવસનું શુભ મુહૂર્ત કાઢયું?

જવાબ:- શ્રાવણ સુદ છઠ્ઠ

૫૧) ગિરનાર તીર્થમાં કર્ણવિહારપ્રાસાદના જિનાલયથી ઊંચું જિનાલય ભૂતકાળની અંદર કયું હતું?

જવાબ:- કુમારપાળ મહારાજાનું જિનાલય

૫૨) નેમજી પોતાના લગ્નની જાન લઈને કઈ નગરીમાં ગયા?

જવાબ:- મથુરા નગરી

૫૩) નેમિનાથ પરમાત્મા જયારે જાન લઈને પરણવા જતા હતા ત્યારે શેનો અવાજ આવતો હતો?

જવાબ:- પશુઓના પોકરનો

Mahavir swami jain જૈન પ્રશ્નોત્તરી

૫૪) નેમનાથ ભગવાને સરથીને પૂછ્યું કે તેઓ કેમ બૂમો પાડી રહ્યા છે તો સારથીએ શું કીધું?

જવાબ:- આપના લગ્નના ભોજનમાં આ અબોલ પશુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૫૫) અબોલ પશુઓનો અવાજ સાંભળીને નેમનાથ ભગવાને શું કર્યુ?

જવાબ:- સારથીને રથ પાછો લેવાનું કહ્યું.

૫૬) એવું શું થયું કે રાજુલ રાણી ને અપશકુન થવાની સંભાવના લાગી?

જવાબ:- પોતાની જમણી આંખ ફડ – ફડવાથી

૫૭) નેમિનાથ ગુણવાન છે પરંતુ કાળા છે એવા મેણા રાજુલને કોણ આપતું હતું?

જવાબ:- રાજુલની સખીઓ

૫૮) રાજુલ પોતાની સખીઓને શું કહેતી હતી જેનાથી લોકો દંગ રહી જતા હતા?

જવાબ:-કાજલ, કસ્તૂરી,મેઘ બધી ઉત્તમ વસ્તુ પણ કાળા રંગની જ હોય છે.

૫૯) નેમ – રાજુલનો પહેલો ભવ કયો હતો?

જવાબ:- ધનરાજ – ધનવતી

૬૦) ધારીણી માતાને આ વાત કોણે કહ્યું?”એમનો પુત્ર ૯ માં ભવમાં ૨૨ માં તીર્થંકર ભગવાન નેમિનાથનો જીવ હશે?”

જવાબ:- વસુંધર મુનિએ

૬૧) નેમ – રાજુલનો બીજો ભવ ક્યાં હતો?

જવાબ:- દેવલોકમાં દેવ

૬૨) નેમ – રાજુલનો બીજો ભવ કયા દેવલોકમાં થયો?

જવાબ:- સૌધમૅ દેવલોકમાં

૬૩) નેમ – રાજુલ કયા ભવમાં ‘ચિત્રગતિ શ્રાવક – રત્નવતી શ્રાવિકા’ હતા?

જવાબ:- ત્રીજા ભવમાં

૬૪) ચોથા ભવમાં નેમ – રાજુલ ક્યાં હતા?

જવાબ:- મહેન્દ્ર દેવલોક

૬૫) નેમ-રાજુલનો પાંચમો ભવ ક્યો હતો?

જવાબ:- અપરાજિત રાજા – પ્રિતીમતી દેવી

૬૬) નેમ – રાજુલનો છઠ્ઠો ભવ કયા દેવલોકમાં થયો?

જવાબ:- આરણ દેવલોકમાં

૬૭) “શંખકુમાર- યશોમતી”નામથી નેમ – રાજુલનો કયો ભવ હતો?

જવાબ:- સાતમો ભવ

૬૮) નેમ – રાજુલનો આઠમો ભવ કયા દેવલોકમાં થયો?

જવાબ:- અપરાજિત દેવલોક

૬૯) કયા ભવમાં નેમ – રાજુલએ દિક્ષા લીધી અને મોક્ષ પામ્યા?

જવાબ:- નવમાં ભવમાં

૭૦) નેમકુમારના માતા – પિતાએ શું કર્યું જ્યારે રથને પાછો વાડવાનો કહ્યું?

જવાબ:- રથના આગળ સૂઈ ગયા

૭૧) નેમકુમારને રથ વાળવતો જોઈ એમના સ્વજનોએ શું કર્યું?

જવાબ:- રથની આજુબાજુ ઊભા રહી ગયા

૭૨) રાજુલ રાણી કેમ બેહોશ થઈ ગયા?

જવાબ:- નેમજીએ તોરણથી રથને પાછો વળ્યો એટલે

૭૩) રાજુલ રાણીને પાણી છાટીને કોણે જગાડ્યા?

જવાબ:- એમની સખીઓએ

૭૪) “નેમજી મારા પતિ હશે” એવી પ્રાર્થના મેં સ્વપનમાં પણ નહોતી કરી આ વાત રાજુલ રાણીએ કોને કહી?

જવાબ:- દેવતાને

૭૫) હે દેવ વિવાહમાં તમે વિપરીત ઘટના કેમ કરી? આ વાત કોણ કરે છે?

જવાબ:- રાજુલ રાણી

૭૬) “ક્યાં પરમપ્રતાપી નેમ,અને ક્યાં આભગી રાજુલ !” આ વાત કોણ કહે છે?

જવાબ:- રાજુલ રાણી

જૈન પ્રશ્નોત્તરી

૭૭) આ અવસરપિર્ણી કાળના ચોથા આરામાં કોણે ગિરનાર મહાતીર્થનો સૌપ્રથમ ઉધ્ધાર કરાવ્યો?

જવાબ:- ભરત મહારાજાએ

૭૮) ભરત મહારાજાના મોક્ષગમનના કેટલા વર્ષો પછી ગિરનાર તીર્થનો બીજી વખત ઉધ્ધાર થયો?

જવાબ:- ૬ કરોડ વર્ષ પછી

૭૯) કયા રાજાએ ગિરનાર તીર્થનો બીજી વખત ઉધ્ધાર કરાવ્યો?

જવાબ:- દંડવીર્ય મહારાજા

૮૦) ગિરનાર મહાતીર્થનો બીજા ઉધ્ધાર પછી ત્રીજો ઉધ્ધાર કેટલા વર્ષ પછી થયો હતો?

જવાબ:- ૧૦૦ સગરોપમ વર્ષ પછી

૮૧) ગિરનાર તીર્થનો ત્રીજો ઉધ્ધાર કોણે કરાવ્યો હતો?

જવાબ:- ઈશાન ઇન્દ્ર

૮૨) ગિરનાર મહાતીર્થના ત્રીજા અને ચોથા ઉધ્ધાર વચ્ચે કેટલા વર્ષનું અંતર છે?

જવાબ:- ૨ કરોડ સાગરોપામ વર્ષનું

૮૩) ગિરનાર તીર્થનો ચોથો ઉધ્ધાર કયા દેવલોકના દેવે કરાવ્યો હતો?

જવાબ:- ૪ દેવલોકના દેવે

૮૪) ગિરનાર તીર્થનો ચોથો ઉધ્ધાર કોણે કરાવ્યો હતો

જવાબ:- મહેન્દ્ર દેવએ

૮૫) ગિરનાર તીર્થનો પાંચમો ઉધ્ધાર કેટલા વર્ષો પછી થયો?

જવાબ:- ૧૦ કરોડ સાગરોપામ વર્ષ

૮૬) પાંચમા દેવલોકના કયા દેવે પાંચમો ઉધ્ધાર કરવ્યો?

જવાબ:- બ્રહમેન્દ્ર દેવને

૮૭) ગિરનાર તીર્થનો છઠ્ઠો ઉધ્ધાર કેટલા વર્ષો પછી થયો હતો?

જવાબ:- ૧ લાખ કરોડ સાગરોપમ વર્ષ પછી

જૈન પ્રશ્નોત્તરી

૮૮) ગિરનાર તીર્થનો છઠ્ઠો ઉધ્ધાર કયા ઇન્દ્રોએ કરાવ્યો હતો?

જવાબ:- ભવનપતી નિકાય

૮૯) ગિરનાર મહાતીર્થ માં નેમિનાથ દાદાના જિનાલય દક્ષિણ દ્વારની પહોળાઈ કેટલી છે?

જવાબ:- ૪૧.૬ ફૂટ

૯૦) ગિરનાર મહાતીર્થમાં નેમિનાથ દાદાના જિનાલયના રંગમંડપની લંબાઈ કેટલી છે?

જવાબ:- ૪૪.૬ ફૂટ

૯૧) નેમિનાથ દાદા ગિરનારમાં કેટલા સાધુ ભગવંતોની સાથે મુક્તિ પામ્યા હતાં?

જવાબ:- ૫૩૬

૯૨) ગિરનાર પર કેટલી ટૂંક આવેલી છે અને કઈ કઈ?

જવાબ:- ગિરનાર પર ૫ ટૂંક આવેલી છે
પહેલી ટૂંક:- નેમિનાથ દાદાની
બીજી ટૂંક:- અંબાજીની ટૂંક
ત્રીજી ટૂંક:- ગોરખની ટૂંક (અવલોકન શિખર)
ચોથી ટૂંક:-ઓઘડની ટૂંક (કમંલ કુંડ)
પાંચમી ટૂંક:- મોક્ષ કલ્યાણક

૯૩) મેરકવસઈમાં કેટલા જિનાલય આવેલા છે કયા કયા?

જવાબ:- મેરકવસઈમાં ત્રણ જિનાલય આવેલા છે.
૧) પંચમેરુનું જિનાલય
૨) અદબજીનું જિનાલય
૩) મેરકવસઈનું જિનાલય

૯૪) ગિરનાર મહાતીર્થના કેટલા નામ છે કયા કયા? એમાંથી કોઈપણ દસ નામ લખો.

જવાબ:- ૧) કૈલાસગિરિ
૨) ઉજ્જ્યંતગિરિ
૩) રૈવતગિરિ
૪) સ્વર્ણગિરિ
૫) ગિરનારગિરિ
૬) નંદભદ્રગિરિ
૭) પારસગિરિ
૮) યોગેન્દ્રગિરિ
૯) સનાતનગિરિ
૧૦) સુરભિગિરિ
૧૧) ઉદયગિરિ
૧૨) તપાસગિરિ
૧૩) આલંબનગિરિ
૧૪) પરમગિરિ
૧૫) શ્રીગિરિ
૧૬) સપ્તશિખરગિરિ
૧૭) ચૈતન્યગિરિ
૧૮) અવ્યયગિરિ
૧૯) ધ્રુવગિરિ
૨૦) પરમોદયગિરિ
૨૧) નિસ્તારગિરિ
૨૨) પાપહરગિરિ
૨૩) કલ્યાણગિરિ
૨૪) વૈરાગ્યગિરિ
૨૫) પુણ્યદાયકગિરિ
૨૬) સિદ્ધપદગિરિ
૨૭) દ્રષ્ટિદાયકગિરિ
૨૮) ઈન્દ્રગિરિ
૨૯) નિરંજનગિરિ
૩૦) વિશ્રામગિરિ
૩૧) પંચમગિરિ
૩૨) ભવચ્છેદકગિરિ
૩૩) આશ્રયગિરિ
૩૪) સ્વર્ગગિરિ
૩૫) સમત્વગિરિ
૩૬) અમલગિરિ
૩૭) જ્ઞાનોદ્યોતગિરિ
૩૮) ગુણગિરિ
૩૯) સવ્યંપ્રભગિરિ
૪૦) અપૂર્વગિરિ
૪૧) પૂર્ણાનંદગિરિ
૪૨) અનુપમગિરિ
૪૩) પ્રભંજનગિરિ
૪૪) પ્રભવગિરિ
૪૫) અક્ષયગિરિ
૪૬) રત્નગિરિ
૪૭) પ્રમોદગિરિ
૪૮) પ્રશાંતગિરિ
૪૯) પદ્મગિરિ
૫૦) સિદ્ધશેખરગિરિ
૫૧) ચંદ્રગિરિ
૫૨) સુરજગિરિ
૫૩) ઇન્દ્રપર્વતગિરિ
૫૪) આત્માનંદગિરિ
૫૫) આનંદગિરિ
૫૬) સુખદાયીગિરિ
૫૭) ભવ્યાનંદગિરિ
૫૮) પરમાનંદગિરિ
૫૯) ઈષ્ટસિદ્ધિગિરિ
૬૦) રામાનંદગિરિ
૬૧) ભવ્યાકર્ષણગિરિ
૬૨) દુ:ખહરગિરિ
૬૩) શિવાનંદગિરિ
૬૪) ઉજ્જવલગિર
૬૫) આનંદગિરિ
૬૬) તીર્થોતમગિરિ
૬૭)મહેશ્વરગિરિ
૬૮) રમ્યગિરિ
૬૯) બોધિદાયગિરિ
૭૦) મહોદ્યોતગિરિ
૭૧) અનુત્તરગિરિ
૭૨) પ્રશમગિરિ
૭૩) મોહભંજકગિરિ
૭૪) પરમાર્થગિરિ
૭૫) શિવસ્વરૂપગિરિ
૭૬) લલિતગિરિ
૭૭) અમૃતગિરિ
૭૮) દુર્ગતિવારણગિરિ
૭૯) કર્મક્ષાયકગિરિ
૮૦) અજેયગિરિ
૮૧) સત્વદાયકગિરિ
૮૨) વિરતીગિરિ
૮૩) વ્રતગિરિ
૮૪) સંયમગિરિ
૮૫) સર્વજ્ઞગિરિ
૮૬) કેવલગિરિ
૮૭) જ્ઞાનગિરિ
૮૮) નિર્વાણગિરિ
૮૯) તારકગિરિ
૯૦) શિવગિરિ
૯૧) હંસગિરિ
૯૨) વિવેકગિરિ
૯૩) મુક્તિરાજગિરિ
૯૪) મણિકાન્તગિરિ
૯૫) મહાયશગિરિ
૯૬) અવ્યાબાધગિરિ
૯૭) જગતારણગિરિ
૯૮) વિલાસગિરિ
૯૯) અગમ્યગિરિ
૧૦૦) સુગતિગિરિ
૧૦૧) વિતરાગગિરિ
૧૦૨) ચિંતામણીગિરિ
૧૦૩) અતુલગિરિ
૧૦૪) મહાવૈદ્યગિરિ
૧૦૫) પાવનગિરિ
૧૦૬) અચળગિરિ
૧૦૭) લબ્ધિગિરિ
૧૦૮) સૌભાગ્યગિરિ
ગિરનાર મહાતીર્થના ૧૦૮ નામ છે.

૯૫) સહસાવનમાં મૂળનાયક ચૌમુખજીની પ્રતિષ્ઠા કયા વિક્રમ સંવતમાં અને કઈ તિથિના દિવસે કરવામાં આવી હતી?

જવાબ:-વિક્રમ સવંત ૨૦૪૦ માં ચૈત્ર વદ પાંચમના દિને કરવામાં આવી હતી.

જૈન પ્રશ્નોત્તરી

૯૬) સહસાવાનમાં મૂળનાયક ચૌમુખજી ભગવાનની પ્રતિષ્ઠા ક્યા ગુરૂ ભગવંતોની નિશ્રામાં કરવામાં આવી હતી?

જવાબ:-
પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુ સૂરીશ્વરજી મ.સા.
પરમ પૂજ્ય આચાર્ય નવરત્ન સૂરીશ્વરજી મ.સા.
પરમ પૂજ્ય આચાર્ય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.
પરમ પૂજ્ય પન્યાસ હેમચંદ્રવિજયજી ગણીવર્ય આદિ વિશાળ સાધુ સાધ્વીજી સમુદાયની પાવન નિશ્રામાં થઈ હતી.

જૈન પ્રશ્નોત્તરી

૯૭) કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ પર કયા ભગવાંતોના પગલા આવેલા છે?

જવાબ:-
૧) નેમિનાથ દાદાના
૨) રહનેમિજીના
૩) રાજીમતીના

૯૮) રત્નાસર શ્રાવકને કયા ગુરૂ ભગવંતે કિધું હતું કે”તારાથી જ આ તીર્થનો ભંગ થશે અને તારાથી જ આ તીર્થનો ઉદ્ધાર થશે”?

જવાબ:- અવધિજ્ઞાન ગુરૂ ભગવંત આનંદસૂરીશ્વરજી મ.સા.

૯૯) મેરકવશીની ટૂંકમાં પહેલું જિનાલય હંસમેરૂનું છે તેમાં મૂળનાયક ભગવાન કયા છે?

જવાબ:- ઋષભદેવ

૧૦૦) મેરકવશીની ટૂંકમાં પહેલુ જિનાલય હંસમેરૂનું છે તેમાં મૂળનાયક ભગવાન ઋષભદેવ છે તેમની પ્રતિમાજીની ઊંચાઈ કેટલા ઇંચની છે?

જવાબ:- ૯ ઇંચ

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ? વાંચો ૯ આયુર્વેદિક ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *