સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે?
સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે?
બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે.
આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ. મુખ્ય વાત એમ છે કે, જુનાં જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને સપ્તપદી બોલાવીને મંગળનાં ચાર ફેરા ફેરવાતા. જેમાં…
૧લો ધર્મ નો,
૨જો અર્થ નો,
૩જો કામ નો
૪થો મોક્ષ નો.
મોક્ષનાં ચોથા ફેરામાં સ્ત્રી પોતાનાં પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે, તે અગ્નિ બુજાવા નો’તો દેવાતો. જાન પરણીને વિદાય થાય, ત્યારે વર પક્ષવાળાને તે અગ્નિ માટીનાં દોણામાં ભરીને અાપીએ છીએ. વખત જતાં પતરાનાં ચોરસ ફાનસ આવ્યા, અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો, જેને રમણ દીવો કહેવાય છે.
જ્યારે જાન પરણીને ઘરે પહોંચે, ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેતવા જીવીત રહેતા. તે દેતવા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો. તે અગ્નિમાં રસોઇ પકાવી ને ખવાતી, પછી અગ્નિને ચુલામાં રાખથી ભંડારી દેતા. સવારે પાછો એ જ અગ્નિ જીવીત કરાતો, આ ક્રમ જીવનપર્યંત ચાલતો.
જ્યારે માણસ મૃત્યુ પામે, ત્યારે એ જ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે, અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ આપાય છે.
મુત્યુ પછીનાં ચાર વિસામાઓ કહેવાય છે.
૧લો વિસામો ઘર આંગણે,
૨જો વિસામો ઝાંપા બહાર,
૩જો વિસામો ગાયનાં ગોંદરે,
૪થો વિસામો સ્મશાનમાં.
ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં આ ચાર વિસામા છે. એ જ રીતે મૃતદેહને ચાર પ્રદક્ષિણા છે, પગેથી પાછા વળવાની. માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો, તે શિવ-મય બની ગયો. શિવનાં ચરણ કદાપી ઓળંગી ન શકાય.
અગ્નિદાહથી જલ, થલ, અગન, આકાશ, અને પવન, આ પાંચ તત્વ પોત-પોતાનાંમાં ભળી જાય છે, તેને ભગવાનમાં મલીન થયા કહેવાય છે. હવે તેનાં દર્શન કરવા હોય, તો શિવાલયે જવાનું. દીવાનાં દર્શને એટલા માટે જ જવામાં આવે છે.
આત્મા અમર છે, જીવ મરતો નથી. જલ, થલ, અગન, આકાશ, પવન પોત-પોતાનામાં ભળી જાય છે, તે જ્યાંથી આવ્યો હતો ત્યાં.
અર્થ : માણસ મરતો જ નથી, ફરક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપ હવે નથી.
ભગવાન એટલે શું ?
ભ – ભૂમિ
ગ – ગગન
વા – વાયુ
ન – નીર
મુખ્ય સાર : પ્રકૃતિ, એ જ ભગવાન છે.
40 કીલો લાકડા ઉપર, અઢી કલાક બળવા માટે,
માણસ આખી જીંદગી સળગતો રહે છે,
ક્યારેક પોતાના સપનાઓ માટે,
ક્યારેક સબંધીઓ માટે,
ક્યારેક લાગણીઓ માટે,
તો ક્યારેક જવાબદારીઓ માટે,
જ્યારે કોઈ સાથ ના આપેને ત્યારે અરીસા સામે ઉભું રેવાનું અને કેવાનું તું ચિંતા ના કર આપણે એકલા લડી લેશું.