શુભ બોલીને કોરોનાથી બચો

કફનને ખાનગી ગજવું નથી

શુભ બોલીને કોરોનાથી બચો

ગુજ્જુમિત્રો, આપણાં વિચારો બહુ શક્તિશાળી હોય છે. આપણે બોલતી વખતે અને વિચારતી વખતે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા આપણે બ્રહ્માંડ ની પરમ ચેતના સાથે એકલય થઈ જઈએ છીએ. આ લેખમાં તમે વાંચશો કે કેવી રીતે સકારાત્મક વિચારોની મદદથી આપણે કોરોના વાયરસ ને નાબૂદ કરી શકીએ છીએ.

મિત્રો, આ બ્રહ્માંડનો નિયમ છે કે તમે જે વિચારો એ તમારા તરફ ખેંચાય. તમે જે વિશે કહ્યા કરો, વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય.

ટૂંકમાં જે બોલો, વિચારો એવું થાય. એ કુદરતનો કાયદો છે. આપણા વડવાઓ એટલે જ કહેતા કે શુભ શુભ બોલો ! એટલે મારી એક જ સલાહ છે કે શુભ શુભ બોલીને કોરોનાથી બચો .

આજે એવું વાતાવરણ રચાયું છે કે બધા રાત દિવસ કોરોનાની ચિંતા કરે છે, એની વાતો કરે છે ને એનો ભય સેવે છે. સ્વાભાવિક છે કે વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે મોકલવા પૂરી તાકાતથી લાગી પડે. આપણા વાઈબ્રેશન્સ એને આપણી પાસે આવવા મજબુર કરે છે.

શુભ બોલીને કોરોનાથી બચો

એટલે કોઈ રોગનો ચેપ લાગશે તો શું થશે કે એનાથી ભયભીત રહેવાને બદલે આપણે એમ કહીએ કે…

“અમે તમામ પ્રકારના વાયરસથી મુક્ત છીએ. કોઈ વાયરસ અમારું કશું બગાડી શકે એમ નથી. અમે સુખી, આનંદી, સ્વસ્થ અને શક્તિશાળી આત્મા છીએ. અને સમગ્ર બ્રહ્માંડ માં મન, વચન, કાયા થી કોઈ પણ જીવ ને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય અને સર્વ જીવ નું કલ્યાણ થાય.”

આ શબ્દો, આ વિચાર વાતાવરણમાં અને આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન કરશે અને આ મનની શક્તિ આપણને કોઈપણ મુસીબતથી બચાવશે.

વિશ્વાસ કરો કે જો 1 % લોકો પણ આમ કહેવાનું અને વિચારવાનું શરૂ કરે તો અનંત પોઝીટીવ શક્તિઓ ખેંચાઈને આવશે.

ગુજ્જુમિત્રો, સેનિટાઈઝરનો ભલે ઉપયોગ કરો પણ દર કલાકે એક સેકન્ડ ઉપર બતાવ્યા મુજબ શક્તિશાળી વિચારની ઉર્જા પોતાની અંદર અને બહાર ફેલાવો .

Read more inspirational posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *