જૈન ધર્મ વિશે માહિતી : જમ્યા બાદ થાળી ધોઇને પીવાનું કારણ
જૈન ધર્મ વિશે માહિતી : જમ્યા બાદ થાળી ધોઇને પીવાનું કારણ
આપણે ઘણી જગ્યાએ ભોજનશાળામાં સુવિચારમાં વાંચતા હોઇએ છે કે, “ભોજન કર્યા પછી, થાળી ધોઇને પીવાથી આયંબિલ તપનું લાભ મળે”
વાસ્તવમાં, ભોજનની થાળીમાં રહી ગયેલા ભોજનના કણોથી અસંખ્ય સુક્ષ્મ જીવોની ઉત્પત્તિ માત્ર ૪૮ મિનિટમાં થાય છે, તદુપરાંત ભોજનના કણોને પ્રાપ્ત કરવા બીજા અસંખ્ય સૂક્ષ્મ જીવો પણ આવે છે.
એઠાં ભોજનના કણો ગટર કે કચરાપેટીમાં જવાથી, અગણિત જીવોની હિંસા સતત થાળીમાં રહી ગયેલા ભોજનને મેળવવા… અને એક જીવ, બીજા જીવ ઉપર પરાવલંબી હોવાથી એક જીવ બીજા જીવ ઉપર પ્રહાર કે ઘાત કરીને તેમની હિંસા કરતાં રહે છે.
આ બધા જ જીવોના જન્મ અને મરણના દોષ માત્ર ભોજન એઠું કે થાળી પૂર્ણ સાફ ન થવાથી થાય છે.
આવા અસંખ્ય જીવોની હિંસાનું પ્રાયશ્ચિત કરવા ઓછામાં ઓછું આયંબિલ તપ કરવું પડે છે. તે પણ દિવસમાં જેટલી વાર ભોજન કરીએ તેટલી વાર!