મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે
મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે
મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે,
શબ્દો ગળી ગયા હોય એ હાથ ઊંચો કરે.
શોધવા જશો જો ખામી’તો બધામાં દેખાશે,
ખામી અવગણ્યા હોય એ હાથ ઊંચો કરે.
સુખના સાથી બની મહેફિલ તો ઘણી માણી,
દુઃખમાં સાથે રડયાં હોય એ હાથ ઊંચો કરે.
ખબર નહીં કેમ પણ રડવાની ટેવ પડી છે દરેકને,
હસતાં હસતાં જીવ્યા હોય એ હાથ ઊંચો કરે.