જામફળ ખાવાના ફાયદા અને જરૂરી સાવધાની
જામફળ ખાવાના ફાયદા અને જરૂરી સાવધાની
ગુજજુમિત્રો, આજે હું તમને આ નાનકડા લેખમાં જામફળ ખાવાના ફાયદા જણાવી રહી છું. જામફળ ના અમૃત જેવા ગુણોને કારણે જ તેને સુપરફૂડ માનવામાં આવે છે. આપણે ત્યાં જામફળ ને મસાલા સાથે ખાવાનો બધાને શોખ હોય છે. સાથેસાથે જામફળનું જ્યુસ અને જામફળ નું શાક પણ ઘણું પ્રચલિત છે. સફેદ અને ગુલાબી જામફળ બધાંને ભાવે છે પણ સાથેસાથે તેને ખાટી વખતે અમુક સાવધાની રાખવી પણ જરૂરી છે. ચાલો આ બધાં વિષે વાંચીએ.
જામફળ ના અમૃત જેવા ગુણ
જામફળ શિયાળામાં મળતું સસ્તું અને ફાયદાકારક ફળ છે જે સમગ્ર ભારતમાં જોવા મળે છે. સંસ્કૃતમાં તેને અમૃત ફળ પણ કહે છે. આયુર્વેદ મુજબ પાકેલો જામફળ સ્વાદમાં ખાટો, તીખો, ગુણમાં ઠંડો, પાચનમાં ભારે, કફ અને વીર્ય વધારનાર , સ્વાદિષ્ટ, પિત્તરોધક અને હૃદય માટે ફાયદાકારક છે. જામફળ ભ્રમ, બેભાનતા, કૃમિ અને દાહનો નાશ કરનાર છે.
જામફળ ખાવાના ફાયદા
ઉનાળાના તમામ રોગોમાં જામફળ ખાવાથી ફાયદો થાય છે. તે શક્તિશાળી, સત્વ ગુણવાન અને બૌદ્ધિક છે, તેથી બુદ્ધિજીવીઓ માટે ફાયદાકારક છે. ભોજનના 1-2 કલાક પછી લેવાથી કબજિયાત, પેટનું ફૂલવું વગેરે ફરિયાદો દૂર થાય છે. જામફળને સવારે ખાલી પેટ ખાવાથી વધારે ફાયદો થાય છે.
જામફળ ખાતા પહેલા સાવધાની રાખો
જામફળ વધુ ખાવાથી વાયુ, ઝાડા અને તાવ આવે છે, અસ્વસ્થતા અને શરદી પણ થાય છે. જેમની પાચન શક્તિ નબળી હોય તેમણે જામફળ ઓછું ખાવું જોઈએ. ખાવા માટે માત્ર પાકેલા જામફળનો ઉપયોગ કરો. કાચા જામફળનો શાક તરીકે ઉપયોગ કરી શકાય છે. દૂધ અને ફળ ખાવા વચ્ચે 2-3 કલાકનું અંતર હોવું જોઈએ. વળી, જામફળ ખાઈને તરત પાણી પણ ના પીવું જોઈએ.
જામફળ ના બીજ
જામફળ ખાતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેના બીજ બરાબર ચાવ્યા વગર પેટમાં ન જાય. કાં તો તેને સારી રીતે ચાવો અને ગળી લો અથવા તેના બીજને અલગ કરો અને માત્ર પલ્પ ખાઓ. જો તેનું આખું બીજ એપેન્ડિક્સમાં જાય તો તે બહાર આવી શકતું નથી, જેના કારણે ઘણીવાર એપેન્ડિસાઈટિસ થવાની શક્યતા રહે છે.
Also read : શું તમે જાણો છો કે કઈ બીમારીમાં તમારે કયા શાક ન ખાવા જોઈએ?