ડોડી ના અગણિત ફાયદા

ડોડી ના અગણિત ફાયદા

ડોડી ના અગણિત ફાયદા

૬૦ કે ૭૦ વર્ષ ના વડીલો આજે વટ્ટ થી કહે છે કે, ભાઈ અમે તો ગામડા માં ખૂબ ફરતા ને થુવર ની વાડ પર ચડેલી ડોડી ખૂબ ખાતા ને ડોડી થી જ પેટ ભરી લેતા. આજે પણ ૭૦ વર્ષ ની ઉમરે અમે ચશ્માં વિના “ ગીતા” વાંચીએ ને માથા ના વાળ તો તમે જુઓ કેવા ભરાવદાર ને કાળા છે… આ ડોડી નો પ્રતાપ છે…… આવું વડીલો પાસે સાંભળીને આજે બ્યુટી પાર્લર માં આંટા મારતા ને ડાબલા જેવી આંખો થી જોતા યુવાન ને શરમ આવે તે સ્વાભાવિક છે. ચાલો વાંચીએ : ડોડી ના અગણિત ફાયદા

ડોડીના આયુર્વેદિક ફાયદા

જીવંતી-ડોડીને આયુર્વેદમાં શીતળ, ચક્ષુષ્ય એટલે આંખોને માટે ખૂબ હિતાવહ, બલ્ય અથવા બળપ્રદ વૃષ્ય એટલે મૈથુન શક્તિ વધારનાર, વીર્ય વર્ધક, રસાયન એટલે જીવન શક્તિ વધારનાર તથા વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોને શાંત કરનાર કહેવાય છે. રતાંધળાપણામાં અને જેમને આંખોનું તેજ ઓછું હોય તેમણે ડોડીનાં પાન ઘીમાં શેકીને ખાવા જોઈએ. કાચા ફળો પણ ટેસ્ટી હોવાથી ખાઈ શકાય.

Dodi

ડોડી નું સંસ્કૃત નામ

ચરકસંહિતાના સૂત્રસ્થાનનો ર૫મા અધ્યાયમાં મર્હિષ આત્રેયે ‘સર્વશ્રેષ્ઠ’નો સંગ્રહ કર્યો છે. તેમાં સર્વશ્રેષ્ઠમાં મર્હિષ આત્રેયે તમામ-શાકોમાં ‘જીવંતી’ને સર્વશ્રેષ્ઠ શાક કહી છે. આ જીવંતી એટલે ડોડી અથવા દોડી જેને સૌરાષ્ટ્રમાં ‘ખરખોડી’ પણ કહે છે. જીવંતીએ ડોડીનું એક સંસ્કૃત નામ છે, આ સિવાય ડોડીને આયુર્વેદમાં સંસ્કૃતમાં શાકશ્રેષ્ઠ, જીવનીયા, જીવની, જીવર્વિધની વગેરે નામોથી પણ ઓળખાવી છે. આ ડોડી બારેમાસ થાય છે. પરંતુ ભાદરવો અને આસોમાં તેનાં પર્ણો પરિપુષ્ટ હોય છે, અને તે પિત્ત અને વાયુનું શમન કરતી હોવાથી આ ઋતુમાં તેનું શાક આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ હિતાવહ છે.

વાયુ, પિત્ત અને કફ ના દોષનું શમન કરે છે

ડોડી સ્વાદ માં મીઠી, ગુણ માં ઠંડી, પચવામાં પણ મીઠી ને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેયદોષનું શમન કરનાર ડોડી છે. તે ધાવણ વધારે, ગર્ભ નું સ્થાપન કરે, પુરુષ અને સ્ત્રી બંને નું વાંઝીયા પણું દૂર કરે, આંખ નું તેજ વધારે છે જીવંતી. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી. વિટામીન .એ. થી ભરપૂર છે જીવંતી….

Dodi

જીવંતીનું બીજું નામ શાકશ્રેષ્ઠા

એવું અતિશયોક્તિ માં કહી શકાય કે પૃથ્વી પર ના તમામ ઔષધિઓ ના વિટામીન .એ. નો સરવાળો પણ જીવંતી વધુ નથી… જીવંતી નું બીજું નામ છે શાકશ્રેષ્ઠા. જીવંતી- ડોડી ના પાન ની ગાય ના ઘી માં બનાવેલી ભાજી તે તમામ શાક ભાજી માં ટેસ્ટ અને ગુણ માં ઉત્તમ છે. આ ભાજી નિયમિત ખાવાથી આંખો નું તેજ વધે છે, નંબર પણ ઘટે છે.

Passport service

જીવંતી ના ફાયદા

આજે માણસ હવા, પાણી ને ખોરાક … બધા માં સતત ઝેર આરોગેછે, ડોડી નું શાક આ બધા જ ઝેર માંથી મુક્ત કરેછે એટલે કે તે રસાયણ છે જીવંતી ને ગાય નાં ઘી માં સિદ્ધ કરી ને બનાવેલું ઘી- જીવન્ત્યાદી ઘૃત – ક્ષય મટાડે, આંખો નું તેજ વધારે, શરદી, ખાંસી, ને ફેફસાનું ચાંદુ દૂર કરેછે. શરીર માં થી કોઈ પણ જગ્યાએ થી પડતું લોહી- [રક્તપિત] મટાડે છે. તાવ ને તેની क्षय અત્યંત થતી ગરમી દૂર કરેછે. .. ડોડી નો મલમ- જીવન્ત્યાદી મલમ મોઢા ના ચાંદા ને ડાઘા દૂર કરેછે. દાઝ્યા ઉપર પણ તે લગાવાય છે.

Read more health articles here.

You may also like...

12 Responses

  1. Anonymous says:

    ડોડી ના બીજ મારી પાસે છે. કોઈને જોતા હોય તો મારો સંપર્ક કરવા વિનંતી

  2. Raijibhai says:

    અતિ સુન્દર માહિતી છે પરંતુ આ જમાનામાં ક્યા કારણોસર ડોડી વિલુપ્ત થયેલી છે તેની ખબર પાડતી નથી મારા ગામમાં 50 વર્ષ પહેલાં થોરની વાડ હોય કે અન્ય વાડોમાં.ભરપુર ડોડી મળતી પરંતુ અત્યારે જોવા પણ મળતી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *