રોજબરોજ ના ખાવામાં કયું તેલ વાપરવું?

ઓલિવ oil

એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવામાં કયું તેલ વાપરવું? તેમનો જવાબ ખુબ માર્મિક હતો.. તેમણે કહ્યું : “જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે… શું આપણે કપાસિયા મોઢામાં નાખી ખાઈ શકીએ? સૂર્યમુખી ના બી કોઈ વાર નાખજો મોઢા માં… ચોખા ના વળી તેલ નીકળે? “

Sesame seed
તલનું તેલ શા માટે ખાવું જોઈએ? ધમનીઓ અને દાંત માટે ફાયદાકારક

કપાસિયા તેલ

BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ તમારી આંખોથી જોયુ છે ? એક વાર ઘાણી માં જઈને જોજો.. … સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો… સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ… કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે.. આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે.. બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા BT કપાસ માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે .

બદામ અને કોપરાનું તેલ

રહી વાત બદામ ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો ! રોજબરોજ ના ખાવામાં બદામનું તેલ ખૂબ જ મોંઘું પડે. દક્ષિણ ભારત માં કોપરા નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે.. તે જલ્દી થી ખોરું થઈ જાય છે અને આપણી ગુજરાતી વાનગી ઓમાં પોતાનો વિશેષ સ્વાદ છોડે છે જેને કારણે ભોજન નો સ્વાદ અજીબ થઈ જાય છે.

ઓલિવ ઓઈલ

ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ ઓલિવ તેલ ખાવાનો પણ ક્રેઝ છે.. પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ સીંગતેલ ની બોલબાલા છે.. પણ ઓલી જાહેરાત માં આવે કે તમે દર મહિને તેલ બદલી નાખો … કેટલાક વળી કોલર ઊંચો કરી ને કેશે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈ…

અમેરિકા અને ચીન માં સિંગતેલ ની બોલબાલા

અમેરિકા માં થયેલ સંશોધન એમ કે છે કે મગફળીની સીંગ માં રહેલ પૌષ્ટિક તત્વો જ ઘાણી ના સીંગતેલ ને વિશ્વ નુ શ્રેષ્ઠ તેલ બનાવે છે… દરેક હાલતી ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા અને તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે…તો હવે વિશ્વમાં તલ અને સીંગ ના તેલ ની બોલબાલા છે..

તલનું તેલ અને સિંગ તેલ

મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધડકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં રાતડી રાણ્ય જેવા રેવું હોઈ તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું કાળા તલ નુ અને મગફળીનુ સીંગતેલ આખા વર્ષ માટે ભરી લો… Also read : તલનું તેલ શા માટે ખાવું જોઈએ? ધમનીઓ અને દાંત માટે ફાયદાકારક

Groundnut oil

કયું તેલ ક્યારે ખાવું જોઈએ?

જ્યાં સુધી ઠંડી હોઈ તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો… હા અને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી જલ્દી ખાઈ જાવ.. શું તમે ક્યારેય કાચું તલનું તેલ કે સીંગતેલ ખાધું ? અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. અને શિયાળા માં ભઠા માં શેકેલ રીંગણાં પર કાચું સીંગતેલ ને મસાલા નાખી ખાજો … એકલી મજા જ આવશે…

ગુજજુમિત્રો, તો આ છે જવાબ કે ખાવામાં કયું તેલ વાપરવું જોઈએ? આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખીયે.. બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે એ પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ લાવી ને ખાઈ રહ્યા છે..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *