શ્રીકૃષ્ણ તારું કામ પડયું છે…
આજે જીવન બધે સુમસામ પડયું છે.
આશાઓનાં કાને તારું નામ પડયું છે.
જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે.
તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે…
મંઝીલ બધી નિર્જીવ પડી છે.
સડકો સઘળી વિરાન પડી છે.
સાંભળ આ સંકટની ઘડી છે.
વગાડ, મીઠી તારી વાંસળી છે.
અણધાર્યું આંગણે અંજામ પડયું છે.
તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે…
શું અંત છે આ, કે કોઈ શરૂઆત થવાની??
દિવસ પુર્ણ થયો પરાણે, શું રાત જવાની?
મનસૂબા, સપના, ઘણી વાત કહેવાની,
અધૂરી છે હજી ઘણી મુલાકાત થવાની.
મહાભારતનું નામ મહામારી પડયું છે.
તું આવ…હે કૃષ્ણ તારું કામ પડયું છે….