સમય આવે એ પહેલાં બધું સમેટી લો
સમય આવે એ પહેલાં બધું સમેટી લો
સમય આવે એ પહેલાં..
બધું સમેટી લેવું જોઈએ…
માન સન્માન ઘટે એ પહેલા..
જાતે હટી જવું જોઈએ…
કેટલાય નિર્ણયો કલેજા
કઠણ રાખી ને કરવા પડે છે..
બારોબાર ઉસેટાઇ જાય તે..
પહેલા ઉસેટી લેવું જોઈએ…
ક્યાં સુધી જવાબદારી ની
ઝંઝાળ લઈ ને ફર્યા કરશો..?
અફસોસ થાય તે પહેલાં…
સઘળું આટોપી લેવું જોઈએ…
લોહીના સબંધો લોહી ચૂસી ન લે…એ
સાચવજો જરા…
વિશ્વાસે વહાણ ડૂબી જાય તે…
પહેલા વિટી લેવુ જોઈએ….
જીવન એક નાટક છે.. પાત્ર ને
પકડી કેમ બેસી રહેવાય…?
ઉત્તમ એ છે,રોલ પતે એટલે…
રંગમંચ છોડી દેવું જોઈએ…
Also read : સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે