લીલાં પાંદડાં – કીંમતી તંદુરસ્તીનું સસ્તું રહસ્ય

શિયાળામાં દેશી ખોરાક

લીલાં પાંદડાં

ખાદ્યપદાર્થની વાત કરવામાં આવે તો પ્રકૃતિએ સર્વ પ્રથમ પાંદડાઓનું સર્જન કર્યું. એ દ્વારા પરમાત્માએ ભોજનની સાથે-સાથે આપણા માટે પહેલા ખોરાકની વ્યવસ્થા કરી દીધી. વાસ્તવમાં તંદુરસ્ત સ્વાસ્થ્યનું પહેલું પગલું ભોજનમાં લીલાં પાંદડાનું સેવન છે.

પવિત્ર પાંદડાં

આપણે સૌ જાણીએ છીએ કે દેવતાઓનું પૂજન લીલી પત્તીઓથી જ કરવામાં આવે છે. જેમ કે, ભગવાન ગણેશનું પૂજન દુર્વા(ધરો)થી કરવામાં આવે છે. દુર્વા વિના ગણપતિજી મોદકનો ભોગ સ્વીકારતા નથી. તે પ્રમાણે ભગવાન વિષ્ણુને તુલસી પત્રનો ભોગ અર્પણ કરીએ છીએ. શિવજીનો ભોગ બીલીપત્ર વગર સંભવ નથી. આ દ્વારા મનુષ્યને એ વાતનો સંકેત કરવામાં આવે છે કે તેઓ ભોજનમાં લીલાં પાનને પ્રથમ સ્થાન આપે.

ક્લોરોફીન

પાન-પત્તીઓમાં ક્લોરોફીન નામનું તત્વ છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ આપે છે. જો આપણા શરીરમાં ક્લોરોફીન તત્વની માત્ર પર્યાપ્ત હશે તો સંક્રામક રોગ આપણા શરીરમાં આસાનીથી આક્રમણ કરી શકશે નહિ. વાત ક્લોરોફીનની હોય, આયોડિનની હોય કે અન્ય ખનીજ લવણની હોય, તે બધા જ તત્વ આગ પર ચઢતાની સાથે જ નષ્ટ થઇ જાય છે. આથી ઉત્તમ એ છે કે તેનો ઉપયોગ આગ પર ન ચઢે તે રીતે જ કરવો જોઈએ, એટલે કે તેને ગેસ પર રાંધ્યા વિના ખાવો ખૂબ જ ફાયદાકારક છે.

ગ્રીન જ્યુસ

green juice gujjumitro gujarati

થોડી હરી પત્તી (લીલા પાન) જેવા કે કોથમીર, ફુદીનો, પાલક, મીઠો લીંબડો, બીલી પત્ર, તુલસી, દુર્વા વગેરે ને ધોઈને પાણી નાખી મિક્ષ્ચરમાં પીસી લો. તેમાં સાથે સાથે લીલા આંબળા,ખીરા કાકડી, દૂધી વગેરે પણ નાંખી શકાય. સ્વાદ માટે ઋતુ મુજબ મીઠા ફળ જેવા કે સફરજન, જામફળ, દ્રાક્ષ, ગાજર પણ નાંખી શકાય. મધ અથવા સિંધવ મીઠું નાખીને સ્વાદિષ્ટ જ્યુસ જેવું પણ બનાવી શકાય. તે શરીરને જરૂરી એવા આવશ્યક તત્વોની પૂર્તિ પણ કરે છે. વળી સીઝનલ હોવાને કારણે સસ્તા પણ હોય છે.

દૂધની આશ્ચર્યકારક હકીકત

Milk Gujjumitro Gujarati

ડોકટરો શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે દૂધ લેવાની સલાહ આપે છે, એ વાત સાચી છે કે દૂધમાં કેલ્શિયમ હોય છે પણ તેમાં કોલેસ્ટ્રોલ અને યુરિક એસીડ પણ હોય છે, જે શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. વળી જે પશુનું દૂધ પીવામાં આવે છે તેની શારીરિક બીમારી પણ દૂધના માધ્યમથી આપણા શરીર પર પડે છે. આમ દૂધની શુદ્ધતા પણ આજના સમયમાં પડકારરૂપ છે. વૈજ્ઞાનિક પરીક્ષણમાં આશ્ચર્યજનક વિગત બહાર આવી છે જે મુજબ ગાયના દૂધમાં ૧૨૦ કેલ્શિયમ, ભેંસના દુધમાં ૨૧૦ કેલ્શિયમ હોય છે, જયારે આમલીના પાનમાં ૧૪૮૫ કેલ્શિયમ અને સરસવના પાંદડામાં ૩૦૯૫ કેલ્શિયમ હોય છે. જો આપણે થોડી લીલી પત્તીયોનું સેવન કરીશું તો શરીરને આવશ્યક કેલ્શિયમની પૂર્તિ અને કોલેસ્ટ્રોલ, યુરિક એસીડના દુષ્પ્રભાવથી આપણે બચી જઈશું. પાંદડાંમાં શોધનનો ગુણ હોવાથી શરીરના સંચિત મળને સાફ કરવામાં મદદ કરે છે આથી શરીરની અંદર મળ સડવાને કારણે બનનારી ગેસ અને એસીડીટીની સમસ્યાથી મુક્તિ મળે છે.

અલગ અલગ પાંદડાંના વિશિષ્ટ ગુણ

સામાન્ય રીતે શાકભાજીની પાંદડાં શરીર માટે ઉત્તમ છે છતાંપણ અલગ અલગ પાંદડાંનું પોતાનું વિશેષ મહત્વ છે, જેમકે ..

  • દુર્વા (ધરો)-દુર્વાની પત્તી આંતરિક અને બાહ્ય રક્તસ્ત્રાવને રોકવા માટે તથા ઉદર (પેટના) રોગમાં વિશેષ સહાયક છે.
  • તુલસી-બધાં પ્રકારના સંક્રમણ (ઇન્ફેકશન ), કફ, શરદીમાં ઉપયોગી છે.
  • મીઠો લીમડો-હાઈ બીપી,રક્ત કણોની ઉણપ મા પ્રભાવી છે.
  • કોબીજ-મૂત્રલ તથા કીડની રોગમાં વિશેષ ઉપયોગી, અલ્સર, એલર્જી, દુર્બળતામાં લાભકારી.
  • કોથમીર-નેત્રરોગ, વિટામીન બી ની ઉણપ અને રક્ત અલ્પતામાં ઉપયોગી
  • લીમડાનાં પાન-અસ્થમા, ડાયાબીટીસ, ચર્મરોગ, લોહીની અશુદ્ધતામાં ઉપયોગી અને
  • અસરકારક એન્ટીબાયોટિક.
  • પપૈયાંના પાન-રક્ત પ્લેટલેટ વધારવા માટે
  • બીલી પત્ર- ઇન્ફેક્સન, ટીબી, કબજીયાત, અસ્થમા, હૃદયરોગમાં લાભકારી
  • સીતાફળનાં પાન-ડાયાબીટીસ મા વિશેષ ઉપયોગી
  • આંબાનાં પાન – કબજિયાત, એસીડીટીમાં લાભકારી
  • જવારા – કેન્સર, રક્તસ્ત્રાવ, રક્ત અલ્પતા, કોલેસ્ટ્રોલમાં ઉપયોગી
  • જાંબુડાના પાન-ચર્મરોગ, થેલીસીમિયા, આયર્ન, વિટામીન સી, કેલ્શિયમમાં લાભકારી
  • લીંબુના પાન-રોગ પ્રતિકારક શક્તિ વધારવા, અતિરિક્ત ગરમી, માથાનો દુઃખાવો, ખોડોમાં લાભકારી
  • જામફળીના પાન-ખાંસી,દંતરોગ, કફમાં ઉપયોગી

આલ્કલાઈન આહાર

જો શરીરને રોગમુક્ત બનાવવું હોય તો ભોજનને પણ સુક્ષ્મ બનાવવું અતિ આવશ્યક છે. ભોજનના ચાર મુખ્ય તત્વ છે. વાયુ તત્વ (લીલી પત્તિયો માંથી), અગ્નિ તત્વ (ફળમાંથી), જળ તત્વ (શાકભાજી), પૃથ્વી તત્વ(અનાજ). આમ, સૌથી સુક્ષ્મ તત્વ વાયુ તત્વ છે. જે લીલી પાંદડાંમાં હોય છે. આ પત્તિયો ક્ષારીય(ALKALINE)હોવાથી રક્તમાં અમ્લતા (ACID)તત્વ ને ઓછી કરે છે.

ચાલો આપણે ખોરાકમાં લીલાં પાંદડાંનો ઉપયોગ કરવાનો સંકલ્પ લઇ રોગમુક્ત અને તંદુરસ્ત જીવન માટે પ્રતિબદ્ધ બનીએ.

You may also like...

4 Responses

  1. Nirmal says:

    બહુ જ સુંદર!!!
    લીલા પાન આપણા શરીર માટે પ્રચૂર માત્રા ઉપયોગી છે તે જાણી આનંદ થયો. અપનાવવા જેવો પ્રયોગ.
    આરોગ્ય વિષયક આર્ટીકલ આપતા રહેશો.

  2. Ashok says:

    An article filled with valuable information. Inspired to use more greens! Thanks…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *