સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે?
સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે?
ગુજજુમિત્રો, લગભગ બધાં જ લોકો ને ખબર છે કે સિગારેટ ના પેકેટ પર એક ચેતવણી આપવામાં આવે છે : સીગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ સિગારેટ ની લત જેને પહેલે થી લાગી ગઈ છે તે આની અવગણના કરે છે. આજકાલ યુવા પેઢી સિગારેટ પીવા ને સ્ટાઈલ ગણે છે, સ્ટેટસ સિમ્બલ ગણે છે. પણ મિત્રો આ કોઈ શાન ની વાત નથી. ફિલ્મો માં હીરો ને સિગારેટ પીતા જોયીને લાગી શકે કે તેઓ કેટલા કૂલ અને સ્માર્ટ દેખાય છે, પણ આ લત નો અંજામ શું આવે છે તેના વિષે વધારે ચર્ચા નથી થતી.
આજે હું આ પોસ્ટમાં તમને સીગરેટ પીવા ના માત્ર એક ગેરલાભ વિષે જણાવવા માગું છું. કહેવાય છે કે સિગારેટ પીવાથી કેન્સર થાય છે. ચાલો જાણીએ કે બે મિનિટ સિગારેટ પીવાથી આવી જીવલેણ બીમારી કેવી રીતે થાય છે.
સિગારેટ પીવાથી 14 પ્રકારના કેન્સર થઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે શરીર ના DNA ને નુકસાન પહોંચાડે છે, આમાં એ DNA નો પણ સમાવેશ થાય છે જેની અંદર ઝેરી તત્ત્વો થી લડવાના genes હોય છે.
જ્યારે અમુક વિશેષ genes (જીન્સ) ને નુકસાન પહોંચે છે ત્યારે જીનેટિક બીમારીઓ થાય છે. અને શરીર ના કોષ આડેધડ વધવા લાગે કજે અને નિરંકુશ થઈને એકબીજાથી વિભાજિત થવા લાગે છે. જે કેન્સર થવાનું મુખ્ય કારણ બની શકે છે.
બસ એટલું જ નહીં, સિગારેટ માં એવા ઘણા બધા કેમીકલ જોવા મળ્યા છે જે DNA માં વિકૃતિ લાવે છે જેમાં benezene, polonium-210, benzo(a)pyrene અને nitrosamines નો સમાવેશ થાય છે.
અમુક લોકો ને લાગે છે કે સિગારેટ પીવાથી કેન્સર થવામાં વર્ષો વીતી જાય છે પણ વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે દર ૧૫ મી સિગારેટ પીવાથી DNA માં પરિવર્તન આવે છે અને તે કેન્સર ની ગાંઠ કરી શકે છે.
ગુજજુમિત્રો, શું હવે તમે સમજી ગયા કે સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે? એટલા માટે જ સિગારેટ પીતા હોવ કે તમારા પ્રિયજનો ને તેની લત હોય તો આ લત ને જેટલી જલ્દી છોડી દેશો એટલું સારું. આવતીકાલે છોડવાનો વિચાર હોય તો તેને આજે અને અત્યારે જ છોડીને કેન્સર જેવી નર્ક સમાન બીમારી ના મુખ માં જતાં બચી જાઓ.
આ પોસ્ટ ને તમારા મિત્રમંડળ માં અવશ્ય મોકલજો.