મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા

મગફળી સીંગદાણા ના ફાયદા

મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા

ગુજ્જુમિત્રો, આપણે બધાં જ જાણીએ છીએ કે બદામ આપણાં માટે બહુ સ્વાસ્થ્યપ્રદ છે. તેમાં પણ જ્યારે બદામને પલાળીએ છીએ ત્યારે તેના સત્ત્વો એક્ટીવેટ એટલે કે સક્રિય થઈ જતાં હોય છે અને તેના ફાયદા દસગણા થઈ જાય છે. તેથી જ હંમેશા લોકોને બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પરંતુ માર્કેટમાં વધી રહેલા બદામ નાં ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને બદામનો એક એવો વિકલ્પ મળે, જે તેના જેવો જ ફાયદો આપે પણ તેના કરતાં બહુ જ સસ્તો હોય તો? આ વિકલ્પ છે, મગફળી ના સીંગદાણા અને તેના ફાયદા જાણવા માટે આગળ વાંચો.

સીંગદાણા છે ગરીબો ની બદામ

તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ના સીંગદાણા ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો બદામ ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ સીંગદાણા પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી સીંગદાણાનાં અનેક ફાયદા છે. તેથી જ તેને ગરીબોની બદામ કહેવામાં આવે છે. તો આજે જાણી લો પલાળેલા સીંગદાણા ખાવાનાં ફાયદા.

હૃદય માટે સીંગદાણા ના ફાયદા

પલાળેલા સીંગદાણા બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી બચાવે છે. તેથી હાર્ટ નું સ્વાસ્થ્ય સારું રાખવા માટે મગફળી ખાવું લાભકારી છે.

મગફળી

વ્યાયામ કરનારા માટે અનિવાર્ય છે મગફળી

જો તમે જીમમાં જાઓ છો અથવા રોજ યોગા કે વોકિંગ કરો છો , તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ કે વ્યાયામ કરીને શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે.

ત્વચા માટે મગફળી ના સીંગદાણા ઉત્તમ

તેમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તે સ્કીનના સેલ્સ માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી રંગ ગોરો થાય છે. સ્કીન ની ચમક વધે છે.

ગેસ અને એસિડિટી માં રાહત

પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ નાં ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે.

મગફળી ના સીંગદાણા ના ફાયદા

બાળકોની યાદશક્તિ માટે રામબાણ

બાળકોને સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન આંખોની રોશની અને મેમરી શાર્પ કરે છે. મગફળી ખાવાથી શરીર માં રક્ત ની ઊણપ દૂર થાય છે. તેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે. મગફળી ભૂખને દૂર કરે છે.

કેન્સરમાં ફાયદાકારક

રોજ તેને ખાવાથી કેન્સર પણ દૂર રહે છે. મહિલાઓએ તેને નિયમિત ખાવી જોઈએ. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીર નાં કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે.

peanuts

ડાયાબિટીઝ માં મદદરૂપ

રોજ પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. તેનાથી તમે ડાયાબિટીઝ જેવી બીમારીથી બચીને રહી શકો છો. તેથી જો તમને શુગરની સમસ્યા છે, તો રોજ સવારે પાણીમાં રાતભર પલાળેલી મગફળીનાં 50 ગ્રામ જેટલા દાણા ખાઈ લેવાનાં .

વિટામિન ઈ નો ઉત્તમ સ્રોત

મગફળીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી બચાવે છે અને સ્વસ્થ રાખે છે. તે સૂર્યના યુવી કિરણોથી પણ બચાવે છે.

Read more health tips here.

????????????????????????????

You may also like...

1 Response

  1. NITIN says:

    Very nice .હું આજ થી જ આ પ્રયોગ શરૂ કરી રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *