તું તો કાળી ને કલ્યાણી હો મા…
તું તો કાળી ને કલ્યાણી હો મા…
તું તો કાળી ને કલ્યાણી હો મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ચારે તે યુગમાં જાણી હો મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને પહેલાં તે યુગમાં જાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હરનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને બીજા તે યુગમાં જાણી હો મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રાવણકુળ હણનારી હો મા,
જ્યાં જોવું ત્યાં જોગમાયા
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કૌરવકુળ હણનારી હો મા,
જ્યાં જોવું ત્યાં જોગમાયા
તને ચોથા તે યુગમાં જાણી હો મા,
જ્યાં જોવું ત્યાં જોગમાયા
તું સતને કારણ વેચાણી હો મા,
જ્યાં જોવું ત્યાં જોગમાયા.
તું કાળી ને કલ્યાણી હો મા,
જ્યાં જોવું ત્યાં જોગમાયા