એક વણઝારી ઝૂલણ ઝૂલતી’તી
ગુજજુમિત્રો, નવરાત્રીના પાવન દિવસોમાં પ્રાચીન સમયના જૂનવાણી ગરબા સાંભળવાની મજા કઈક જુદી જ છે! હા, આજકાલ ઘણા બધાં નવા નવા ગરબા ગવાય છે, પણ ખબર નહીં કેમ મને આજે પણ જૂના ગરબા નો આનંદ અને તેમાં સમાયેલી ભક્તિ હૃદયને વધારે આકર્ષિત કરે છે. ચાલો, ગુજરાતની ગરિમા સમાન એક વણઝારી ઝૂલણ ઝૂલતી’તી, આ ગરબાના શબ્દો શીખીએ અને પોસ્ટ માં આપેલા YouTube વિડિયો માં સાંભળીએ.
એક વણઝારી ઝૂલણ ઝૂલતી’તી, (૨)
હે મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી. (૨)
હે માઁની દેરીએ ડંકો થાય મોરી માઁ
એક વણઝારી …
હે માએ પહેલે પગથીયે પગ મૂક્યો (૨)
માને પાની સમાણાં નીર મોરી માત;
એક વણઝારી …
માએ બીજે પગથીયે પગ મૂક્યો (૨)
માને ગોઠણ સમાણ નીર મોરી માત
એક વણઝારી …
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો (૨)
માને કેડ સમાણાં નીર મોરી માત
એક વણઝારી …
માએ ચોથે પગથીયે પગ મૂક્યો (૨)
માને છાતી સમાણાં નીર મોરી માત
માએ પાંચમે પગથીયે પગ મૂક્યો (૨)
માને શિર સમાણાં નીર મોરી માત
એક વણઝારી …
મને આશા છે કે તમને આ ગરબો ગણગણવો ગમશે. જો તમને આ પોસ્ટ ગમી હોય તો ગુજજુમિત્રો બ્લોગ ની મુલાકાત દરરોજ લેતા રહેજો. અહીં દરરોજ એક નવી પોસ્ટ પ્રકાશિત કરવામાં આવે છે.
મિત્રો, કોવિડ ને કારણે ગરબા ની રમઝટ પર અસર ચોક્કસ પડી છે , પણ યાદ રાખજો કે તમારી અને તમારા પરિવાર ની સુરક્ષા સૌથી વધારે અગત્યની છે. શુભ નવરાત્રી!