અભિપ્રાય કરતાં બળવાન છે અનુભવ

માણસ બહુ જ મોંઘો પડે

અભિપ્રાય કરતાં બળવાન છે અનુભવ

ગુજ્જુમિત્રો, આજે આપણે એવા સમયમાં રહીએ છીએ કે દરેક વ્યક્તિના પોતપોતાનાં અભિપ્રાય હોય છે અને તેના પ્રમાણે જ સંબંધો જાળવે છે. આ અભિપ્રાયો આપણને કેટલીકવાર વાસ્તવિકતાથી દૂર કરી દે છે કારણકે આપણાં અભિપ્રાય આપણી માનસ રચના છે, નહીં કે સત્ય હકીકત. આ લેખમાં હું તમને જણાવવા માંગું છું કે અભિપ્રાય કરતાં બળવાન છે અનુભવ.

પહેલો અભિપ્રાય

તમે પરસેવે રેબઝેબ છો. ખુબ તરસ લાગી છે. પણ ક્યાંય પાણી નથી મળે તેમ. એવામાં તમે એક ઝાડનાં છાયામાં થાક ખાવાં ઊભાં રહો છો!

ત્યાં જ સામેથી એક મકાનનાં પહેલાં માળની બારી ખુલે છે ને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને હાથથી પાણી જોઇએ છે તેવો ઇશારો કરે છે. હવે તમને એ વ્યક્તિ કેવો લાગે?

આ તમારો પહેલો અભિપ્રાય છે!

બીજો અભિપ્રાય

તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે. ૧૫ મિનિટ થવાં છતાંયે નીચેનો દરવાજો નથી ખુલતો. હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો છે?

આ તમારો બીજો અભિપ્રાય છે!

ત્રીજો અભિપ્રાય

થોડીવાર પછી દરવાજો ખુલે છે અને તે વ્યક્તિ એમ કહે કે: ‘મને વિલંબ થવા માટે માફ કરજો, પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું શરબત આપવું યોગ્ય લાગ્યું! માટે થોડી વધુ વાર લાગી!’

હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો?

યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મલ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.

પાણી

ચોથો અભિપ્રાય

હવે જેવું તમે શરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી.

હવે તે વ્યક્તિ તમને કેવો લાગે છે?

પાંચમો અભિપ્રાય

તમારો ખટાશથી ભરેલો ચહેરો જોઈને, એ વ્યક્તિ ધીમેથી ખાંડનું પાઉચ કાઢે ને કહે, તમને ફાવે તેટલું ઉમેરી દો.

હવે તે જ વ્યક્તિ વિષે નો તમારો અભિપ્રાય શો?

અભિપ્રાય બાંધતા પહેલાં આટલું વિચારો

ગુજ્જુમિત્રો, એક સામાન્ય પ્રસંગમાં પણ જો આપણો અભિપ્રાય આટલો ખોખલો અને સતત બદલાતો હોય તો, આપણે કોઇના પણ વિશે અભિપ્રાય આપવાને લાયક સમજવાં જોઈએ કે નહીં!? યાદ રાખજો, અભિપ્રાય કરતાં બળવાન છે અનુભવ!

હકીકતે દુનિયામાં એટલું સમજાણું કે, ‘જો તમારી અપેક્ષાના ચોગઠામાં બંધબેસતું વર્તન સામેની વ્યક્તિ કરે તો તે સારી નહીં તો તે ખરાબ!’

મિત્રો, વિચારી જુઓ.

Click here to read more posts.

You may also like...

1 Response

  1. NITIN says:

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *