કોરોના કાળની હાસ્ય કહેવતો!

ગુજરાતી જોક

કોરોના કાળની હાસ્ય કહેવતો!

  1. માણસ માત્ર માસ્કને પાત્ર.
  2. જાગ્યા ત્યાંથી… હાથ ધૂઓ.
  3. ઝાઝા ટેસ્ટ રળિયામણા.
  4. હોઠ સાજા તો માસ્કથી ઢાંક્યા.
  5. જેટલા મોં એટલા ઇલાજ.
  6. બાર ગાઉએ ઝોન બદલાય.
  7. …. પ્રભાતે આંકડા દર્શનમ્ !
  8. નવો દરદી નવ વાર હાથ ધૂએ.
  9. જીવતો નર ‘નેગેટિવ’ પામે.
  10. ઘેર ઘેર કોરોનાના ઉકાળા.
  11. વેન્ટિલેટરનાં નીવડ્યે વખાણ.
  12. ડોશી મર્યાનો ભો નથી,
    કોરોના ભાળી ગયાનો ડર છે.
  13. ઝાઝા કેસ ઝોન બગાડે.
  14. ઘરનાં છોકરાં સાબુ વાપરે,
    ને કામવાળીને સેનિટાઇઝર.
  15. પોઝિટીવ સાથે નેગેટિવ જાય,
    કોરોના નહીં તો ફ્લુ થાય.
  16. સો દહાડા સેનિટાઈઝરના,
    એક દહાડો કોરોનાનો.
  17. પોઝિટીવનાં પાપ છાપરે ચડીને પોકારે.
  18. લેવા ગયા ’તા દુપટ્ટા,
    લઈને આયા માસ્ક.
  19. સિવિલમાં સો બિમારી,
    પ્રાયવેટમાં ખિસ્સા ખાલી.

????????????????????????????????

ગુજ્જુમિત્રો, જો કોરોના કાળની હાસ્ય કહેવતો ગમી હોય તો ગુજજુમિત્રોના હાસ્ય મંજરી વિભાગની મુલાકાત અવશ્ય લેજો.

You may also like...

1 Response

  1. Harsh says:

    Funny!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *