ખાંડ વગરની ચા
ખાંડ વગરની ચા
ગુજ્જુભાઈના ઘરે પાંચ મિત્રો આવ્યા.
એની પત્નીએ કહ્યું “ખાંડ ખુટી ગઇ છે જલ્દી થી લેતા આવો, ચા માં જોઇશે ને.”
એણે કહ્યું “તું ચા ખાંડ વગર જ બનાવ બાકી હું સંભાળી લઇશ.”
છ કપ ખાંડ વગરની ચા આવી ત્યારે ગુજ્જુભાઈએ પોતાના મિત્રો ને કહ્યું “આમાંના એક કપમાં જાણી જોઇને ખાંડ નથી નાખી. જેને એ કપ આવશે એને ત્યાં આપણે બધા આવતા રવિવારે જમવાનું રાખીશું.”
બધાંએ ચા પીધી પછી જ્યારે પૂછ્યું, “ચા કેવી હતી?”
તો દરેકે કહ્યું “બહુ મીઠી હતી” , “બહુ મીઠી હતી!!!”
ગુજ્જુભાઈ એટલે ગુજ્જુભાઈ!!