ચિત્રગુપ્ત ની સમસ્યા : સ્વર્ગમાં લગન કે ડિવોર્સ

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

ચિત્રગુપ્ત ની સમસ્યા : સ્વર્ગમાં લગન કે ડિવોર્સ

બે પ્રેમી પંખીડા લગ્ન પહેલા જ એક બાઇક એક્સીડેન્ટમાં સ્વર્ગવાસી થઇ ગયા.

સ્વર્ગમાં એન્ટ્રી મળે એની રાહ જોઇને ચિત્રગુપ્તની સામે લાઈનમાં ઉભા ઉભા વિચાર કર્યો કે પૃથ્વી ઉપર મેરેજ ના થયા પણ અહીં સ્વર્ગમાં આપણે મેરેજ કરીને સાથે રહીશું.

નંબર આવ્યો એટલે બંને એ ચિત્રગુપ્તને પૂછ્યું: “અમે અહીં, સ્વર્ગમાં મેરેજ કરી શકીએ?”

ચિત્રગુપ્ત ઊંડા વિચારમાં પડી ગયા! સ્વર્ગમાં આવીને પણ કોઇ મેરેજ કરે એની નવાઈ તો લાગે ને!! થોડો વિચાર કરીને ચિત્રગુપ્ત બોલ્યા: “મને નથી ખબર. હું તપાસ કરીને આવું.”

બંને રાહ જોતા બેઠા. એમને એમ બે મહિના નીકળી ગયા. ચિત્રગુપ્તનો કોઈ અતો પતો નહીં! એ બે મહિનામાં તો આ બે ય વચ્ચે થોડા નાનામોટા ઝઘડા ય ચાલુ થઈ ગયા. બંનેને વિચાર આવ્યો કે કદાચ મેરેજ તો થઈ જશે પણ પછી સાથે ન ફાવ્યું તો સ્વર્ગમાં ડિવોર્સ મળે ખરા? થયું, ચિત્રગુપ્ત આવે એટલે એ ય પૂછી લઈએ.

એમ કરતાં કરતાં છે..ક 6 મહિને પુષ્કળ થાકી ગયેલા ચિત્રગુપ્ત પાછા આવ્યા અને કહ્યું “હવે સ્વર્ગમાં તમારા મેરેજની વ્યવસ્થા થઈ ગઈ છે.”

એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ
સ્વર્ગમાં લગન કે ડિવોર્સ

કપલે ખુશ થઈને કહ્યું: “આભાર. પણ અમને વિચાર આવ્યો કે પછી સાથે ન ફાવે તો અમે ડિવોર્સ લઈ શકીશું?”

અને… ચિત્રગુપ્તનું દિમાગ છટક્યું! એમણે ચોપડો જોરથી ટેબલ ઉપર પછાડ્યો. કપલ એકદમ ગભરાઈ ગયુ અને પૂછ્યું “શુ થયું?કેમ આટલા ગુસ્સે?”

ત્યારે ચિત્રગુપ્તે પોતાના માથાના વાળ ખેંચતા કહ્યું.

“અહીં સ્વર્ગમાં ગોર મહારાજ શોધવા મારે 6 મહિના ભટકવું પડ્યું!! માંડ એક મળ્યો પણ…સ્વર્ગમાં વકીલ તો આજ સુધીમાં એકે ય આવ્યો નથી. વકીલ શોધવા મારે ક્યાં જવું???”

😋😜🙃😊😀🤣🤣🤣

Also read : વાળ સફેદ થવાના વૈજ્ઞાનિક અને વ્યાવહારિક કારણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *