વર્ષ 2022 માં દિવાળી ના તહેવારો ની તારીખ
દિવાળી 2022 તારીખ
ગુજજુમિત્રો ગુરૂવાર થી શરૂ થતાં દિવાળી 2022 ના તહેવારો ની તારીખ આ મુજબ છે.
20/10/2022 અગિયારસ
અગિયારસ એટલે અન્ન નો ઉપવાસ નહીં પરંતુ આપણાં માં રહેલા કામ,ક્રોધ,લોભ,મોહ,માયા,મેદ, મત્સર,વાણી ની કટુતા નો ઉપવાસ.
21/10/2022 – વાક બારસ
ખરેખર વાઘ નહીં વાક બારસ છે. વાક એટલે વાણી. આપ સૌના ઉપર માં સરસ્વતી ની કૃપા રહે અને આપણે સૌ હંમેશા સુમધુર, સ્પષ્ટ અને સત્ય વાણી નું ઉચ્ચારણ કરીએ એ જ શુભકામનાઓ.
22/10/2022 – ધન તેરસ
ધન ની દેવી માં લક્ષ્મીજી ની કૃપા આપ સૌ ઉપર બની રહે,અને આપ સૌના જીવનમાં સુખ,શાંતિ,અને સમૃદ્ધિ માં સતત વધારો થતો રહે એ જ શુભકામનાઓ.
23/10/2022 – કાળી ચૌદસ
આપ સૌ ના જીવનમાં કોઈ પણ પ્રકારના કકળાટ ના રહે એ જ માં કાલી ના ચરણોમાં પ્રાર્થના.
24/10/2022 – દિવાળી
જેમ અમાસ ના અંધકારમાં અયોધ્યા વાસી ઓ એ ભગવાન શ્રી રામ નું સ્વાગત દીવડાઓ પ્રગટાવી ઉજાસ લાવી કર્યો હતો એમ પ્રભુ આપના જીવન માં વ્યાપેલા અંધકાર ને પોતાના પ્રકાશરૂપી સ્મરણ ના દીવડા થી દુર કરે એ જ પ્રભુચરણ માં પ્રાર્થના.
આપ સૌ ને દિવાળી ની દિલથી શુભકામનાઓ!!