સંગીતનો સૂર અને લયનો આલાપ – લતા મંગેશકર વિશે માહિતી

સંગીતનો સૂર અને લયનો આલાપ – લતા મંગેશકર વિશે માહિતી
સંગીતનો સૂર અને લયનો આલાપ એવાં ભારતરત્ન લતા મંગેશકરનો જન્મ 28 મી સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઇંદોર ખાતે થયો હતો. તેમજ પિતા દીનાનાથ મંગેશકર ગોવાના સમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલા એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેમની માતા હોવતી (સુધામત દિનાનાથના બીજા પત્ની હતાં. લતાજીનું બાળપણનું નામ “હેમા” હતું.
1947માં જ્યારે લતા 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાજી હ્રદયરોગના કારણે પામ્યા હતાં. સરહદો પર લડતા જવાનોને શૌર્યરસ પીરસીને દેશ માટે ઝઝૂમવાનો પાનો ચડાવનાર લતા મંગેશકર ભારતદેશનું સદા માટેનું અણમોલ રત્ન છે. આ નામ આગળ કોઇ ઉપમાની જરૂર નથી કેમકે તેમનો સ્વર જ તેમની ઓળખ છે.
27 જાન્યુઆરી 1963ના રોજ ચીન અને ભારતના યુધ્ધ દરમ્યાન લતાજીએ દેશના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની હાજરીમાં કવિ પ્રદીપ દ્વારા લખાયેલુ અને સી.રામચંદ્ર દ્વારા કંપોઝ કરાયેલુ “એ મેરે વતન કે લોગો” દેશભક્તિનું ગીત ગાયું ત્યારે વડાપ્રધાનની આંખો પણ આંસુથી છલકાઇ ગઇ હતી.
માત્ર ભારતીય નારી માટે જ નહી, પણ વિશ્વભરનાં લોકો માટે તેઓ પ્રેરણાદાયી છે. જેને નિર્માતા શશધરશર્માએ સામાન્ય અવાજ છે એમ કહીને ગીત ગાવા માટે ના પાડી દીધી હતી તે, આર.ડી. બર્મનથી લઇને એ.આર. રહેમાન સુધીનાં દરેક સંગીતકારની સદાય માટે પ્રથમ પસંદ રહ્યા છે.

તેમનાં અવાજની શૈલી,માત્ર એક તેમની પાસે જ છે. એટલે જ ભારત સરકારે ૨૦૦૧માં દેશનું સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન આપીને તેમને નવાજ્યાં હતાં.
મહાનતાનાં પથદર્શક કહો કે માર્ગદર્શક લતાજી દેશ માટે હંમેશા આદરણીય રહેશે.