રમૂજી વ્યાખ્યાઓ
રમૂજી વ્યાખ્યાઓ
ગુજ્જુમિત્રો, હાલમાં મને અમુક રમૂજી વ્યાખ્યાઓ વાંચવા મળી. એક-એક વ્યાખ્યામાં રચનાકારની રચનાત્મકતા અને બુદ્ધિમતા વખાણવા લાયક છે. મિત્રો, આ વ્યાખ્યાઓ રમૂજી છે અને સાચી પણ. તમારા મનને ગલીપચી કરતા આ પોસ્ટને વાંચતી વખતે તમે ઊંડા વિચારમાં પણ સરી જશો. આજકાલ આપણે જે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ, ત્યારે આવા હળવાફૂલ જેવા પોસ્ટ હાસ્યની અણમોલ ભેટ આપે છે. હું તમને નિવેદન કરું છું કે જો તમને આ પોસ્ટ ગમે તો તમારા સ્નેહીજનોને તેની લીંક મોકલીને તેમને થોડીક ક્ષણોનું હાસ્ય ગીફ્ટમાં આપજો.
- મન : બ્રેક વિનાની મોટર.
- રસોડુ : સ્ત્રીઓ ની પ્રયોગશાળા.
- ઝગડો : મફત માં મનોરંજન.
- પેટ : ગમે તેવો કચરો નાખવા ની જગ્યા .
- હોટેલ : રોગો નું પ્રવેશદ્વાર.
- જેલ : ભાડા વગર નું ઘર.
- સેન્ડલ : યુવતીઓનું હથિયાર.
- હજામ : વાળ નો દુશ્મન.
- ઊંધિયું : શાકભાજી નો કુંભમેળો.
- મંદિર : વગર પૈસે ચપ્પલ મેળવવા નું સ્થળ.
- થિયેટર : કળયુગ નું મંદિર.
- મચ્છર : રાત્રિ નો સંગીતકાર.
- ચશ્મા : ભાડે લીધેલી આંખો.
- ભજીયા : ચણા ના લોટ નો અણુબોમ્બ.
- વૃક્ષ : પંખીઓની ધર્મશાળા .
- પસ્તાવો : પાપ ધોવા નો માર્ગ.
- વાનર : દરેક છાપરા ની માલિકી.
- ભેંસ : દૂધ આપતી ફેક્ટરી .
- કોલેજ : આધુનિક સ્વર્ગ.
- બગાસું : ઊંઘ નો ટેલિફોન.
- સાસુ : પાવર વિનાનો રેડિઓ.
- સસરો : વહુ નો ચોકીદાર.
- નાક : ચશ્મા રાખવા નું સ્ટેન્ડ.
- અંબોળો : વાળ ની મિટિંગ.
- દાઢી : ખાતર વિના નો પાક.
- વિધાર્થી : ગાઈડ નો પૂજારી.
- લગ્નદિન : ખુશી નો છેલ્લો દિવસ.
- વરરાજા : એક દિવસ નો બાદશાહ.
- સિંદુર : પતિનું લાઇસન્સ.
ગુજ્જુમિત્રો, આવા જ હાસ્યપ્રદ લેખો માટે ‘હાસ્યમંજરી’ વિભાગની મુલાકાત અવશ્ય લેજો. Click here to read funny posts.