જજસાહેબ પણ કંટાળી ગયા ….
જજસાહેબ પણ કંટાળી ગયા ….
એક પતિ-પત્નીએ કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો.. કોર્ટમાં જજસાહેબે કેસની વધુ વિગત સમજવા માટે પત્નીને અમુક પ્રશ્રો પૂછવાનું શરૂ કર્યું. એવું તો શું થયું કે જજસાહેબે પાંચ જ મિનિટ માં છૂટાછેડા ને મંજૂરી આપી દીધી? જાણવા માટે આગળ વાંચો.
જજ –મેડમ, તમે છુટાછેડા ક્યાં ગ્રાઉન્ડ પર માંગો છો ?
પત્ની –ગ્રાઉન્ડ માગી ને મારે શું કામ સાહેબ? અમારી પાસે બે વીઘા જમીન છે અને એની પર અમારો સરસ બંગલો ય છે . ..
જજ–અરે, હું એવું પુછું છું કે, છુટાછેડા માગવાનો તમારો પાયો શું છે ?
પત્ની –પાયો તો સાહેબ એકલો સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવેલો છે ..
અમારું ઘર જલ્દી તૂટશે નહીં .. અમારા એમણે જાતે ઉભા રહી ને પાયા માં બહુ પાણી નાખેલું છે ..
જજ –અરે મેડમ હું પુછું છું કે છૂટાછેડા તમે ક્યાં આધાર પર માંગો છો ..?
પત્ની –કોઈ આધાર નથી સાહેબ, આધાર નો નમ્બર માંગ્યો છે પણ હજુ આવ્યો નથી ..
આધાર વાળા એવું કહેતા હતા કે તમારું આધાર કાર્ડ ઘરે પોસ્ટ કરશે …
જજ ગુસ્સે થઇ ગયા – અરે દેવીજી હું તમને બે હાથ જોડી ને પુછું છું કે તમે છૂટાછેડા શું કામ માંગો છો ?
પત્ની –મારે શું કામ હોય? મારે બીજા કામ ઓછા છે? હું શું કામ માંગુ? એ તો મારા પતિ માંગે છે ..
જજ એ તેના પતિ તરફ ફરીને ખુબ કંટાળી ને પૂછ્યું – ભાઈ તમને આમની સાથે શું પ્રોબ્લેમ છે તે છૂટાછેડા માંગો છો ?
પતિ –સાહેબ તમે હમણાં જે લમણા લીધા અને ખાલી દસ મિનીટમાં કંટાળી ગયા, તો વિચારો કે મારે તો રોજ દસ કલાક એની સાથે કાઢવાના હોય છે! તમે જ કહો શું કરું?
જજસાહેબ પણ કંટાળી ગયા …. અને છુટાછેડા મંજૂર થઈ ગયા!!
????????????????????????????????????????????