કોરોનાકાળ માં શાળા!

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

કોરોનાકાળ માં શાળા!

કોરોના ઓછો થયો ને શાળાઓ ખુલી…એક જ છોકરો નિશાળમાં આયો.

સાહેબ:- તું એકલો જ શાળામાં આવ્યો છે તને એકલાને શું ભણાવવાનું!

છોકરો- સાહેબ…અમારા ઘરે 45 ગાયો છે. બધી ગાયો બજારમાં રખડવા ગઈ. એમાંથી એક જ ઘરે આવી…એટલે કે બીજી બધી પાછી ન આવી તો એમના લીધે આને કાંઈ ભુખી રખાય… ખવડાવુ તો પડે ને! બીજા વિધાર્થી ન આયા પણ હું તો આયો છું ને!મને ભણતરની ભૂખ છે…

(સાહેબ ખુશ થઈ ગયા)

સાહેબ : સારું સારું…તારું ઉદાહરણ ગમ્યું… ચાલ ભણાવું… સાહેબે તો એક કલાક સુધી ભણાવે રાખ્યું…

છોકરો- સાહેબ એક વાત યાદ આવી.. પેલી 44 ગાયો પાછી ન આવી તો એ 44 ગાયોનો બધો ચારો એક જ ગાયને ખવડાવી દઈએ તો શું થાય?

સાહેબ- ના ખવડાવાય…અપચો થાય….ગાય મરી જાય…

છોકરો- હંમમમમ …સાહેબ 45 બાળકોને ભણાવવાનું હોય એ બધું મને એકલાને ભણાવી નાખશો તો મારી હાલત ગાય જેવી જ થાય…!

(સાહેબ સમસમી ઉઠ્યા )

સાહેબ- (ગુસ્સેથી) તો… બધા નથી આયા તું શું ખાવા નિશાળમાં આયો…

છોકરો- સાહેબ એ બધા કોરોનાથી બીએ છે..એટલે નથી આયા…મને તો કોરોના થયેલો જ છે… ઘેરને ઘેર કંટાળ્યો તો…એટલે આયો… મારે કોનાથી બીવાનું!

(કોરોનાકાળ માં શાળા! સાહેબ ચક્કર ખાઈને પડ્યા…. ચાર દિવસથી તાવ નથી ઉતર્યો….)
????????????????

Read more jokes here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *