ખુશ રહેવા માટે ૩૨ નાના-નાના મંત્ર

ખુશ રહેવા માટે ૩૨ નાના-નાના મંત્ર

ગુજજુમિત્રો, આ લેખમાં ખુશ રહેવા માટે ૩૨ નાના-નાના મંત્ર આપી રહી છું, રોજ કોઈ એક મંત્ર વાંચજો અને તેનું પાલન કરવાનો પ્રયત્ન કરજો.

ખુશ રહેવા માટે 32 મંત્ર
  1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
  2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
  3. દરરોજ 7 કલાક ઊંધો.
  4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
  5. નવી રમતો શિખો / રમો .
  6. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
  7. પ્રાર્થના માટે સમય ફાળવો.
  8. 70 થી વધારે ઉંમરના અને 7 થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
  9. જાગતાં સપનાં જુઓ.
  10. 10. પ્લાન્ટ (ફેકટરી) માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ (છોડ) માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
  11. પુષ્કળ પાણી પીઓ.
  12. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
  13. ચર્ચા / નિંદા / કુથલીમાં સમય ન બગાડો.
  14. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ / પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
  15. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
  16. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
  17. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ / પત્નીની સરખામણી.
  18. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
  19. દરેકને (બિનશરતી) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
  20. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો. ભગવાન સૌનું ભલું કરશે.
  21. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
  22. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
  23. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
  24. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
  25. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
  26. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
  27. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
  28. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.
  29. નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.
  30. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.
  31. બીજા નું માપ કાઢશો નહિ.
  32. શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખો.

Also read : મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં : જીવન પ્રેરક ૧૦ સુવિચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *