વેપારી પર ભગવાનનો ફોન
વેપારી પર ભગવાનનો ફોન
દિવસ એક વેપારી પર ભગવાનનો ફોન આવ્યો.
ભગવાન:- “વત્સ, આનંદમાં છે ને ?”
વેપારી:- “શું વાત કરું ભગવાન?
એકબાજુ મંદી આવી છે.
આખો દિવસ મહેનત કરું છું.
ગરમી બહુ પડે છે એટલે તોતિંગ લાઈટબીલ ભરું છું.
વરસાદ પણ ખૂબ પડે છે, જેથી ગંદકી બહુ થાય છે.
છોકરો બીમાર પડ્યો છે ને ડોકટરોની ફી પણ બહુ છે.
સરકારી ઓફિસમાં અધિકારી અને ઘરે પત્ની ગાંઠતા નથી.
સ્કુલ ફી અને ટ્યુશન ફી ભરીને હાથ કાણાં થઈ ગયા છે.
શાકભાજીના તો ફક્ત હવે ભાવ જ પૂછાય છે.
હેરાન હેરાન થઈ ગયો છું.”
ભગવાન:- ” વત્સ ધરતી ઉપર આટલી બધી તકલીફો હોય તો ઉપર આવવું છે ?”
વેપારીએ ફોન કાપી નાખ્યો!!!!!