પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું?

પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું?

પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું?

પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા….. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું….. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી….. એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ….!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે…. એનાં “silent attack” પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર…?

પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે.

દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાંથી પણ ધૂંધળો દેખાય છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.

દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.

પપ્પા….જેના ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય.

પપ્પા એટલે એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય.

જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!!

પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો.

પપ્પાને કહીએ કે તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.

તમને કાચી કે પાકી પણ છત આપી છે. આપણે શાંતિની નિંદર માણી રહ્યા છીએ તો એમની આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે. હંમેશા પપ્પાનાં કઠોર હ્રદયની પાછળ છૂપાયેલી કોમળતાને ઠેસ ના પહોંચાડતા !!

પપ્પાને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયામાં સમજ ના પડે અથવા ઓછું ફાવે તો … હળવેકથી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવું ના બોલતા કે તમને ખબર ના પડે ! ચૂપ રહો !!

ખાસ કરીને, મમ્મીની હાજરીમાં કે તમારી વહુ કે છોકરા – છોકરીઓની હાજરીમાં તો નહી જ !!!

કેમ, કે તમારી ગેરહાજરીમાં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહુઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !!

પપ્પા માટે બે લાઈન હંમેશા માન- સન્માન જ આપજો , ભલે એમની 100 ભૂલો થાય ..

બગીચામાં મળવું અને સતત બીજાની કાળજી લેવી એમાં ફરક છે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *