દાદા ની વ્હાલી દીકરી

grandpa

ગુજજુમિત્રો, આજે હું તમને એક બહુ સુંદર પ્રસંગ વિષે જણાવવા માગું છું. આ પ્રસંગ છે એક દાદા ની વ્હાલી દીકરી નો. દાદા અને દીકરી વચ્ચે નો નિ:સ્વાર્થ પ્રેમ તમારા હૃદયને સ્પર્શી પણ જશે અને એક બોધ પણ શીખવાડી દેશે.

એક સુખી પરિવાર ની વાત છે. પતિ અને પત્ની બંને ના લગ્ન થયાને લગભગ ૧૨ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. તેઓને સંતાનમાં એક દીકરી હતી. પતિ પત્ની દીકરી અને દીકરીના દાદા એમ કુલ મળીને ચાર સભ્યો ઘરમાં રહેતા હતા. પતિ નોકરી કરી રહ્યો હતો નોકરીમાંથી તેને શનિ અને રવિ એમ બે દિવસની રજા પણ મળતી હતી. અને આ રજાઓમાં પરિવાર રાખો સાથે રહીને આનંદ કરતો.

એક દિવસની આ વાત છે દીકરાએ તેના પપ્પાને કહ્યું કે પપ્પા હું મારી પત્ની અને દીકરીને લઈને મોલ જઈ રહ્યો છું તમે ઘરનું ધ્યાન રાખજો અને સંભાળજો. પિતાએ જવાબમાં કહ્યું ઠીક છે બેટા તું જઈ આવ આમ પણ મારા પગમાં થોડો દુખાવો થઈ રહ્યો છે તો હું મોલમાં આવવા ઇચ્છતો નથી. તમે બધા લોકો જઈ આવો અને આનંદ કરી આવો. 10 વર્ષની દીકરીએ તેના દાદાને કહ્યું દાદા તમારે તો મોલમાં આવવું જ પડશે.

હજી તો દાદા કંઈ જવાબ આપે તે પહેલાં જ વહુ ને જવાબ આપતા કહ્યું બેટા તારા દાદા મોલમાં પગથિયાં ચડી શકે. અને તેઓને એસ્કેલેટર પર ચડવાનું પણ નથી આવડતું. અને હા મોલમાં કોઈ મંદિર હોતું નથી એટલા માટે દાદાને મોલમાં જવામાં કોઇ રસ નથી નહીંતર મંદિર હોય તો તરત જ જતા રહે કારણ કે તેઓને મંદિરે જવામાં જ રસ છે.

દાદાએ વહુ નો જવાબ સાંભળ્યો અને તે જવાબ સાથે જાણે સહમત હોય એ રીતે દાદા હા માં માથું ધુણાવ્યું. પરંતુ તેની પૌત્રી આ વાત માની નહીં અને દાદા સાથે જીદ કરવા લાગી. ઘણા મિનિટો સુધી બંને વચ્ચે શાબ્દિક ટિપ્પણીઓ થઈ પછી 10 વર્ષની પૌત્રી સામે દાદા હારી ગયા અને દાદાએ અંતે કહ્યું ઠીક છે બેટા હું તારી સાથે મોલ આવવા તૈયાર છું.

દાદાએ આવું કહ્યું એટલે દીકરી એકદમ ખુશ થઈ ગઈ. દીકરાએ કહ્યું તો બધા લોકો તૈયાર થઈ જાઓ આપણે થોડા સમય પછી મોલમાં જવા નીકળીશુ. હજી તો મમ્મી પપ્પા તૈયાર થાય તે પહેલા તેની દીકરી તૈયાર થઈ ગઈ અને દાદાને પણ તૈયાર થતાં વાર ન લાગે દાદા અને દીકરી બનીને તૈયાર હતા.

એટલે દાદાની બાલ્કનીમાં દાદા જ્યાં બેઠા હતા ત્યાં દીકરી ગઈ અને દાદા ની વ્હાલી દીકરી એ ત્યાં જમીન પર બે રેખા જેવું બનાવ્યું. પછી દિકરી દાદા ને કહ્યું દાદા ચાલવા આપણે અત્યારે ઘરમાં એક ગેમ રમીએ જ્યાં સુધી માં પપ્પા અને મમ્મી તૈયાર થાય ત્યાં સુધીમાં તમારે આ ગેમ રમવાની છે.

દાદા હજુ તો કંઈ બોલે તે પહેલાં પૌત્રી ફરી પાછું કહ્યું આ ગેમમાં તમારે પક્ષી ની એક્ટિંગ કરવાની છે તમારે સૌથી પહેલા એક પગને આ બંને lines ની વચ્ચે રાખવાનો છે. અને બીજો પગ થોડો ઉંચો ઉઠાવવાનો છે. દાદાને આ ગેમ અજુગતી લાગે એટલે કહ્યું આ શું છે વળી બેટા? દીકરી એ જવાબ આપ્યો કે આ એક બર્ડ ગેમ છે ચલો હું તમને શીખડાવવું છું. જ્યાં સુધી પપ્પા મમ્મી તૈયાર થઈને આવે ત્યાં સુધીમાં દાદાએ અને તેની પૌત્રી ય ઘણા સમય સુધી આ ગેમ રમી.

એટલામાં પપ્પા મમ્મી પણ તૈયાર થઈને આવી ગયા એટલે બધા લોકો મોલ પહોંચ્યા, જેવું મોલમાં થોડું ફર્યા પછી એસ્કેલેટર પાસે જવાનો સમય થયો કે એસ્કેલેટર પાસે આવીને ઊભા રહ્યા એટલે પતિ-પત્ની બંને પરેશાન થઈ ગયા કારણકે દાદા હવે એસ્કેલેટર ઉપર કઈ રીતે ચડશે?

પરંતુ ત્યાં હાજર બધાના આશ્ચર્ય વચ્ચે દાદા તો આરામથી એસ્કેલેટર પર જતા રહ્યા અને એટલું જ નહીં મૈત્રી અને દાદા બંને અહીંથી ઉપર જતા અને થોડા સમય પછી નીચે આવીને ફરી પાછા ઉપર જતા. દાદાએ પૌત્રીને કહ્યું બેટા આ તો ઓટોમેટીક પગથિયા છે મેં આવા પગથિયા પહેલી વખત જોયા..

દાદા ઘણા વર્ષોથી રહેતા હતા પરંતુ કામકાજ વગર ક્યાંય બહાર જવાનું નથી થતું અને આ પગથીયા તેઓએ જિંદગીમાં પહેલી વખત જોયા હતા. જેથી કરીને જેવો આનંદ પૌત્રીને કે પછી કોઇપણ નાના છોકરાને થાય એવો જ આનંદ આજે દાદાને પણ થઈ રહ્યો હતો.

Escalator

હકીકતમાં બધા લોકો જ્યારે એસ્કેલેટર પાસે પહોંચ્યા ત્યારે મૌર્ય ધીમેથી તેના દાદાને કહ્યું હતું કે આપણે જે ઘરે ગેમ રમીને આવ્યા છીએ બસ એના જેવું જ છે, એ પગ ઉઠાવીને લાઇન પર રાખી દો અને બીજો પગ થોડો વધારે ઊંચકીને આગળની સીડી પર રાખી દો. અને દાદાને આ રીતે એસ્કેલેટર પર ચઢતા આવડી ગયું. બંને દાદાને અને પૌત્રી ને મજા પડી ગઈ હતી.

થોડા સમય પછી એ મોલમાં જ અંદર થિયેટર હોવાથી બધા લોકો પિક્ચર જોવા ગયા. અંદર તો વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું, બધા લોકો થી એ સહન થાય પરંતુ દાદા ને થોડી વધારે પડતી ઠંડી લાગી રહી હોય એવું ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પૌત્રી નું ધ્યાન દાદા પર ગયું તેને આ વાત પણ વિચારી ને રાખી હોય એ રીતે તેની બેગમાંથી ઓઢવા માટે દાદાને આપ્યું.

પિક્ચર પૂરું થઈ ગયા પછી બધા લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા, દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારા માટે શું ઓર્ડર કરો? પરંતુ પૌત્રીએ પપ્પાના હાથમાંથી મેનુ લઈને તરત જ પોતાના દાદા ને આપી દિધું અને કહ્યું દાદા તમને વાંચતા તો આવડે છે ને તો તમે વાંચીને નક્કી કરી લો તમારે શું ખાવાનું મંગાવુ છે? દાદા પૌત્રી નું આવું વર્તન જોઈને હસવા લાગ્યા પછી અંતે મેનુમાં જઇને ઓર્ડર આપ્યો. જમીને દાદા હાથ ધોવા માટે વોશરૂમમાં ગયા એટલે પાછળથી ત્યાં દીકરી અને તેના માતા-પિતા ત્રણ જણા જ બેઠા હતા.

મોકાનો લાભ ઉઠાવીને પિતાએ તેની દીકરી ને પૂછ્યું તને દાદા વિશે આટલી બધી કઈ રીતે ખબર છે, જે મને પણ ખબર નથી? પહેલા તો દીકરી એ સ્માઇલ આપી પછી જવાબ આપ્યો પપ્પા તમે જ્યારે નાના હતા તો એ લોકો તમને ક્યારેય ઘરમાં એકલા છોડીને જતા હતા? તમને એ ખબર છે કે તમને ઘરમાંથી બહાર લઈ જતા પહેલા તમારા માતા-પિતા કેટલી બધી તૈયારી કરતા હતા, તમારી દૂધની બોટલ સાથે ખાવા-પીવાનું ઠંડીમાં કંઈપણ ઓઢવા માટે સ્વેટર વગેરે એવી કેટલીયે ચીજવસ્તુઓ સાથે લઈને ફરતા.

તમે એવું કેમ વિચારો છો કે આપણા દાદા ને માત્ર મંદિર જવામાં જ રસ છે. તમારી જેમ અને મારી જેમ તેઓને પણ ઈચ્છાઓ થતી હોય છે કે તેઓ પણ મોલમાં જાય બધા સાથે હોટલમાં જાય અને ખૂબ મજા મસ્તી કરે. પરંતુ ઘરડા લોકોને એવું લાગે છે કે તેઓ પોતે આપણી સાથે આવશે તો આપણી મસ્તી મજા થોડી ખરાબ થઈ જશે એટલે તેઓ પોતાની જાતને પાછળ હટાવી લેતા હોય છે. પરંતુ ક્યારેય પોતાના દિલમાં શું રહેલું છે તે પોતાની જીભ સુધી આવવા દેતા નથી.

દસ વરસની દાદા ની વ્હાલી દીકરી ના મોઢે થી આવો જવાબ સાંભળીને પિતાને એક બાજુ તો ગર્વ થયો કે દીકરીએ મને આજે ખૂબ જ મોટો પાઠ ભણાવ્યો પરંતુ સાથે સાથે તેને પોતાના ઉપર શરમ પણ આવી કે તે તેના પિતા ની સાથે કેવું વર્તન કરી રહ્યો હતો.

માતા-પિતા ભલે ગમે તેટલા ઘરડા થઇ જાય પરંતુ તેઓ હંમેશા પરિવારની તાકાત જ હોય છે. આપણે જો તેઓને દુઃખી કરશો અથવા તેઓને આપણાથી અલગ કરી દઈશું તો આપણે જ તાકાત વિનાના થઈ જઈશું.

You may also like...

1 Response

  1. Ila says:

    અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *