દિલની વાતો માંથી દિલની વાત : રસિક ઝવેરી નું પ્રસિદ્ધ પુસ્તક

દિલની વાત

દિલની વાતો માંથી દિલની વાત … રસિક ઝવેરી

Rasik Zaveriનું આ સુપ્રસિધ્ધ પુસ્તક એ સમયમાં Best Seller રહી ચૂક્યું છે. આ પુસ્તકની પ્રથમ આવૃતિ ઓક્ટો.૧૯૭૦માં પ્રગટ થયાં પછી તૂરત જ બીજી આવૃતિ નવેમ્બર.૧૯૭૦માં પ્રગટ થઇ હતી. તેમાંથી દિલની એક વાત.

ચોપાટીની રેતીમાં ભેળપૂરીવાળા બેસે છે ત્યાં ફરતો હતો. ભીખમંગાની જમાતની એક નાની પાંચ-છ વરસની છોડી ગભરાટમાં રેતીમાં કાંઇક ખોળ્યા કરે. ચોધાર આંસુએ રડે. કરગરે કે, ‘મારી આઠ આની પડી ગઇ છે. રેતીમાં જડતી નથી. મહેરબાની કરીને કોઇ શોધવા લાગો. નહિ મળે તો મારી અમ્મા મને મારી નાખશે!.’

પતિ પત્ની વેલેન્ટાઈન્સ ડે
દિલની વાત

કોઇ એની વાત કાને ના ધરે. કોઇ વળી મજાક કરે, ‘આ લોકો બડા બદમાશ હોય છે. જુઓ કેવો ઢોંગ કરે છે આવડી અમથી છોડી?’

મને મારી પૌત્રી યાદ આવી ગઇ. એ સાચા-ખોટા આંસુ પાડે છે ને બે-પાંચ રૂપિયા પલકવારમાં વટલાઇ જાય છે. છોકરીનાં આંસુ જોઇને મનમાં અજંપો થઇ આવ્યો. ખીસામાંથી આઠ આના કાઢીને આપી દીધા. થયું, ‘સાચુ બોલે છે કે ઢોંગ કરે છે એનો ન્યાય નથી કરવો. પણ એ વખતે એની આંખમાં જે રાહતનો છૂટકારો દીઠો, આનંદની જે એક ઝલક દીઠી એથી મન તૃપ્ત થઇ ગયું.

પાસે એક ભૈયાજી ઊભા હતાં. કહે, ‘બાબુજી તમે ખૂબ સારૂ કર્યું. છોકરીનાં નિસાસાને પંપાળીને સાચા ધરમનું કામ કર્યું. ભગવાનનાં ચોપડે એની નોંધ રહેશે.

આવા નાના નાના નજીવા, દિલનો અવાજ સાંભળીને કરેલા કામો કેવી શાંતિ બક્ષી જાય છે, આપણાં મનને!…

… અને ગોરખપુરનાં સંતનાં શબ્દો ફરી યાદ આવે છે: ‘આનંદનો ખજાનો તો આપણા દીલની સંદૂકમાં જ પડ્યો છે. એને ખોલવાની કૂંચી જો સાંપડે તો બસ આનંદ આનંદ વરતાઇ રહે!’

પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક બાળક ના માબાપે આટલું જરૂર કરવું

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *