ઔષધ સમાન મીઠા લીમડા ના ૧૭ ફાયદા જાણો
ઔષધ સમાન મીઠા લીમડા ના ૧૭ ફાયદા જાણો
- ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે દરરોજ સવારે મીઠા લીમડાના ૧૦ પાનનું સેવન ૧ માસ સુધી કરવું.
- વાળ ખરતા હોય અથવા અચાનક સફેદ થવા માંડ્યા હોય તો મીઠાં લીમડાંના પાન ખાવા અથવા તેનું ચૂર્ણ ખાવું.
- મીઠાં લીમડાના પાનનું સેવન કરવાથી આંખોની જ્યોતિ વધે છે તથા મોતિયામાં પણ ફાયદો થાય છે.
- ઉલ્ટી અને અપચો હોય તો મીઠા લીમડાંના પાન લીંબુનો રસ સાકર સાથે પીવાથી ફાયદો થાય છે.
- મીઠા લીમડાના પાનને લસોટીને તેને છાશમાં ઉમેરી નરણા કોઠે ખાવાથી પેટની ગડબડ મટે છે.
- મીઠાં લીમડાનાં પાનનું દૈનિક સેવન કરવાથી કે પાનને ચાવવાથી મેદસ્વીતા પટી જાય છે.
- ઝાડા, મરડો અને હરસ વગેરે રોગોમાં મીઠા લીમડાના પાનને મધ સાથે ખાવાથી ફાયદો થાય છે.
- મીઠાં લીમડાના મૂળનો રસ- કિડનીને શુદ્ધ રાખવામાં ઉપયોગી છે.
- દાઝી જવાથી ઘાટું થયું હોય તો દાઝેલા ભાગ અથવા ધારામાં મીઠાં લીમડાના પાનનો લેપ કરવો.
- થાઈરોઈડ મટાડવા માટે પણ મીઠું લીમડાનાં પાનનું નિયમિત સેવન કરવું.
- મીઠાં લીમડાના પાન સુકવીને. આ ચૂર્ણ ઓલિઓઈલ તેલમાં ઉકાળવું. તેલ પક્વ થયાં પછી તેને ઠારીને બોટલમાં ભરવું તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ મુલાયમ અને ચમકીલા બને છે.
- કોઈપણ કારણથી લીવર નબળું પડ્યું હોય તો મીઠાં લીમડાના પાનનું સેવન કરવાથી લીવર સશક્ત અને નિરોગી બને છે.
- મીઠાં લીમડાંના પાનનું સેવન કરવાથી બ્લડસુગર પટે છે.
- મીઠા લીમડાંના પાનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદય સંબંધી રોગોથી બચાવે છે.
- મીઠાં લીમડાના પાનમાં કાર્મિનેટિવ નામનું તત્ત્વ હોય છે. તે કબજિયાતને મટાડે છે. અને પેટની અન્ય સમસ્યાઓ પણ તેનાથી દૂર થાય છે.
- સૌથી સારી વાત એ છે કે નરણાં કોઠે સવારે ૧૦થી ૧૨ પાન ચાવીને ખાવાથી યુરિક એસિડ કંટ્રોલમાં આવી જાય છે.
- મીઠા લીમડાનાં પાનના સેવનથી ભૂખ ઉઘડે છે.