તારી એક સવાર ને મારા ઘર નું સરનામું આપી દે
તારી એક સવાર ને મારા ઘર નું સરનામું આપી દે
તારી એક સવાર ને મારા ઘર નું સરનામું આપી દે,
દરવાજો ખોલું ને તમે બુકે લઈને ઉભા હોય એવું પણ બને..
કદી ના કહી શકી એ બધું આજે કહી જવા દે,
વગર કહ્યે તું બધું સમજી જાય એવું પણ બને..
પ્રેમ ના રંગો માં મને તારી સાથે રંગાય જવા દે,
મેઘધનુષ્ય ના બધા રંગો તારા માં મળી જાય એવું પણ બને..
દુનિયાની આ ભીડ માં મને મારુ કોઈ શોધવા દે,
અને મારી ભીતર જ તું મને મળી જાય એવું પણ બને..
‘તું ગમે છે મને’ આજે એવું મને કહી જવા દે,
સાથ ભવે ભવ નો મળી જાય એવું પણ બને..❜❜
– હીર ઠુંમર